Fact Check : વાયરલ વીડિયોમાં નકલી ઘઉં નહીં, પ્લાસ્ટિકના દાણા બની રહ્યા છે

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં સામે આવ્યું છે કે પ્લાસ્ટિકના દાણા બનાવવાના વીડિયોને કેટલાક લોકો નકલી ઘઉંના નામે વાયરલ કરી રહ્યા છે. અમારી તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ.

Fact Check : વાયરલ વીડિયોમાં નકલી ઘઉં નહીં, પ્લાસ્ટિકના દાણા બની રહ્યા છે

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નકલી ઘઉં બનાવવાનો વીડિયો છે. આ વીડિયોમાં એક મશીનની મદદથી નાના-નાના દાણા બનતા જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ દાવો કરી રહ્યા છે કે બજારમાં હવે નકલી ઘઉં પણ બનવા લાગ્યા છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. આ ફેક સાબિત થઈ. પ્લાસ્ટિકના દાણા બનાવવાના વીડિયોને કેટલાક લોકો ખોટા દાવાની સાથે વાયરલ કરી રહ્યા છે. 

શું થઈ રહ્યું છે વાયરલ?

‘ભાવિ વિધાયક સતપાલ નાયક ખાજુવાલા’ નામના ફેસબુક પેજ પરથી 26 જૂને એક વીડિયો અપલોડ કરીને દાવો કરવામાં આવ્યો કે, “માર્કેટમાં નકલી ઘઉં પણ બનવા લાગ્યા છે, આંખો ખોલીને જોઈ લો, હવે નકલી બનાવવા માટે શું બચ્યું છે.”

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઘણા અન્ય યુઝર્સે આ વીડિયોને સમાન દાવાની સાથે શેર કર્યો છે. પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝ એકવાર પહેલા પણ વાયરલ વીડિયોની તપાસ દુનિયાની સામે લાવી ચૂક્યું છે. વાયરલ વીડિયોના અસલી સોર્સ સુધી પહોંચવા માટે સૌથી પહેલ અમે તેને ધ્યાનથી જોયો. વીડિયોની ઉપર અમને અંગ્રેજીમાં Smartest Workers લખેલું જોવા મળ્યું. આ ક્લૂના આધારે અમે યુટ્યુબ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ નામ સાથે સંકળાયેલ ચેનલો અને એકાઉન્ટ્સ શોધવાનું શરૂ કર્યું. અમને યુટ્યુબ પર આ નામની ચેનલ મળી. અહીં સર્ચ કરતાં અમને અસલી વીડિયો પણ મળ્યો.

24 સપ્ટેમ્બર, 2023ના રોજ અસલી વીડિયોને અપલોડ કરતા તેને પ્લાસ્ટિક સાથે સંબંધિત રિસાયક્લિંગ પ્રક્રિયા જણાવવામાં આવી હતી.

સર્ચ દરમિયાન આ વીડિયો Smartest Workersના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ મળ્યો. તેને અહીં 24 સપ્ટેમ્બર 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો અને પ્લાસ્ટિક સાથે સંબંધિત હોવાનું જણાવવામાં આવ્યું હતું.

વિશ્વાસ ન્યૂઝે અગાઉની તપાસ દરમિયાન પ્લાસ્ટિકના બિઝનેસ સાથે સંકળાયેલા વૈભવ અગ્રવાલ સાથે સંપર્ક કર્યો હતો. તેમની સાથે વાયરલ વીડિયો શેર કર્યો હતો. માહિતી આપતા તેમણે કહ્યું હતું કે વીડિયોમાં દેખાતા મશીનમાં પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવી રહ્યા છે. ઘઉંની વાત સાવ ખોટી છે.

વિશ્વાસ ન્યૂઝે વધુ જાણકારી માટે કોમોડિટી પત્રકાર કમલ શર્મા સાથે સંપર્ક કર્યો. વધુ વિગતો આપતાં તેમણે કહ્યું કે નકલી ઘઉંનું ઉત્પાદન નથી થતું. કેટલાક લોકો આવા વીડિયો દ્વારા દુષ્પ્રચાર કરી રહ્યા છે. ઘઉં પહેલા નકલી ચોખાના નામે એક વીડિયો પણ વાયરલ થયો હતો.

તપાસના અંતે અમે ફેક દાવો કરતા ફેસબુક પેજ ‘ભાવિ વિધાયક સતપાલ નાયક ખાજુવાલા’નું સોશિયલ સ્કેનીંગ કર્યું. આ પેજને બે હજારથી વધુ લોકોએ લાઈક કરેલું છે. યુઝર રાજસ્થાનના બિકાનેરનો રહેવાસી છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં સામે આવ્યું છે કે પ્લાસ્ટિકના દાણા બનાવવાના વીડિયોને કેટલાક લોકો નકલી ઘઉંના નામે વાયરલ કરી રહ્યા છે. અમારી તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ