Fact Check : વાયરલ વીડિયોમાં ક્રિકેટ રમી રહેલા વ્યક્તિ PM મોદી નહીં ક્રિકેટર યુવરાજ સિંહના પિતા છે
- By: Pragya Shukla
- Published: Mar 22, 2023 at 04:58 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેને જોવા માટે PM મોદી ત્યાં પહોંચ્યા હતા. તેમની સાથે જોડીને સોશિયલ મીડિયા પર અનેક ભ્રામક તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર ક્રિકેટ રમતા એક વૃદ્ધનો વીડિયો શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ PM મોદી છે
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલા વ્યક્તિ ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ છે, જેમનો વીડિયો હવે PM મોદી સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે. આ દાવો પહેલા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે. તે સમયે પણ અમે તેની તપાસ કરીને સત્ય હકીકત સામે રાખી હતી.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર Rukku YSCLએ 14 માર્ચ 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, “ક્રિકેટ રમતા મોદીજી.”
પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
તપાસ
વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને વાયરલ વીડિયો યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર થયેલા મળ્યા. યોગરાજ સિંહના ફેસબુક એકાઉન્ટ પર અમને વાયરલ વીડિયો મળ્યો, જેને 29 એપ્રિલ 2022ના રોજ શેર કરવામાં આવ્યો હતો.
યોગરાજ સિંહે 14 માર્ચ 2022ના રોજ વાયરલ વીડિયોને તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વીડિયોને શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે, “જિંદગી જ્યાદા મજેદાર હૈ, અગર આપ ગેમ ખેલતે હૈ. ક્રિકેટ મેરા જુનૂન હૈ. આપકા પ્રિય ખેલ ક્યાં હૈ?”
યોગરાજ સિંહના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 13 માર્ચ 2023ના રોજ એકવાર ફરી વાયરલ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. વીડિયોને શેર કરતાં કેપ્શનમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે, ક્રિકેટ મેરી શાન હૈ, ક્રિકેટ મેરા જૂનૂન હૈ – યોગરાજ સિંહ. ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે તમામ શાળાઓ, કોલેજોને આ મિશનમાં સામેલ થવા માટે આમંત્રિત કરી રહ્યો છું.
તપાસ દરમિયાન અમને વાયરલ વીડિયો સાથે સંબંધિત એક પોસ્ટ યોગરાજના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર 11 માર્ચ 2022ના રોજ પોસ્ટ થયેલ મળી. પોસ્ટમાં ઘણી તસવીરોને શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં યોગરાજ સિંહને તે જ કપડાંમાં જોઈ શકાય છે, જેવા કે વાયરલ વીડિયોમાં પહેર્યા છે.
વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા દૈનિક જાગરણના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠી સાથે સંપર્ક કર્યો. તેમણે વાયરલ દાવાને ખોટો જણાવતા કહ્યું, “વીડિયોમાં દેખાઈ રહેલ વ્યક્તિ PM મોદી નથી, યોગરાજ સિંહ છે. યોગરાજ સિંહને ક્રિકેટ રમવું ખૂબ ગમે છે. તેઓ ક્રિકેટ રમતા રહે છે અને તેમના વીડિયો શેર કરતા રહે છે. આ વીડિયો પણ તેમાંથી જ એક છે.”
વાયરલ વીડિયોમાં નીચે ક્રિકેટ ટીમની જેમ કપડા પહેરેલ PM મોદીની એક તસવીર લાગેલી છે. આ તસવીર એડિટેડ છે, PM મોદીએ ક્રિકેટરો જેવા કપડા પહેર્યા ન હતા. વાયરલ તસવીરને એડિટ કરીને તૈયાર કરવામાં આવી છે. વિશ્વાસ ન્યૂઝે આ તસવીરનું ફેક્ટ-ચેક ઉર્દૂ ભાષામાં કર્યું છે, જેને તમે અહીં પર વાંચી શકો છો.
તપાસના અંતે અમે નકલી દાવાની સાથે વીડિયો શેર કરનાર યુઝરની તપાસ કરી. ફેસબુક પર યુઝરને 5 લોકો ફોલો કરે છે. પ્રોફાઇલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, યુઝર હરિયાણાનો રહેવાસી છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ વીડિયોમાં ક્રિકેટ રમતા જોવા મળી રહેલા વ્યક્તિ ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ છે, જેમના વીડિયોને હવે PM મોદી સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે. આ દાવો પહેલા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે. તે સમયે પણ અમે તેની તપાસ કરીને સત્ય સામે રાખ્યું હતું.
- Claim Review : ક્રિકેટ રમતા પીએમ મોદીનો વીડિયો
- Claimed By : ફેસબુક યુઝર રુક્કૂ વાઈએલસીએલ
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.