Fact Check: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીની જયંતી પર જિયો નથી આપી રહ્યું ફ્રી રીચાર્જ, વાયરલ દાવો છે ફેક
જિયોના નામે વાયરલ થયેલો મેસેજ ફેક નીકળ્યો. જિયો અને ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિના નામે જે લિંક શેર કરવામાં આવી રહી છે તે એક ફિશિંગ લિંક છે. યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરો.
- By: Jyoti Kumari
- Published: Nov 1, 2023 at 12:22 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર ઘણીવાર ટેલિકોમ કંપનીઓના નામે ફ્રી રિચાર્જ સાથે સંબંધિત ફેક લિંક વાયરલ થતી રહે છે. હવે આને લગતી એક પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીની જયંતી પર તમામ જિયો સિમ યુઝર્સને રૂ.749નું રિચાર્જ ફ્રી આપવામાં આવી રહ્યું છે. પોસ્ટમાં એક લિંક પણ આપવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે ઓફર ફક્ત 31 ડિસેમ્બર 2023 સુધી જ છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિના નામે વાયરલ થઈ રહેલી આ પોસ્ટ ફેક છે. આ પ્રકારની લિંક યુઝર્સને લાલચ આપીને તેમની માહિતી મેળવવા માટે અને છેતરપિંડી કરવાના હેતુથી બનાવવામાં આવે છે. તમારે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરવું જોઈએ. જિયો ફ્રી રિચાર્જ જેવી કોઈ ઑફર નથી આપી રહ્યું.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર ‘પૂજા કુમારી’એ પોસ્ટ શેર કરી, જેના પર લખ્યું છે કે- “Jio *ધમાકા* ઓફર- લૂટ લૂટ લૂટ * * જિયોનું એલાન “ધીરુભાઈ અંબાણી” જન્મ જયંતિ પર *”મુકેશ અંબાણીજી” તમામ જિયો યુઝર્સને *₹749* સુધીનું ફ્રી રિચાર્જ આપી રહ્યા છે,* મને ફ્રી રિચાર્જ મળ્યું છે, તમે પણ કરી શકો છો. *નોંધ:-* નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તમારું ફ્રી રિચાર્જ મેળવો.
મહેરબાની કરીને ધ્યાન આપોઃ જો તમારી પાસે જિયોનું સિમ નથી, તો તમે કોઈ મિત્ર અથવા ઘરના કોઈ સભ્યના જિયો સિમને રિચાર્જ કરી શકો છો. આ ઓફર માત્ર 31 ડિસેમ્બર 2023 સુધી જ છે.
વાયરલ પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
તપાસ
અમે અમારી તપાસ શરૂ કર્યા બાદ સૌથી પહેલા પોસ્ટની સાથે શેર કરવામાં આવી રહેલી લિંકને ચેક કરી. લિંક પર બ્લોગ લખેલું છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે આ જિયો કંપની તરફથી કરવામાં આવેલી લિંક નથી. તપાસમાં આગળ અમે જિયોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને વેબસાઇટ પર સર્ચ કર્યું. અહીં પણ અમને વાયરલ દાવા સાથે સંબંધિત કોઈ પોસ્ટ ન મળી. જો જિયો આવી કોઈ ઑફર આપી રહ્યું હોત તો તેણે ચોક્કસપણે તેની માહિતી તેના વેરિફાઈડ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરી હોત.
ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ 28 ડિસેમ્બરે છે, જ્યારે વાયરલ પોસ્ટ ઓક્ટોબર 2023માં શેર કરવામાં આવી છે. તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે વાયરલ પોસ્ટ જિયો અને ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિના નામે શેર કરવામાં આવી રહી છે. વાંચકોને એવી કોઈપણ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપવામાં આવે છે.
સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલનું કહેવું છે કે, સાયબર ઠગો છેતરપિંડી કરવા માટે નવા-નવા રસ્તાઓ શોધી રહ્યા છે. તેઓ લોકોને ઑફર્સની લાલચ આપે છે અને તેમનો ખાનગી ડેટા ચોરી લે છે. આપણે આટલી ઉતાવળમાં કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું જોઈએ. આપણી સલામતી આપણા હાથમાં છે.
દિલ્હી પોલીસના સાયબર એડવાઈઝર કિસલય ચૌધરીનું કહેવું છે કે આવી લિંક પર ક્લિક કરવાથી ફ્રોડ થઈ શકે છે. યુઝરનો ડેટા પણ ચોરાઈ શકે છે.
આખરે અમે ફેક પોસ્ટ કરનાર ફેસબુક યુઝરની તપાસ કરી. પ્રોફાઈલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ફેસબુક પર યુઝરના 103 ફ્રેન્ડ્સ છે.
निष्कर्ष: જિયોના નામે વાયરલ થયેલો મેસેજ ફેક નીકળ્યો. જિયો અને ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિના નામે જે લિંક શેર કરવામાં આવી રહી છે તે એક ફિશિંગ લિંક છે. યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરો.
- Claim Review : ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ પર તમામ જિયો સિમ યુઝર્સને રૂ749નું રિચાર્જ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે.
- Claimed By : ફેસબુક યુઝર - પૂજા કુમારી
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.