નિષ્કર્ષ: વાયરલ પોસ્ટમાં આપવામાં આવેલી પદ્ધતિઓ દ્વારા કોરોના કોલર ટ્યુનને દૂર કરી શકાતી નથી, વાયરલ પોસ્ટમાં કરેલો દાવો ખોટો છે.
નવી દિલ્હી (વિશ્વાસ ટીમ). સોશ્યલ મીડીયા પર એક પોસ્ટ વાઇરલ થઈ રહી છે, જેને માટે દાવો કરવામાં આવે છે કે તેમાં આપેલ સૂચનોનું પાલન કરવા દ્વારા ફોનમાંથી કોરોના કોલર ટ્યુનને દૂર કરી શકાય છે. વિશ્વાસ ન્યુઝને તપાસમાં જાણવા મળ્યું કે તે વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે.
વાયરલ પોસ્ટમાં શું છે?
ટ્વિટર યુઝર મો. કાશીફ ખાને તેની પોસ્ટ શેર કરી, લખ્યું છે કે કોરોના કોલર ટ્યુન દૂર કરવા માટે એરટેલ યુઝર્સ 646224# ડાયલ કરીને 1 દબાવો, બીએસએનએલ યુઝર્સ “Unsub” ટાઇપ કરી 56700 અથવા 7 567999 પર એસએમએસ કરો, વોડાફોન યુઝર્સ “CANCT” લખીને 144 પર મોકલો. જયારે, જીયો યુઝર્સ “STOP” લખીને 155223 પર મોકલો.
પોસ્ટનું આર્કાઈવ કરેલું વર્જન અહિં જોઈ શકાય છે.
તપાસ
વાયરલ પોસ્ટમાં કરવામાં આવી રહેલા દાવાની તપાસ માટે અમે સૌથી પહેલાં ઇન્ટરનેટ પરના કોરોના કોલર ટ્યુનને દૂર કરવાની રીતોની શોધ કરી, પરંતુ અમને એરટેલ, બીએસએનએલ, વોડાફોન અને જીઓની મોટાભાગની વેબસાઇટ પર તેને દૂર કરવાની કોઈ જ રીત ના મળી.
અમે એરટેલ નંબર 646224 # ને ડાયલ કર્યો, પરંતુ અમને એક સંદેશ મળ્યો કે તમે સાચી સ્ટ્રીંગ ડાયલ કરી નથી. તે જ સમયે, અમે જિઓ નંબર ઉપરથી 155223 ઉપર “STOP” મેસેજ લખીને મોકલ્યો, પરંતુ તેના જવાબમાં અમને જીઓ નંબર પર પહેલાથી એકટીવ વેલ્યુ એડેડ સર્વિસીસ જેવી કે જિઓ ટ્યુન સર્વિસ રેંટલ પ્લાન ડિએકટીવેટ કરવાની સૂચના આપતો એક સંદેશ મળ્યો. જો કે, આમ કર્યા પછી પણ કોરોના કોલર ટ્યુન ફોનમાંથી દૂર કરવામાં આવી નથી.
ત્યારબાદ વિશ્વાસ ન્યૂઝે એરટેલના ગ્રાહક સંભાળ અધિકારી ઇરફાન સાથે વાત કરી. તેમણે કહ્યું હતું કે ભારત સરકારની સૂચના મુજબ આ કોલર ટ્યુનને સ્થાપિત કરવામાં આવી છે અને તેને હટાવવાનો કોઈ હુકમ નથી, તેથી અત્યારે આ કોલરની ટ્યુનને દૂર કરી શકાતી નથી. વાયરલ પોસ્ટમાં ઉલ્લેખિત પદ્ધતિઓનું પાલન કરીને આ કોલર ટ્યુનને દૂર કરી શકાતી નથી.
અમે જિઓના કસ્ટમર કેર ઓફિસર આલમાસ સાથે પણ વાત કરી. તેમણે એમ પણ કહ્યું હતું કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવતા દાવા ખોટા છે. આ કોલર ટ્યુન ભારત સરકારની સૂચના મુજબ સ્થાપિત કરવામાં આવી છે, જેને હાલમાં કાઢી શકાતી નથી.
ટ્વિટર પરની આ પોસ્ટ મો. કાશિફ ખાન નામના યુઝર દ્વારા શેર કરવામાં આવી છે. વપરાશકર્તાની પ્રોફાઇલ સ્કેન કર્યા પછી, અમને જાણવા મળ્યું કે તે લખનઉનો છે.
निष्कर्ष: નિષ્કર્ષ: વાયરલ પોસ્ટમાં આપવામાં આવેલી પદ્ધતિઓ દ્વારા કોરોના કોલર ટ્યુનને દૂર કરી શકાતી નથી, વાયરલ પોસ્ટમાં કરેલો દાવો ખોટો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923