Fact Check: કોંગ્રેસના દિવંગત નેતા વિદ્યા પટેલનો જૂનો વીડિયો ભ્રામક દાવાની સાથે વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વિદ્યા પટેલના વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. વાયરલ વીડિયો તાજેતરનો નહીં, પરંતુ વર્ષ 2018નો છે. જ્યારે તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. વર્ષ 2023માં વિદ્યા પટેલનું હાર્ટ એટેકથી અવસાન થઈ ગયું હતું. વીડિયોને ભ્રામક દાવાની સાથે લોકસભા ચૂંટણી 2024 સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર ભાજપ પર નિશાન સાધતા એક મહિલાના વીડિયોને લોકસભા ચૂંટણી 2024 સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા વિદ્યા પટેલે તાજેતરમાં જ ભાજપની સત્યતા જણાવી છે. વીડિયોમાં તેમને કહેતા જોઈ શકાય છે કે ભાજપમાં ટિકિટ ખરીદવી પડે છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વિદ્યા પટેલના વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. વાયરલ વીડિયો તાજેતરનો નહીં, પરંતુ વર્ષ 2018નો છે. જ્યારે તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. વર્ષ 2023માં વિદ્યા પટેલનું હાર્ટ એટેકથી અવસાન થઈ ગયું હતું. વીડિયોને ભ્રામક દાવાની સાથે લોકસભા ચૂંટણી 2024 સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘દિલીપ જયસ્વાલે’એ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, “ભાજપમાં ટિકિટ જોઈએ તો પૈસા આપો અથવા પત્ની** ભાજપના પૂર્વ નેતા, વિદ્યા પટેલે જણાવી ભાજપની અંદરની વાત.”

પોસ્ટની આર્કાઈવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું. વાયરલ વીડિયો (આર્કાઇવ લિંક)  અમને  SR Timeની યુટ્યૂબ ચેનલ પર 18 નવેમ્બર 2018ના રોજ અપલોડ થયેલો મળ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, ”ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા જિલ્લા પંચાયત સભ્ય વિદ્યા પટેલનો ભાજપ પર સનસનાટીભર્યો આરોપ- ભાજપ મહિલાઓ અને સંપત્તિની પાર્ટી છે.”

તપાસ દરમિયાન અમને પત્રિકાની વેબસાઈટ પર 18 નવેમ્બર 2018ના રોજ પ્રકાશિત કરાયેલો એક રિર્પોટ મળ્યો. રિપોર્ટ અનુસાર, વિદ્યા પટેલ મધ્યપ્રદેશના કટની જિલ્લાથી જિલ્લા પંચાયત સભ્ય હતા. તેઓ ટિકિટ ન મળતા નારાજ થઈને એક ડઝનથી વધુ કાર્યકરોની સાથે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. આ પછી તેમણે ભાજપને લઈને આ નિવેદન આપ્યું હતું.

અમને વાયરલ વીડિયો કોંગ્રેસના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર પણ અપલોડ મળ્યો. વીડિયો (આર્કાઇવ લિંક)ને 18 નવેમ્બર 2018ના રોજ શેર કરવામાં આવ્યો હતો.

રાજ એક્સપ્રેસ પર 23 જૂન, 2023ના રોજ પ્રકાશિત થયેલા એક રિર્પોટ (આર્કાઇવ લિંક) મુજબ, વિદ્યા પટેલનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. કોંગ્રેસે પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

વધુ જાણકારી માટે અમે નવી દુનિયા મધ્યપ્રદેશ કટનીના રિપોર્ટર મુકેશ તિવારી સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ભ્રામક છે. આ વીડિયો ઘણો જૂનો છે અને તેને તાજેતરની ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. તેમનું નામ વિદ્યા પટેલ છે. કટની જિલ્લાના જિલ્લા પંચાયત સભ્ય હતા. આ વીડિયો લગભગ 6 વર્ષ જૂનો છે. જ્યારે તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. એક વર્ષ પહેલા તેમનું હાર્ટ અટેકથી અવસાન થઈ ગયું છે.

અંતે અમે વીડિયોને ભ્રામક દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારા સાથે જોડાયેલી પોસ્ટને શેર કરે છે. યુઝરે પ્રોફાઇલ પર પોતાને ગોરખપુરનો રહેવાસી ગણાવ્યો છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વિદ્યા પટેલના વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. વાયરલ વીડિયો તાજેતરનો નહીં, પરંતુ વર્ષ 2018નો છે. જ્યારે તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. વર્ષ 2023માં વિદ્યા પટેલનું હાર્ટ એટેકથી અવસાન થઈ ગયું હતું. વીડિયોને ભ્રામક દાવાની સાથે લોકસભા ચૂંટણી 2024 સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ