X
X

Fact Check: મુનાવર ફારૂકીની CAA વિરોધ પ્રદર્શનની 4 વર્ષ જૂની તસવીરને તાજેતર જણાવીને કરવામાં આવી રહી છે વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે મુનાવર ફારુકીની CAAને લઈને વાયરલ તસવીર તાજેતરની નહીં, પરંતુ વર્ષ 2019ની છે. લગભગ 4 વર્ષ પહેલા મુનાવર ફારૂકી મુંબઈના આઝાદ મેદાનમાં CAAને લઈને થયેલા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે પહોંચ્યો હતો. આ તસવીર તે સમયની છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લાગુ કરી દીધો છે અને ઘણા રાજ્યો તેનો વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર કોમેડિયન મુનાવર ફારુકીની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરમાં તે એક બોર્ડ લઈને ઉભો છે જેના પર લખેલું છે કે હું ગુજરાતનો છું અને મારા ડોક્યૂમેન્ટ વર્ષ 2002માં બળી ગયા હતા. આ ફોટાને સોશિયલ મીડિયા યુઝર્સ તાજેતરના CAA વિરોધ પ્રદર્શનની સાથે જોડીને શેર કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે મુનાવર ફારુકીની CAAને લઈને વાયરલ તસવીર તાજેતરની નહીં, પરંતુ વર્ષ 2019ની છે. લગભગ 4 વર્ષ પહેલા મુનાવર ફારૂકી મુંબઈના આઝાદ મેદાનમાં CAAને લઈને થયેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે પહોંચ્યો હતો. આ તસવીર તે સમયની છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર રાજીવ ચૌબેએ 14 માર્ચ 2024ના રોજ વાયરલ તસવીરને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “આ મુનાવર ફારુકી છે જે પોતાને સ્ટેન્ડ અપ કોમેડિયન જણાવે છે… હિન્દુ દેવી-દેવતાઓ અને હિન્દુઓની મજાક ઉડાવવી તેમનું પ્રિય કામ છે… હું સેકુલરિઝ્મ ત્યાં સુધી નિભાવી શકું છું જ્યાં સુધી મારી આસ્થાઓને નુકસાન ન પહોંચાડવામાં આવે… જે સંસ્થાઓ અને જે સંગઠનો આ કાર્યક્રમોનું આયોજન કરાવે છે સરકારે તેમને પૂછવું જોઈએ કે તેઓ તેમના કાગળો જોયા વિના અને તેમની ઓળખની ખાતરી કર્યા વિના તેમને બોલાવી કેવી રીતે લે છે અને હોટેલમાં રોકાવા કેવી રીતે દે છે… કારણ કે તેમના કાગળો તો 2002ના રમખાણોમાં સળગી ગયા હતા.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

અન્ય એક ફેસબુક યુઝર વિપુલ કુકડિયાએ વાયરલ તસવીરને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “તેમના કાગળો સળગી ગયા હતા પરંતુ તે કયાં સળગી ગયા એ નથી જણાવ્યું…2002 સાબરમતી એક્સપ્રેસના S6 ડબ્બામાં સળગી ગયા હતા?”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે અમે ફોટાને ગૂગલ રિવર્સ ઈમેજની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને વાયરલ તસવીર (આર્કાઇવ લિંક) સોનુ સબા નામના એક ફેસબુક યુઝરના એકાઉન્ટ પર 27 ડિસેમ્બર 2019ના રોજ શેર થયેલી મળી.

ઘણા અન્ય સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ તસવીર (આર્કાઇવ લિંક)ને વર્ષ 2019માં શેર કરેલી છે.

પ્રાપ્ત જાણકારીના આધારે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને વાયરલ તસવીર સહિત ઘણી અન્ય તસવીરો ડ્રીમટાઇમ નામની એક સ્ટોક વેબસાઇટ પર  (આર્કાઇવ લિંક) મળી. પ્રાપ્ત માહિતી અનુસાર, વાયરલ તસવીર 27 ડિસેમ્બર 2019ના રોજ લેવામાં આવી હતી. CAAને લઈને મુંબઈના આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં સામેલ થવા માટે કોમેડિયન મુનાવર ફારુકી એક ટેમ્પલેટ લઈને પહોંચ્યો હતો.

વધુ માહિતી માટે અમે મુનાવરની પીઆર ટીમ સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ ફાટાનો તાજેતરના પ્રદર્શન સાથે કોઈ સંબંધ નથી. તેને ખોટી રીતે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે નાગરિકતા સંશોધન કાયદો (CAA)ના લાગુ થયા બાદથી જ વિપક્ષી દળો તેનો વિરોધ કરી રહ્યા છે. ઘણી રાજ્ય સરકારો કહી રહી છે કે અમે તેને લાગુ નહીં થવા દઈએ. તેમજ અમિત શાહે આના પર પ્રતિક્રિયા આપા કહ્યું છે કે CAAને પાછું ખેંચવામાં આવશે નહીં.

અંતે અમે તસવીરને ભ્રામક દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરને 40 હજાર લોકો ફોલો કરે છે. યુઝરે પોતાને છત્તીસગઢનો રહેવાસી ગણાવ્યો છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે મુનાવર ફારુકીની CAAને લઈને વાયરલ તસવીર તાજેતરની નહીં, પરંતુ વર્ષ 2019ની છે. લગભગ 4 વર્ષ પહેલા મુનાવર ફારૂકી મુંબઈના આઝાદ મેદાનમાં CAAને લઈને થયેલા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે પહોંચ્યો હતો. આ તસવીર તે સમયની છે.

  • Claim Review : તાજેતરમાં CAA પ્રદર્શનમાં સામેલ થયો મુનાવર ફારુકી.
  • Claimed By : ફેસબુક યુઝર રાજીવ ચૌબે
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later