ફેક્ટ ચેક: આપના નેતા ઘરેથી નોટો મળી આવી હોવાના ભ્રામક દાવા સાથે વીડિયો વાયરલ, આ વીડિયો ગુજરાત નથી
- By: Abhishek Parashar
- Published: Nov 10, 2022 at 11:42 AM
- Updated: Jul 7, 2023 at 05:04 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે તમામ પાર્ટીઓ પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગઈ છે. તો સાથે સાથે ડિજિટલ જમાનામાં સોશિયલ મીડિયા પણ એક પ્રચારનું માધ્યમ બન્યું છે. તો સોશિયલ મીડિયા પર ઘણી વખત ખોટા અને ભ્રામક દાવા સાથે પણ ફોટો અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં મોટી માત્રામાં ચલણી નોટો ઝડપાતી જોઈ શકાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતના સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાના ઘરે દરોડામાં આટલી મોટી રકમની ચલણી નોટો મળી આવી છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો હોવાનું બહાર આવ્યું છે. વાયરલ થઈ રહેલો વીડિયોને ગુજરાત સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર સમયાંતરે અલગ-અલગ દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા આ વીડિયોને પ્રતિબંધિત સંગઠન PFI પરના દરોડા સાથે જોડીને વાયરલ થયો હતો. વાસ્તવમાં આ વીડિયો કોલકાતામાં એક બિઝનેસમેનના ઘર પર EDના દરોડાનો છે.
શું છે વાયરલ પોસ્ટમાં ?
વીડિયો શેર કરતા (આર્કાઇવ લિંક) ફેસબુક યુઝર ‘શર્મા પારુલ’એ લખ્યું છે કે, દેશની સૌથી પ્રામાણિક પાર્ટી, આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતા, ગુજરાતના સુરતમાં શેખર અગ્રવાલના ઘરે દરોડા પડ્યા છે. આ રકમ જોઈને તમને તેમની ઈમાનદારી અને ચૂંટણી માટેની તૈયારીનો અંદાજ આવી જશે.
અન્ય કેટલાક યુઝર્સ પણ આ વીડિયોને સમાન દાવા સાથે શેર કરી રહ્યા છે.
તપાસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર રાજકીય પક્ષો અને તેમના નેતાઓ વિરુદ્ધ દુષ્પ્રચાર તેજ થઈ ગયો છે. ત્યારે આ વાયરલ થઈ રહેલા વીડિયોની વિશ્વાસ ન્યૂઝે બે અલગ-અલગ પ્રસંગોએ તપાસ કરી છે. જ્યારે તે બે અલગ-અલગ સંદર્ભમાં ખોટા દાવા સાથે વાયરલ થયો હતો.
હાલમાં જ કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર પ્રતિબંધની જાહેરાત કરી છે અને સરકારના આ નિર્ણય બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને કહેવામાં આવ્યું છે કે આ PFIની કેરળ ઓફિસમાંથી જપ્ત કરાયેલી નોટોનો વીડિયો છે.
વિશ્વાસ ન્યૂઝે તેની તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો કોલકાતા સ્થિત એક બિઝનેસમેનના ઘર પર EDના દરોડાનો છે. જ્યાં લગભગ 17 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ ડિજિટલે 11 સપ્ટેમ્બરે તેની વેરિફાઈડ પ્રોફાઈલ પરથી આ દરોડાનો વીડિયો ટ્વીટ કર્યો હતો.
વાયરલ દાવાની તપાસ કરતો વિશ્વાસ ન્યૂઝનો વિગતવાર ફેક્ટ ચેક અહેવાલ અહીં વાંચી શકો છો.
અગાઉ પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભ્રામક દાવા સાથે વાયરલ થયો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાતના સુરતમાં કાપડના વેપારી શેખર અગ્રવાલના ઘરે EDના દરોડામાં મોટી માત્રામાં ચલણી નોટો મળી આવી છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કાપડ વેપારી શેખર અગ્રવાલ અગાઉ કોંગ્રેસમાં હતા જે હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
સપ્ટેમ્બરમાં વાયરલ થયેલા આ દાવાની ફેક્ટ ચેક રિપોર્ટ અહીં વાંચી શકો છો. અમે વાયરલ વીડિયો અંગે ગુજરાતના સ્થાનિક Khabarchi.com ના એડિટર વીરંગ ભટ્ટનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે વાયરલ વીડિયો ગુજરાતનો નથી અને ગુજરાત સાથે આ વીડિયોને કોઈ લેવાદેવા નથી.
આ પહેલા પણ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. જે અમારી તપાસમાં ખોટા સાબિત થયા હતા. આ દાવાઓની તપાસ અંગેનો ફેક્ટ ચેક અહેવાલ અહીં જોઈ શકો છો.
ગુજરાત વિધાનસભા ચૂંટણી સંબંધિત ફેક ન્યૂઝ અને ખોટી માહિતીના અન્ય ફેક્ટ ચેક રિપોર્ટ અહીં ક્લિક કરીને વાંચી શકો છો.
નકલી દાવા સાથે વાયરલ વીડિયો શેર કરનાર યુઝરને ફેસબુક પર લગભગ 5,654 લોકો ફોલો કરે છે અને આ પ્રોફાઇલ એક ખાસ વિચારધારાથી પ્રેરિત છે.
નિષ્કર્ષ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાના ઘર પર દરોડામાં નોટો પકડાઈ હોવાના દાવા સાથે શેર કરવામાં આવી રહેલો આ વીડિયો ગુજરાત નથી. તેને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ ગેમિંગ એપ્લિકેશનની તપાસના સંદર્ભમાં કોલકાતાના એક વેપારીના ઘર પર EDના દરોડામાં જે નાણાં મળી આવ્યા હતા તેનો વીડિયો છે. તેને ગુજરાત સાથે કોઈ લેવાદેવા નથી.
- Claim Review : ગુજરાતના સુરતમાં દેશની સૌથી ઈમાનદાર પાર્ટી આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતા શેખર અગ્રવાલના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.
- Claimed By : શર્મા પારુલ
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.