Fact Check: 2 વર્ષ પહેલાં મહારાષ્ટ્રના હિંગોલીમાં મોંઘવારી વિરુદ્ધ કાઢવામાં આવેલી રેલીના વીડિયોને ખોટા દાવા સાથે કરાઈ રહ્યો છે વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર પ્રદર્શનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક લોકોને પીએમ મોદી અને મોંઘવારી વિરુદ્ધ નારા લગાવતા જોઈ શકાય છે. વીડિયોને તાજેતરનો ગણાવતા ઘણા યુઝર્સ તેને કર્ણાટક ચૂંટણી સાથે પણ જોડી રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનો દાવો છે કે કર્ણાટક ચૂંટણી પહેલા હિન્દુ સંગઠનોએ ત્યાં મોદી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે. જ્યારે ઘણા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે બીજેપીના કાર્યકરો તેમની જ પાર્ટી વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વીડિયો તાજેતરનો નથી, પરંતુ વર્ષ 2021માં શિવસેના દ્વારા કરવામાં આવેલા એક પ્રદર્શનનો છે. વર્ષ 2021માં શિવસેનાએ મહારાષ્ટ્રના હિંગોલીમાં મોંઘવારી સામે રેલી કાઢી હતી. આ વીડિયો તે સમયનો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ટ્વિટર યુઝર પ્રલાદે 21 માર્ચ 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા લખ્યું છે, “એવું લાગે છે કે હિન્દુઓ હવે ખરેખર જાગી ગયા છે.”

ફેસબુક યુઝર Chetan Zinzuwadiaએ 22 માર્ચ 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, “સસ્તો દારુ, મોંઘુ તેલ વાહ રે મોદી તારો ખેલ, આ કેસરિયા ભાજપના લોકો આવા નારા કેમ લગાવવા લાગ્યા છે? આ દેશનું અપમાન છે! મોંઘવારી તો ગાંધી અને નેહરુની જવાબદારી છે.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં પર જોઈ શકાય છે.

તપાસ

વાયરલ વીડિયોની તપાસ માટે સૌથી પહેલા ઈનવિડ ટૂલની મદદથી કેટલાક ગ્રેબ કાઢ્યા. પછી તેને ગૂગલ લેન્સ ટૂલની મદદથી સર્ચ કર્યા. આ દરમિયાન અમને વાયરલ વીડિયો સાથે સંબંધિત રિર્પોટ મરાઠી દૈનિક સાકાલની વેબસાઈટ પર મળ્યો. રિર્પોટને 5 ફેબ્રુઆરી 2021ના ​​રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિર્પોટ અનુસાર, શિવસેનાએ વધતી મોંઘવારીને લઈને સરકાર વિરુદ્ધ રેલી કાઢી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

પ્રાપ્ત માહિતીના આધારે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને વાયરલ વીડિયો લોકપ્રધાન ન્યૂઝ ચેનલ પર મળ્યો. વીડિયોને 5 ફેબ્રુઆરી 2021ના રોજ શેર કરવામાં આવ્યો છે. આપવામાં આવેલી માહિતી મુજબ, મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં શિવસેનાએ પેટ્રોલ-ડીઝવના ભાવ વધારાના વિરોધમાં બળદગાડા પર રેલી કાઢી પ્રદર્શન કર્યું હતું. શિવસેનાના ધારાસભ્ય સંતોષ બાંગરે કથિત રીતે આ રેલીનું નેતૃત્વ કર્યું હતું, જે પાર્ટી કાર્યાલયથી શરૂ થઈ હતી અને હિંગોલીના ઈન્દિરા ગાંધી ચોક થઈને નીકળી હતી.

અન્ય ન્યૂઝ રિર્પોટને અહીં જોઈ શકાય છે .

વધુ વિગતો માટે અમે શિવસેના UBTના પ્રવક્તા મંગત રામ સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે, વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહ્યો દાવો ખોટો છે. આ વીડિયો લગભગ બે વર્ષ જૂનો છે અને શિવસેનાના ધારાસભ્ય સંતોષ બાંગરના નેતૃત્વમાં કરવામાં આવેલ એક પ્રદર્શનનો છે. આ પ્રદર્શન મહારાષ્ટ્રના હિંગોલીમાં કરવામાં આવ્યું હતું.

તપાસના અંતમાં અમે વાયરલ વીડિયોને શેર કરનાર ટ્વિટર યુઝરની પ્રોફાઇલને સ્કેન કરી. યુઝર એપ્રિલ 2013થી ટ્વિટર પર એક્ટિવ છે અને એક વિચારધારાથી પ્રભાવિત છે. યુઝરને ટ્વિટર પર કુલ 1,731 લોકો ફોલો કરે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વીડિયો તાજેતરનો નથી, પરંતુ વર્ષ 2021માં શિવસેના દ્વારા કરવામાં આવેલા એક પ્રદર્શનનો છે. વર્ષ 2021માં શિવસેનાએ મહારાષ્ટ્રના હિંગોલીમાં મોંઘવારી સામે રેલી કાઢી હતી. આ વીડિયો તે સમયનો છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ