Fact Check: ખડગેએ નથી કરી કોંગ્રેસના ‘ખતમ’ થવાની વાત, વાયરલ વીડિયો FAKE
કોંગ્રેસના ‘ખતમ’ થઈ જવાના દાવાની સાથે વાયરલ થઈ રહેલો મલ્લિકાર્જુન ખડગેનો વાયરલ વીડિયો ફેક અને ઓલ્ટર્ડ છે. ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા આ વાત કહી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસનો પાયો અમદાવાદમાં ખૂબ જ મજબૂત છે અને તેને કોઈ ખતમ કરી શકશે નહીં.
- By: Abhishek Parashar
- Published: May 28, 2024 at 12:03 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)લોકસભા ચૂંટણી 2024 માટે પાંચ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે અને છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થવાનું છે. આ સંદર્ભમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે કથિત રીતે કોંગ્રેસના ખતમ થવાની વાતને જાહેરમાં સ્વીકારી લીધી છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. વાયરલ થઈ રહેલી વીડિયો ક્લિપ એડિટેડ અને ઓલ્ટર્ડ છે. ઓરિજનલ વીડિયોમાં ખડગેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે અમુક લોકોને લાગે છે કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ અને તે ક્યાંય જોવા નહીં મળે. ખડગેએ આ વાત અમદાવાદની એક રેલીને સંબોધતા કહી હતી. તેમણે કહ્યું હતું કે, અમદાવાદમાં કોંગ્રેસ પાર્ટીનો પાયો ખૂબ જ મજબૂત છે અને કોઈ પણ કોંગ્રેસને ખતમ કરવાની હિંમત નહીં કરી શકે.
શું થઈ રહ્યું છે વાયરલ
સોશિયલ મીડિયા યુઝર ‘sarcasm__express’ એ વાયરલ વીડિયો ક્લિપ (આર્કાઇવ લિંક)ને શેર કરી છે, જેમાં મલ્લિકાર્જુન ખડગેને એવું કહેતા સાંભળી શકાય છે કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, કોંગ્રેસ મરી ગઈ છે અને હવે તમને કોંગ્રેસ ક્યાંય દેખાશે નહીં.
સોશિયલ મીડિયા પર વાયરલ ઓલ્ટર્ડ વીડિયો ક્લિપનો સ્ક્રીનશૉટ
તપાસ
વાયરલ વીડિયો ક્લિપ થોડીક સેકન્ડની છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને એવું કહેતા સાંભળી શકાય છે કે, “…કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે…કોંગ્રેસ મરી ગઈ અને હવે તમને કોંગ્રેસ ક્યાંય દેખાશે નહીં.”
તે સ્પષ્ટ છે કે આ વીડિયો એડિટેડ ક્લિપ છે, જેને તેના સંદર્ભથી અલગ કરીને શેર કરવામાં આવી રહી છે અને અસલી ક્લિપને સાંભળ્યા વગર તેના સંદર્ભને સમજી શકાશે નહીં.
ઈન-વિડ ટૂલની મદદથી અમે વાયરલ વીડિયોની કી-ફેમ્સ કાઢી અને તેને રિવર્સ ઈમેજ સર્ચ કરવા પર અમને ‘ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ’ની ઑફિશિયલ YouTube ચૅનલ પર બે અઠવાડિયા પહેલાં અપલોડ કરાયેલો એક વીડિયો મળ્યો, જે અમદાવાદમાં મલ્લિકાર્જુન ખડગેના જાહેર સંબોધન છે.
ગૂગલ પિન પોઈન્ટ ટૂલની મદદથી અમે આ સ્પીચના ઓડિયોને ટેક્સ્ટમાં કન્વર્ટ કર્યો અને તે ભાગ મેળવ્યો જે વાયરલ ક્લિપનો સંદર્ભ સ્પષ્ટ કરે છે. જ્યારે 12.03 મિનિટની ફ્રેમમાંથી સાંભળવામાં આવે ત્યારે વાયરલ ક્લિપનો સંદર્ભ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જાય છે.
ખડગે કહે છે, ”અમદાવાદ, એક એવું પ્રખ્યાત શહેર છે. અહીં આ ધરતી પર મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ જી, દાદા ભાઈ નૌરોજી અને બીજા ઘણા મહાન નેતાઓ મોટા થયા અને તેમણે ગુજરાતને મહાન બનાવ્યું. ગાંધીજી અને સરદાર પટેલ અને ભોલાભાઈ દેસાઈ, વિઠ્ઠલભાઈ પટેલ, આપણી લોકસભાના સ્પીકર માલવંકર જી અને તમામ મહાન નેતાઓએ દેશનું નિર્માણ કર્યું અને આમાં આપણી કોંગ્રેસ પાર્ટીના ત્રણ અધ્યક્ષ સરદાર પટેલ, મહાત્મા ગાંધીજી અને યુ.એન. ઢેબર બન્યા… આ બધા લોકો પાર્ટીના અધ્યક્ષ પદે આવ્યા અને પાર્ટીને મજબૂત બનાવી.”
આ પછી તેઓ કહે છે, ”તો હું કહેવા માંગુ છું કે આ જે કોંગ્રેસ પાર્ટીનો પાયો છે. તે પાયો અમદાવાદ શહેરમાં ખૂબ જ મજબૂત છે, તેને કોઈ હટાવી શકતું નથી અને કોઈ એવું કહેવાની હિંમત કરી શકતું નથી કે અમે કોંગ્રેસને ખતમ કરીશું. કેટલાક લોકો એવી વાતો કરે છે કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, કોંગ્રેસ મરી ગઈ છે અને હવે તમને કોંગ્રેસ ક્યાંય દેખાશે નહીં. અહીંના નેતાઓ વાત કરે છે…હું તેમને એટલું જ પૂછું છું. આ અમદાવાદ મહાત્મા ગાંધીજીનું પવિત્ર સ્થાન છે, પરંતુ નવાઈની વાત એ છે કે આ ધરતીમાં જ આવી વિચારધારા ધરાવતા લોકો પેદા થઈ ગયા છે, જેઓ ગાંધીજીની વિચારધારાને ખતમ કરવાનું વિચારી રહ્યા છે.”
એટલે કે ખડગે એ લોકો પર નિશાન સાધતા આ વાત કહી રહ્યા હતા કે જેઓ કોંગ્રેસના ખતમ થવાની વાત કરે છે. ભાષણના આગળના ભાગમાં, તેઓ વડાપ્રધાનનો ઉલ્લેખ કરે છે અને કહે છે કે તેઓ બધાને સાથે લઈને ચાલવાનું કામ નહીં કરે, (કારણ કે) તેમનું કામ દરરોજ “કોંગ્રેસને ગાળો આપવાનું” છે.
અમારી તપાસમાં સ્પષ્ટ થયું કે મલ્લિકાર્જુન ખડગેની વાયરલ થઈ રહેલી આ ક્લિપ ઓલ્ટર્ડ અને ફેક છે. વાયરલ વીડિયો ક્લિપને લઈને અમે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અભિમન્યુ ત્યાગી સાથે સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું, “આ નિમ્ન સ્તરનું એડિટિંગ છે અને કોઈ પણ તેને સાંભળીને કહી શકે છે કે ખડગેજીએ આવું નહીં કહ્યું હોય.” ત્યાગીએ કહ્યું, “આ ચૂંટણીમાં ગભરાટનું પરિણામ છે જેના કારણે તેઓ આ પ્રકારનો પ્રચાર કરી રહ્યા છે કારણ કે તેમની પાસે કોઈ મુદ્દા નથી.”
નોંધનીય છે કે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો (આર્કાઇવ લિંક) પર ત્રીજા તબક્કા હેઠળ 7 મેના રોજ મતદાન થયું છે.
ચૂંટણી પંચની જાહેરાત (આર્કાઇવ લિંક) અનુસાર, લોકસભા ચૂંટણી અંતર્ગત અત્યાર સુધીમાં પાંચ તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે અને છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ યોજાશે, જેમાં સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 57 બેઠકો પર મતદાન થશે.
निष्कर्ष: કોંગ્રેસના ‘ખતમ’ થઈ જવાના દાવાની સાથે વાયરલ થઈ રહેલો મલ્લિકાર્જુન ખડગેનો વાયરલ વીડિયો ફેક અને ઓલ્ટર્ડ છે. ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા આ વાત કહી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસનો પાયો અમદાવાદમાં ખૂબ જ મજબૂત છે અને તેને કોઈ ખતમ કરી શકશે નહીં.
- Claim Review : મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કોંગ્રેસ ખતમ થઈ ગઈ.
- Claimed By : FB User-sarcasm__express
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.