X
X

Fact Check: હરભજન સિંહને લઈને મોહમ્મદ શમીએ નથી આપ્યું આ નિવેદન, વાયરલ દાવો ફેક

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે મોહમ્મદ શમીના નામે વાયરલ થયેલું નિવેદન ફેક છે. મોહમ્મદ શમીએ હરભજન સિંહને લઈને આવું કોઈ નિવેદન આપ્યું નથી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)વર્લ્ડ કપ 2023માં 2 નવેમ્બરે રમાયેલી મેચમાં ભારતે શ્રીલંકાને કારમી હાર આપી હતી. આ મેચમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઘાતક બોલિંગ કરી હતી અને 5 ઓવરમાં માત્ર 18 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ મેચ દરમિયાન લેવામાં આવેલી કેટલીક તસવીરોમાં તેમને વિકેટ લીધા બાદ માથા પર બોલને રાખતા જોઈ શકાય છે. આ તસવીરને શેર કરીને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે શમીએ એક નિવેદનમાં કહ્યું છે કે તેમણે આ 5 વિકેટ હરભજન સિંહને સમર્પિત કરી નથી, કારણ કે હરભજન સિંહ એક ડોનેશન એકઠું કરવામાં પાકિસ્તાની ખેલાડી શાહિદ આફ્રિદીની મદદ કરી રહ્યા છે. તેમણે તેમના બોલિંગ કોચને પોતાની 5 વિકેટ સમર્પિત કરી હતી.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ પોસ્ટને લઈને કરવામાં આવી રહેલો ભ્રામક હોવાનું જાણવા મળ્યું. મોહમ્મદ શમીએ હરભજન સિંહને લઈને આવું કોઈ નિવેદન આપ્યું નથી, જેવું વાયરલ પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે. શુભમન ગિલે મેચ બાદ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે શમીએ આ ઈશારો તેમના બોલિંગ કોચ માટે કર્યો હતો.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર સ્મિતા શુક્લએ 3 નવેમ્બરે આ પોસ્ટ શેર કરી અને સાથે લખ્યું કે, Shami in the post-match presentation stated, “I dedicated my 5-wicket haul to our bowling coach Paras Mhambrey because he supported me during a low phase and enhanced my skills. I celebrated in that manner because he has no hair on his head. This celebration has nothing to do with Harbhajan bhajji. I could never dedicate my 5-wicket haul to someone who helped collect donations for Pakistani Shahid Afridi.”

(મેચ પછીના પ્રેઝન્ટેશનમાં મોહમ્મદ શમીએ કહ્યું કે, “મેં મારી 5 વિકેટ મારા બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેને સમર્પિત કરી, કારણ કે તેમણે ખરાબ સમયમાં મારો સાથ આપ્યો અને મારી કુશળતામાં વધારો કર્યો. મેં તે રીતે જશ્ન મનાવ્યું, કારણ કે તેમના માથા પર વાળ નથી.” આ જશ્નને હરભજન ભજ્જી સાથે કોઈ લેવાદેવા નથી. હું ક્યારેય મારી 5 વિકેટ એવા કોઈ વ્યક્તિને સમર્પિત નહીં કરી શકું કે જેમણે પાકિસ્તાની શાહિદ આફ્રિદી માટે ડોનેશન એકઠું કરવામાં મદદ કરી હોય.’)

પોસ્ટની આર્કાઇવ લિંક અહીં જોઈ શકાય છે.

તપાસ

વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે સૌથી પહેલા કીવર્ડ્સનો ઉપયોગ કરીને સર્ચ કર્યું. અમને ક્યાંય મોહમ્મદ શમી લગતા આવા કોઈ સમાચાર ન મળ્યા.

અમને Jagran.com પર 3 નવેમ્બરના એક સમાચાર મળ્યા, જેમાં લખ્યું હતું કે, ”ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023માં પોતાની ઘાતક બોલિંગથી કહેર મચાવી રહ્યા છે. શ્રીલંકાની ટીમ સામેની મેચમાં તેમણે 5 ઓવરમાં માત્ર 18 રન આપીને 5 વિકેટ ઝડપી અને ભારતને જીત અપાવી. 5 વિકેટ લીધા બાદ મોહમ્મદ શમીએ પોતાના માથા પર બોલ રાખીને ડ્રેસિંગ રૂમ તરફ ઈશારો કર્યો હતો. પરંતુ આ ઈશારો કોના માટે અને શા માટે કરવામાં આવ્યો તે કોઈ સમજી શક્યું નથી. જોકે, મેચ બાદ ઓપનિંગ બેટ્સમેન શુભમન ગીલે આ વાતનો ખુલાસો કર્યો છે. ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલે જણાવ્યું કે મોહમ્મદ શમીએ આ ઈશારો ભારતીય બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે માટે કર્યો હતો.”

અમને આ સમાચાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પર પણ મળ્યા. આ સમાચારમાં પણ શુભમન ગિલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે શમીએ આ ઈશારો તેમના બોલિંગ કોચ માટે કર્યો હતો.

અમે આ વિશે દૈનિક જાગરણના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠી સાથે વાત કરી. તેમનું કહેવું છે કે, વાયરલ પોસ્ટ ફેક છે. મોહમ્મદ શમીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી.

નવભારત ટાઈમ્સની 29 માર્ચ 2020ના સમાચાર અનુસાર, ”ભારતીય ઓફ સ્પિનર ​​હરભજન સિંહ સોશિયલ મીડિયા પર લોકોના નિશાના પર આવી ગયા છે. રવિવારે હરભજન સિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો, જેના પછી તેઓ લોકોના નિશાના પર આવી ગયા. આ વીડિયોમાં હરભજન સિંહે કોરોના વાયરસ સામે લડવા માટે શાહિદ આફ્રિદીના ફાઉન્ડેશનને મદદ કરવાની અપીલ કરી છે.”

છેલ્લે અમે ખોટા દાવા સાથે વાયરલ તસવીર શેર કરનાર યુઝરનું એકાઉન્ટ સ્કેન કર્યું. યુઝર સ્મિતા શુક્લાને 32 હજારથી વધુ લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે મોહમ્મદ શમીના નામે વાયરલ થયેલું નિવેદન ફેક છે. મોહમ્મદ શમીએ હરભજન સિંહને લઈને આવું કોઈ નિવેદન આપ્યું નથી.

  • Claim Review : Shami in the post-match presentation stated
  • Claimed By : ફેસબુક યુઝર સ્મિતા શુક્લા
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later