Fact Check: મમતા બેનર્જીની 2019ની તસવીર, લોકસભા ચૂંટણી 2024 સાથે જોડીને ભ્રામક દાવા સાથે વાયરલ
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ કરવામાં આવી રહેલી તસવીર ઓગસ્ટ 2019ની છે. આ તસવીર તે સમયની છે, જ્યારે મમતા બેનર્જી પ્રવાસ માટે પશ્ચિમ બંગાળના દીઘા શહેરના દત્તાપુર ગામમાં પહોંચ્યા હતા.
- By: Umam Noor
- Published: May 2, 2024 at 05:16 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તેમને એક ચાની દુકાન પર જોઈ શકાય છે. તસવીરને વર્તમાનમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી સાથે જોડીને યુઝર્સ શેર કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે આ ફોટો આ જ ચૂંટણીનો છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ કરવામાં આવી રહેલી તસવીર ઓગસ્ટ 2019ની છે. આ તસવીર તે સમયની છે, જ્યારે મમતા બેનર્જી પ્રવાસ માટે પશ્ચિમ બંગાળના દીઘા શહેરના દત્તાપુર ગામમાં પહોંચ્યા હતા.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝરે વાયરલ પોસ્ટને શેર કરતા લખ્યું, ”ओब होम भी पोरधानमौत्री बोन के मानेगा…होमको भी चाय बोनाना आता होय…। हम्बा, हम्बा जुम्बा जुम्बा।”
પોસ્ટમાં આપવામાં આવેલ કેપ્શનને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે, આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.
તપાસ
અમારી તપાસને શરૂ કરતા સૌથી પહેલા અમે ગૂગલ લેન્સ દ્વારા વાયરલ તસવીરને સર્ચ કરી. સર્ચમાં અમને આ ફોટો 22 ઓગસ્ટ 2019ના રોજ ઈન્ડિયન એક્સપ્રેસની વેબસાઈટ પર પ્રકાશિત સમાચારમાં મળ્યો. અહીં આપવામાં આવેલી માહિતી અનુસાર, “પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યના દિઘાની મુલાકાતે છે. પ્રવાસ દરમિયાન તેઓ બુધવારે એક ચાની કિટલી પર રોકાયા અને ત્યાંના લોકો માટે ચા બનાવી અને તેમને પીવડાવી.”
ઈન્ડિયન એક્સપ્રેસે આ ઘટનાનો વીડિયો પણ પોતાના એક્સ હેન્ડલ પર 22 ઓગસ્ટ 2019ના રોજ શેર કર્યો છે. અહીં પણ આપવામાં આવેલી માહિતી અનુસાર, આ પશ્ચિમ બંગાળના દિઘા શહેરનો છે.
એનડીટીવીની વેબસાઈટ પર પણ આ સમાચાર મળ્યા. મળતી માહિતી મુજબ, ‘પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારે રાજ્યના દરિયાકાંઠાના શહેર દિઘાની મુલાકાત દરમિયાન એક ગામડાની દુકાન પર ચા બનાવતા જોવા મળ્યા. પોતાની રાજકીય વ્યસ્તતાઓમાંથી વિરામ લેતા, બેનર્જી દિઘાના દત્તપુર ગામમાં એક ચાના સ્ટોલ પર રોકાયા, જ્યાં તેમણે તેમના સહયોગી માટે ચા બનાવી અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી.’
વાયરલ વીડિયો સંબંધિત પુષ્ટિ માટે અમે પશ્ચિમ બંગાળની ન્યૂઝ વેબસાઈટ ‘ન્યૂઝ સેન્સ’ના એડિટર જોયદીપ દાસ ગુપ્તા સાથે સંપર્ક કર્યો અને વાયરલ પોસ્ટ તેમની સાથે શેર કરી. તેમણે અમને પુષ્ટિ કરતા જણાવ્યું કે આ તસવીર જૂની છે અને આ તસવીરને કોઈ ચૂંટણી પ્રચાર સાથે લેવાદેવા નથી.
ભ્રામક પોસ્ટને શેર કરનાર ફેસબુક યુઝરના સોશિયલ સ્કેનિંગમાં અમને જાણવા મળ્યું કે યુઝરને સાડા ચાર હજારથી વધુ લોકો ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ કરવામાં આવી રહેલી તસવીર ઓગસ્ટ 2019ની છે. આ તસવીર તે સમયની છે, જ્યારે મમતા બેનર્જી પ્રવાસ માટે પશ્ચિમ બંગાળના દીઘા શહેરના દત્તાપુર ગામમાં પહોંચ્યા હતા.
- Claim Review : ચા બનાવતા મમતા બેનર્જીની તાજેતરની તસવીર
- Claimed By : ફેસબુક યુઝર- સમર્થ મિત્તલ
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.