X
X

Fact Check: ભારતીય ટીમના વિમાન દુર્ઘટનાની અફવા વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમને લઈને સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા દાવા માત્ર અફવા છે. વ્યુ અને લાઈક્સ માટે આ પ્રકારની ફેર રીલ્સને શેર કરવામાં આવી છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાની સામે બીજી ટેસ્ટ મેચ જીતી છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક રીલ વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા લઈ જઈ રહેલું વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું. 

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. લાઈક્સ અને વ્યૂ માટે આ પ્રકારના ફેક દાવાઓ સાથેને વીડિયોને શેર કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમે 4 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકાને કેપટાઉનમાં હરાવીને બે ટેસ્ટ મેચોની સિરીઝ ડ્રો કરી છે. 

શું થઈ રહ્યું છે વાયરલ?

ઈન્સ્ટાગ્રામ યુઝર itz_rangbazz_razz_x101 (આર્કાઇવ લિંક)એ 6 જાન્યુઆરી, 2024ના રોજ રીલ શેર કરીને લખ્યું કે, “I….miss….you….india….”

તપાસ

વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે સૌથી પહેલા ગૂગલ પર કીવર્ડથી સર્ચ કર્યું, પરંતુ અમને આવો કોઈ મીડિયા રિપોર્ટ ન મળ્યો. જો આવી કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો સમાચારમાં જરુર આવેત. 

આ પછી અમે રીલમાં આપેલા વીડિયો ક્લિપની કીફ્રેમ કાઢી અને ગૂગલ લેન્સની મદદથી સર્ચ કર્યું.  11 સપ્ટેમ્બર 2021ના ​​રોજ ટાઇમ્સ નાઉ વેબસાઈટ પર પ્રકાશિત સમાચારમાં આ કીફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લખવામાં આવ્યું છે કે ગયા વર્ષે 7 ઓગસ્ટના રોજ એર ઈન્ડિયા એક્સપ્રેસના B737-800 વિમાને કેરળના કોઝિકોડ એરપોર્ટ પર રનવેને ઓવરશોટ કર્યો હતો. આ મામલામાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરોના તપાસ રિપોર્ટમાં પાઈલટની બેદરકારી તરફ ઈશારો કરવામાં આવ્યો છે.

8 ઓગસ્ટ 2020ના રોજ ઈન્ડિયા ટુડેની યુટ્યુબ ચેનલ પર દુર્ઘટના સંબંધિત વીડિયો ન્યૂઝમાં ક્ષતિગ્રસ્ત વિમાનના ફૂટેજને જોઈ શકાય છે. વીડિયો ન્યૂઝ મુજબ, કેરળના કોઝિકોડમાં ભારે વરસાદ વચ્ચે લેન્ડિંગ દરમિયાન એર ઈન્ડિયા એક્સપ્રેસનું એક વિમાન રનવે પરથી સરકી ગયું અને બે ટુકડા થઈ ગયા. આ દુર્ઘટનામાં કેપ્ટન દીપક સાઠે અને કો-પાઈલટ અખિલેશ કુમાર સહિત 19 લોકોના મોત થયા. આ ફ્લાઈટ વંદે ભારત મિશન હેઠળ 190 લોકોને લઈને દુબઈથી પરત ફરી રહી હતી.

ધ નેશનલ ન્યૂઝની વેબસાઈટ પર 8 ઓગસ્ટ 2020ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં અકસ્માતની તસવીરો જોઈ શકાય છે.

4 જાન્યુઆરી, 2024ના રોજ દૈનિક જાગરણની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે ટેસ્ટ મેચની સિરીઝ ડ્રો રહી હતી. કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું.

5 જાન્યુઆરી, 2024ના રોજ લાઈવ હિન્દુસ્તાન વેબસાઈટ પર પ્રકાશિત સમાચારમાં લખવામાં આવ્યું છે કે ભારતીય ટીમનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ખતમ થઈ ગયો છે. હવે તે અફઘાનિસ્તાન સામે સિરીઝ રમશે.

દૈનિક જાગરણના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠીએ આ વાયરલ દાવાને અફવા ગણાવી છે.

ભારતીય ટીમ વિશે અફવા ફેલાવનાર ઈન્સ્ટા યુઝરના 551 ફોલોઅર્સ છે.

निष्कर्ष: ભારતીય ક્રિકેટ ટીમને લઈને સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા દાવા માત્ર અફવા છે. વ્યુ અને લાઈક્સ માટે આ પ્રકારની ફેર રીલ્સને શેર કરવામાં આવી છે.

  • Claim Review : ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા લઈ જઈ રહેલું વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું
  • Claimed By : Instagram User- itz_rangbazz_razz_x101
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later