Fact Check : PM મોદીને સન્માન આપવા માટે ઉભા થયા હતા નીતિન ગડકરી, વાયરલ વીડિયો એડિટેડ
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે નીતિન ગડકરી એકવાર નહીં, પરંતુ ઘણીવાર પીએમ મોદીને સમ્માન આપવા માટે ઉભા થયા હતા. તેમણે તેમના માટે તાળીઓ પણ પાડી હતી. વીડિયોની એક ફ્રેમને દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી એડિટ કરીને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.
- By: Pragya Shukla
- Published: Jun 18, 2024 at 06:10 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) ભારતીય જનતા પાર્ટી તેના સહયોગી દળોની સાથે ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. તેને લઈને દિલ્હીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે સંસદીય દળની બેઠક યોજી હતી. આ બેઠકમાં સામેલ થયેલા ભાજપ નેતા નીતિન ગડકરીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે બધા લોકો પીએમ મોદીના સ્વાગતમાં ઉભા થયા. પરંતુ નીતિન ગડકરી બેઠા જ રહ્યા અને તેમના સન્માનમાં ઉભા ન થયા.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે નીતિન ગડકરી એક વાર નહીં, પરંતુ ઘણીવાર પીએમ મોદીને સન્માન આપવા માટે ઉભા થયા હતા. તેમણે તેમના માટે તાળીઓ પણ પાડી હતી. વીડિયોની એક ફ્રેમને દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી એડિટ કરીને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર ભૂના દર્પણે 7 જૂન 2024ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “ગડકરીજી સન્માનમાં ઊભા જ ન થયા.”
પોસ્ટની આર્કાઈવ લિંકને અહીં જુઓ.
તપાસ
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું. અમને આ કાર્યક્રમનો વીડિયો (આર્કાઈવ લિંક) પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર મળ્યો. વીડિયોને જોતા અમને જાણવા મળ્યું કે, નીતિન ગડકરી એકવાર નહીં, પરંતુ ઘણીવાર પીએમ મોદીને સન્માન આપવા માટે ઉભા થયા હતા. તેમણે પીએમ મોદી માટે તાળીઓ પણ પાડી હતી. વીડિયોની શરૂઆતમાં 2.12 મિનિટે જોઈ શકાય છે કે જ્યારે પીએમ મોદી અંદર આવે છે, ત્યારે બધા લોકો ઉભા થઈ જાય છે અને તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરે છે. આ દરમિયાન સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નીતિન ગડકરી પણ ઉભા થઈને તાળીઓ પાડીને તેમનું સ્વાગત કરે છે. વીડિયોમાં 3.19 મિનિટે જોઈ શકાય છે કે પીએમ મોદીના અંદર આવ્યા બાદ જ્યારે ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા તેમને શાલ ઓઢાડે છે ત્યારે તેઓ હાથ જોડીને બધાને અભિનંદન કરે છે. આ દરમિયાન જોઈ શકાય છે કે નીતિન ગડકરી નીચે બેસી જાય છે. પરંતુ તેઓ ફરીથી ઉભા થાય છે અને ઉભા રહીને તાળીઓ પાડે છે.
વાયરલ વીડિયોવાળા ભાગને 5.12 મિનિટથી જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે જે.પી નડ્ડા ભાષણ આપી રહ્યા હતા અને પીએમ મોદીનું સ્વાગત કરી રહ્યા હતા. પીએમ મોદીએ ફરી એકવાર લોકોને શુભેચ્છા પાઠવે છે. પછી ત્યાં હાજર લોકો તેમના સન્માનમાં ઉભા થવા લાગે છે. પછી કેમેરાનું એંગલ બદલાઈ જાય છે. વીડિયોમાં 24.43 મિનિટે જેપી નડ્ડા ભાષણ આપવા માટે આવે છે અને પીએમ મોદીનો આભાર માને છે અને તેમના સમર્થનમાં ભાષણ આપે છે. વીડિયોમાં 58.51 મિનિટે જોઈ શકાય છે કે જ્યારે પીએમ મોદીને ભાષણ આપવા માટે બોલાવવામાં આવે છે અને હાર પહેરાવીને સન્માનિત કરવામાં આવે છે. તે દરમિયાન પણ નીતિન ગડકરી ઉભા થઈને તાળીઓ પાડે છે. 1 કલાક 26 સેકન્ડે જોઈ શકાય છે કે જ્યારે પણ તેઓ ભાષણ આપવા આવે છે, ત્યારે નીતિન ગડકરી ઉભા થાય છે. અંતે 2.13.23 મિનિટે જ્યારે તેઓ તેમનું ભાષણ પૂરું કરે છે, ત્યારે પણ નીતિન ગડકરી ઉભા થાય છે અને તાળીઓ પાડે છે.
અમારી અત્યાર સુધીની તપાસથી સાબિત થાય છે કે નીતિન ગડકરી પીએમ મોદીના સન્માનમાં એકવાર નહીં, પણ ઘણીવાર ઉભા થયા હતા અને તેમણે તાળીઓ પણ પાડી હતી.
વધુ જાણકારી માટે અમે ભાજપના પ્રવક્તા ડૉ.વિજય સોનકર શાસ્ત્રી સાથે સંપર્ક કર્યો. તેમણે વાયરલ થયેલા દાવાને ખોટો ગણાવ્યો છે.
અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરે પ્રોફાઇલ પર પોતાને હરિયાણાનો રહેવાસી ગણાવ્યો છે. યુઝર એક વિચારધારા સાથે સંબંધિત પોસ્ટને શેર કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે નીતિન ગડકરી એકવાર નહીં, પરંતુ ઘણીવાર પીએમ મોદીને સમ્માન આપવા માટે ઉભા થયા હતા. તેમણે તેમના માટે તાળીઓ પણ પાડી હતી. વીડિયોની એક ફ્રેમને દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી એડિટ કરીને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.
- Claim Review : ગડકરી પીએમ મોદીના સન્માનમાં ઊભા ન થયા.
- Claimed By : ફેસબુક યુઝર- ભૂના દર્પણ
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.