Fact Check: વાયએસ શર્મિલાના કોંગ્રેસમાં જોડાયા બાદ વાયરલ થઈ ભ્રામક પોસ્ટ
વાયએસ શર્મિલાનો પોલીસકર્મીઓ સાથે ગેરવર્તનનો વીડિયો 2023નો છે, જ્યારે તેઓ જાન્યુઆરી 2024માં કોંગ્રેસમાં જોડાયા હતા. તેથી વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થાય છે.
- By: Ashish Maharishi
- Published: Jan 29, 2024 at 04:00 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીના બહેન વાયએસ શર્મિલા 4 જાન્યુઆરી, 2024ના રોજ કોંગ્રેસમાં જોડાયા છે. હવે તેમના બે વીડિયોની ક્લિપમાંથી એક વીડિયો બનાવીને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે વાયએસ શર્મિલાએ કોંગ્રેસમાં જોડાયા બાદ પોલીસકર્મીઓ સાથે મારામારી કરી છે. એક વીડિયોમાં તેમને કોંગ્રેસમાં સામેલ થતાં દેખાડવામાં આવ્યા છે તો બીજા વીડિયોમાં તેમને પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કરતા બતાવવામાં આવ્યા છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની તપાસ કરી તો જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટ ભ્રામક છે. પોલીકર્મીઓ સાથે ગેરવર્તનનો વીડિયો ઘણા સમય પહેલાનો છે. તેઓએ જાન્યુઆરી 2024માં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે, જ્યારે મારપીટનો વીડિયો એપ્રિલ 2023નો છે. તે સમયે તેઓ કોંગ્રેસમાં નહોતા. તેથી અમારી તપાસમાં આ વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર ‘રાકેશ કુમાર આઈટી સેલ’એ 13 જાન્યુઆરીના રોજ એક વીડિયોને પોસ્ટ કરીને લખ્યું કે આ કોંગ્રેસનો ગમછો નથી, ગુંડાગીરીનું લાયસન્સ છે.
આ વીડિયોમાં બે ક્લિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ બે ભાગમાં વહેંચીને કરી. સૌથી પહેલા વીડિયોમાં ઉપયોગ કરવામાં આવેલી ઉપરની ક્લિપની તપાસ કરવામાં આવી. ઈનવિડ ટૂલની કીફ્રેમ્સ કાઢીને સર્ચ કરવા પર અસલી વીડિયો ANI ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર મળ્યો. અસલી વીડિયોની 2 મિનિટની ટાઈમલાઈન પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વાયએસ શર્મિલાને કોંગ્રેસનો ખેસ પહેરાવતા જોઈ શકાય છે. આ વીડિયો 4 જાન્યુઆરી, 2024ના રોજ લાઈવ કરવામાં આવ્યો હતો.
તપાસને આગળ વધારતા ગૂગલ ઓપન સર્ચ ટૂલમાં વાયએસ શર્મિલાના કોંગ્રેસમા જોડાવવાને લઈને સર્ચ કરવામાં આવ્યું. 5 જાન્યુઆરી, 2024ના રોજ Jagran.com પર પ્રકાશિત થયેલા સમાચારમાં એવું કહેવામાં આવ્યું છે કે, ”આંધ્ર પ્રદેશમાં પાર્ટીને પુનર્જીવિત કરવાની કવાયતના ભાગ રૂપે કોંગ્રેસે મોટો દાવ રમતા YSR તેલંગાણા પાર્ટીના નેતા વાયએસ શર્મિલાને કોંગ્રેસમાં સામેલ કર્યા. આ સમયે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા.”
તપાસને આગળ વધારતા અમે શર્મિલાના બીજા વીડિયો વિશે જાણવાનો પ્રયાસ કર્યો. 24 એપ્રિલ 2023ના રોજ NDTVની યુટ્યુબ ચેનલ પર એક રિપોર્ટ મળ્યો. તેમાં તે ફૂટેજ પણ મળી આવ્યા હતા જે ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે. NDTVના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી અને વાયએસઆર પાર્ટીના નેતા વાયએસ શર્મિલાએ વિરોધ દરમિયાન એક પોલીસકર્મીને થપ્પડ મારી હતી.
ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટમાં પણ વાયલ વીડિયોનો ઉપયોગ કરતા 24 એપ્રિલ 2023ના રોજ જણાવવામાં આવ્યું છે કે વાયએસ શર્મિલાએ પોલીસકર્મીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી.
તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલના ગિરીશ કુમારનો સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ પોસ્ટને શેર કરી. તેમણે કહ્યું કે વાયએસ શર્મિલા આ વર્ષે કોંગ્રેસમાં જોડાયા છે, જ્યારે પોલીસ સાથે મારપીટનો વીડિયો ગત વર્ષનો છે.
તપાસના અંતે અમે ‘રાકેશ કુમાર આઈટી સેલ’ની ફેસબુક પ્રોફાઈલને સ્કેન કરી. તેને છ હજારથી વધુ લોકો ફોલો કરે છે. યુઝર બિહારનો રહેવાસી છે.
निष्कर्ष: વાયએસ શર્મિલાનો પોલીસકર્મીઓ સાથે ગેરવર્તનનો વીડિયો 2023નો છે, જ્યારે તેઓ જાન્યુઆરી 2024માં કોંગ્રેસમાં જોડાયા હતા. તેથી વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થાય છે.
- Claim Review : કોંગ્રેસમાં જોડાયા બાદ વાયએસ શર્મિલાની ગુંડાગીરી શરુ
- Claimed By : ફેસબુક પેજ ‘રાકેશ કુમાર આઈટી સેલ’
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.