Fact Check: ઈન્ડિયા ટુડેના સર્વેની સાથે છેડછાડ કરીને વાયરલ કરાયું ફેક ગ્રાફિક
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ ગ્રાફિક ફેક હોવાનું સાબિત થયું. ઈન્ડિયા ટુડેના અસલી સર્વે ગ્રાફિકની સાથે છેડછાડ કરીને વાયરલ ગ્રાફિક બનાવવામાં આવ્યું છે.
- By: Ashish Maharishi
- Published: Apr 29, 2024 at 02:53 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) લોકસભા ચૂંટણી 2024ને લઈને સમગ્ર દેશમાં અલગ-અલગ તબક્કામાં મતદાન થવાનું છે. તેની વચ્ચે હવે ઈન્ડિયા ટુડેના સર્વેના નામે એક ગ્રાફિક વાયરલ કરવામાં આવી રહ્યું છે. એમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્ડિયા ટુડેએ ઉત્તર પ્રદેશના પોતાના સર્વેમાં સપાને 17 અને કોંગ્રેસને 5 સીટ આપી છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં તે ફેક હોવાનું જાણવા મળ્યું. હકીકતમાં ઈન્ડિયા ટુડેના સર્વેને એડિટ કરીને આ વાયરલ ગ્રાફિક બનાવવામાં આવ્યું છે. અસલી સર્વેમાં ઈન્ડિયા ટુડેએ સપાને 7 અને કોંગ્રેસને 1 સીટનું અનુમાન લગાવ્યું છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
એક્સ હેન્ડલ ‘સૂર્યા સમાજવાદી’એ 17 એપ્રિલે એક પોસ્ટ કરતા લખ્યું છે, “ઈન્ડિયા ટુડેએ ઉત્તર પ્રદેશના તેમના સર્વેમાં ~ સપાને 17 સીટ આપી છે ~ કોંગ્રેસને 5 સીટ આપી છે બસ જોતા જાઓ આ તો માત્ર શરૂઆત છે, સપા 30થી વધુ સીટો એકલા જીતશે.”
વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં ફેક્ટ ચેકના ઉદ્દેશ્યથી જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર અન્ય ઘણા યૂઝર્સે તેને સમાન દાવાની સાથે શેર કર્યું છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે તપાસની શરૂઆત ઈન્ડિયા ટુડેની યુટ્યુબ ચેનલ પર સર્વેને શોધવાથી કરી. અમને 20 માર્ચ 2024ના રોજ એક રિપોર્ટ મળ્યો, જે ઈન્ડિયા ટુડેના સર્વે સંબંધિત હતો. આ વીડિયોને અમે સંપૂર્ણ જોયો. અમને વીડિયોમાં 1:35 મિનિટે અસલી ગ્રાફિક દેખાયું.
તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અહીં સપાને 7 અને કોંગ્રેસને 1 સીટ આપવામાં આવી છે. આને જ એડિટ કરીને સપાને 17 અને ક્રોગ્રેસને 5 સીટ બતાવીને વાયરલ કરવામાં આવી રહ્યું છે. અમારી તપાસમાં વાયરલ ગ્રાફિક ફેક હોવાનું સાબિત થયું.
વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા વાયરલ ગ્રાફિકમાં જોવા મળી રહેલા ઈન્ડિયા ટુડેના વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈ સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ ગ્રાફિકને શેર કર્યું. તેમણે માહિતી આપતા જણાવ્યું કે, આ ગ્રાફિક ફેક છે.
રાજદીપ સરદેસાઈએ પોતાના એક્સ હેન્ડલ પર આ અંગે એક પોસ્ટ પણ કરી. 18 એપ્રિલની આ પોસ્ટમાં વાયરલ ગ્રાફિકને ફેક ગણાવવામાં આવ્યું હતું.
તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. એક્સ હેન્ડલ સૂર્યા સમાજવાદીને આઠ હજારથી વધુ લોકો ફોલો કરે છે. આ એકાઉન્ટ એપ્રિલ 2021માં બનાવવામાં આવ્યું છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ ગ્રાફિક ફેક હોવાનું સાબિત થયું. ઈન્ડિયા ટુડેના અસલી સર્વે ગ્રાફિકની સાથે છેડછાડ કરીને વાયરલ ગ્રાફિક બનાવવામાં આવ્યું છે.
- Claim Review : ઈન્ડિયા ટુડેએ ઉત્તર પ્રદેશના તેમના સર્વેમાં સપાને 17 સીટ અને કોંગ્રેસને 5 સીટ આપી છે.
- Claimed By : એેક્સ હેન્ડલ સૂર્યા સમાજવાડી
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.