Fact Check : ઈન્દિરા ગાંધીની તસવીર ફરી એકવાર ખોટા સાંપ્રદાયિક દાવાની સાથે વાયરલ
વિશ્વાસ ન્યૂઝને જાણવા મળ્યું કે ઇન્દિરા ગાંધીની જૂની તસવીરને ખોટા સાંપ્રદાયિક દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.
- By: Ashish Maharishi
- Published: May 13, 2024 at 11:12 AM
- Updated: May 13, 2024 at 11:37 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) દેશમાં લોકસભાની ચૂંટણીની વચ્ચે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તેમની સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પણ જોઈ શકાય છે.
સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ અને વોટ્સએપ પર આ તસવીરને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈન્દિરા ગાંધીએ બુરખો અને હિજાબ પહેર્યો હતો. આ સિવાય રાહુલ ગાંધીએ ટોપી પહેરેલી છે.
વિશ્વાસ ન્યૂઝે એકવાર પહેલા પણ આ તસવીરની તપાસ કરી હતી. જાણવા મળ્યું કે ઇન્દિરા ગાંધીની જૂની તસવીરને ખોટા સાંપ્રદાયિક દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે. અસલી તસવીરની સાથે છેડછાડ કરીને વાયરલ કરવામાં આવી રહી છે. તસવીરમાં ઈન્દિરા ગાંધીએ તેમના સાડીના પલ્લુથી માથું ઢાંકેલું હતું. આ સિવાય સાડીની ઉપર એક જેકેટ પહેર્યું હતું.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર અરુણ કુમાર ગિરીએ 30 એપ્રિલે એક તસવીરને પોસ્ટ કરતા દાવો કર્યો, “આ જુઓ ઈન્દિરા ખાન બુરખા અને હિજાબમાં, રાહુલ ખાન ટોપીમાં. શું આ લોકોએ હિન્દુઓને અને દેશને મૂર્ખ નથી બનાવ્યા? જાગો હિંદુ જાગો.”
તસવીરની ઉપર અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે: Indira Khan in Burkha & Hujab. Rahul Khan wearing Cap. They made fools out of entire Hindus.
ફેસબુક પોસ્ટની કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ તસવીર વિશે માહિતી એકત્ર કરવા માટે સૌથી પહેલા ગૂગલ લેન્સ ટૂલનો ઉપયોગ કર્યો. આ ટૂલ દ્વારા સર્ચ કરતા અમને અસલી તસવીર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર ઉપલબ્ધ એક ફોટો ગેલેરીમાં મળી. તેને 17 નવેમ્બર 2009ના રોજ અપલોડ કરવામાં આવી હતી. તેમાં ઈન્દિરા ગાંધી સાથે જોડાયેલ કુલ 48 તસવીરો અપલોડ કરવામાં આવી હતી. તેમાંથી 31 નંબરની તસવીર તે જ હતી, જેને એડિટ કરીને વાયરલ કરવામાં આવી.
ફોટોના કેપ્શનમાં માહિતી આપવામાં આવી છે કે આ તસવીર એક પારિવારિક કાર્યક્રમ સાથે જોડાયેલી છે. આ તસવીર પર બેનેટ કોલમેન એન્ડ કંપની લિમિટેડનો કોપીરાઈટ છે.
વિશ્વાસ ન્યૂઝે અસલી તસવીરને ધ્યાનથી જોઈ. ઈન્દિરા ગાંધીને એક સાડી પહેરેલા આ તસવીરમાં જોઈ શકાય છે. આ સિવાય તેમણે એક જેકેટ પણ પહેરેલું હતું. જો તસવીરને ધ્યાનથી જોઈએ, તો આમાં તેમને સાડીના પલ્લુથી પોતાનું માથું ઢાંકતા જોઈ શકાય છે.
વિશ્વાસ ન્યૂઝે અગાઉની તપાસ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ પ્રણવ ઝા સાથે સંપર્ક કર્યો હતો. તેમણે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ”વાયરલ દાવો ખોટો છે. ઈન્દિરા ગાંધીએ સાડી પહેરેલી છે અને તેની ઉપર કાશ્મીરી કોટ પહેર્યો છે. આ તસવીરને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.”
હવે અમે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરી. ફેસબુક યુઝર અરુણ કુમાર ગિરીને ત્રણ હજારથી વધુ લોકો ફોલો કરે છે. આનાથી વધુ માહિતી આ એકાઉન્ટ વિશે મળી નથી.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને જાણવા મળ્યું કે ઇન્દિરા ગાંધીની જૂની તસવીરને ખોટા સાંપ્રદાયિક દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.
- Claim Review : ઈન્દિરા ગાંધીની બુર્ખાવાળી તસવીર
- Claimed By : ફેસબુક યૂઝર- અરુણ કુમાર ગિરી
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.