ફેક્ટ ચેક: Myntra એ હિન્દૂ ધર્મને લગતી નથી બનાવી કોઈ જાહેરાત, ફેક પોસ્ટ થઈ વાયરલ

જ્યારે વિશ્વાસ ન્યૂઝે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટને તપાસી ત્યારે જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટ જૂની છે એટલે કે 26 ઓગસ્ટ 2016ની છે. આ વાયરલ પોસ્ટ શોપિંગ વેબસાઈટ Myntra દ્વારા બનાવવામાં આવી નથી, પરંતુ Scroll Droll નામની અન્ય કન્ટેન્ટ ક્રિએટિવ વેબસાઈટ દ્વારા બનાવવામાં આવી છે. જૂની પોસ્ટને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે કે તે તાજેતરની છે.

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે શોપિંગ વેબસાઈટ મિંત્રા(Myntra)એ હિંદુ ધર્મનું અપમાન કરતી જાહેરાત બનાવી છે. આમાં એક ગ્રાફિકનો ઉપયોગ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને મિંત્રા દ્વારા બનાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ગ્રાફિકના આધારે મિંત્રાને બોયકોટ કરવા પ્રચાર કરી રહ્યા છે. તેમાં ભગવાન કૃષ્ણ અને દ્રૌપદીની તસવીર શેર કરવામાં આવી છે. આમાં મિંત્રાના લોગોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ એડની તપાસ કરી. તપાસ કરતાં જાણવા મળ્યું કે વાયરલ થયેલી જાહેરાત ફેક સાબિત થઈ છે. મિંત્રા દ્વારા આવી કોઈ જાહેરાત બનાવવામાં આવી નથી. તે 2016 માં ScrollDroll નામની વેબસાઇટ દ્વારા બનાવવામાં આવી હતી. તેને મિંત્રા સાથે કોઈ લેવાદેવા નથી. વિવાદ વધ્યાના થોડા દિવસો બાદ જ તેને પાછી ખેંચી લેવામાં આવી હતી.

શું છે વાયરલ પોસ્ટમાં?

25 સપ્ટેમ્બરના રોજ પોસ્ટ શેર કરતા ફેસબુક યુઝર સચિન પાટીલએ લખ્યું, ઓનલાઈન શોપિંગને પ્રોત્સાહન આપવાનું પરિણામ. જ્યારે આપણે બધા કંઈક oneline શોધીશું, તો ભાવનીથી વધુ ભાવ ખાઈશું Boycott all online shopping.

ફેક્ટચેકના ઉદેશ્યથી પોસ્ટના કંન્ટેન્ટને અહીયા જેમનુ તેમ લખવામાં આવ્યું છે. તેને બીજા યૂઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્જનને અહીં જોઈ શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે તપાસ શરૂ કરતા પહેલા ગૂગલ રિવર્સ ઈમેજનો ઉપયોગ કરીને વિવાદાસ્પદ ગ્રાફિક સર્ચ કર્યું. અમને 26 ઑગસ્ટ 2016ના આવા ઘણા અહેવાલો મળ્યા જેમાં વાયરલ પોસ્ટ સંબંધિત માહિતી હતી. 26 ઑગસ્ટ 2016ના રોજ ધ ફાઇનાન્શિયલ એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલમાં વાયરલ ગ્રાફિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આ ગ્રાફિક Myntra દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું નથી. ખરેખર તેને Scroll Drool નામની કન્ટેન્ટ ક્રિએટિવ વેબસાઈટ દ્વારા બનાવવામાં આવ્યું હતી. અહીંયા પૂરા સમાચાર વાંચો.

કેમ કે, સમાચારમાં સ્ક્રોલ ડ્રૂલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેથી અમે સ્ક્રોલ ડ્રૂલના સોશિયલ મીડિયા હેન્ડલની તપાસ શરૂ કરી. અમને 26 ઓગસ્ટ, 2016ના રોજ પોસ્ટ પર સ્ક્રોલ ડ્રોલ્સ તરફથી કરવામાં આવેલ ઘણા ટ્વીટ મળ્યા, જે માફી માંગતા એ પુષ્ટિ કરવામાં આવી હતી કે પોસ્ટર ફેબ્રુઆરીમાં અમારા દ્વારા બનાવવામાં આવ્યું હતું. અમે તેને તરત જ હટાવી દીધી, કારણ કે અમારો ઉદેશ્ય ક્યારેય લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો.

ઈ-કોમર્સ વેબસાઈટ મિંત્રાએ પણ 26 ઓગસ્ટ 2016ના રોજ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી વાયરલ પોસ્ટ અંગે સ્પષ્ટતા કરતું ટ્વિટ કર્યું હતું. ટ્વીટમાં કહ્યું, ‘ગ્રાફિક ઇમેજ તેમના દ્વારા બનાવવામાં આવી નથી. સ્ક્રોલ ડ્રોલ નામની થર્ડ પાર્ટી ફર્મ આ માટે જવાબદાર છે. Myntra તરફથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, અમે આ મુદ્દે કાનૂની કાર્યવાહી કરીશું.

આ વાયરલ પોસ્ટ સંબંધિત માહિતી માટે, અમે મેઇલ દ્વારા સ્ક્રોલડ્રોલ વેબસાઇટનો સંપર્ક કર્યો. મેલનો જવાબ આપતા, સ્ક્રોલડ્રોલના સહ-સ્થાપક અને નિર્દેશક અશ્વિની દધીચે જણાવ્યું હતું કે, વિવાદાસ્પદ વાયરલ પોસ્ટ 2016ની છે, જ્યારે અમે વર્તમાન સમયની એપ્સ સાથે ભારતીય પૌરાણિક કથાઓ દર્શાવતા પોસ્ટરોનો એક સેગમેન્ટ બહાર પાડ્યું હતું. તેઓએ અમને કહ્યું કે મિંત્રાને આ પોસ્ટર સાથે કોઈ લેવાદેવા નથી. અમારા વાચકોની વિનંતીને કારણે અમે પોસ્ટરને પ્રકાશિત કર્યાના 3 દિવસની અંદર જ દૂર હટાવી દીધુ હતું. જો કે, અન્ય વેબસાઇટ્સ અને હેન્ડલ્સે આ પોસ્ટને સેવ કરીને રાખી છે અને તેને પોસ્ટ કરતા રહે છે. 2016માં જ્યારે વિવાદ થયો ત્યારે અમે ટ્વીટ કરીને માફી માંગીને અમારો ખુલાસો કર્યો હતો.

તપાસના અંતે, અમે આ પોસ્ટ શેર કરનાર યુઝર સચિન પાટીલ વિશે જાણ્યું. તપાસમાં સામે આવ્યું છે કે ફેસબુક પર યુઝરના 4 હજારથી વધુ ફ્રેન્ડસ છે. યુઝર મહારાષ્ટ્રના જલગાંવનો રહેવાસી છે.

निष्कर्ष: જ્યારે વિશ્વાસ ન્યૂઝે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટને તપાસી ત્યારે જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટ જૂની છે એટલે કે 26 ઓગસ્ટ 2016ની છે. આ વાયરલ પોસ્ટ શોપિંગ વેબસાઈટ Myntra દ્વારા બનાવવામાં આવી નથી, પરંતુ Scroll Droll નામની અન્ય કન્ટેન્ટ ક્રિએટિવ વેબસાઈટ દ્વારા બનાવવામાં આવી છે. જૂની પોસ્ટને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે કે તે તાજેતરની છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ