X
X

Fact Check: લોકસભાની ચૂંટણીની સાથે જોડીને પાકિસ્તાનના વીડિયોને ફેક દાવાની સાથે કરાઈ રહ્યો છે વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો પાકિસ્તાનના લાહોરનો છે. આ વીડિયોને ફેક દાવાની સાથે ભારત અને લોકસભા ચૂંટણીની સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.

  • By: Umam Noor
  • Published: May 3, 2024 at 05:42 PM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસકર્મીની પકડમાં બુરખો પહેરેલો એક યુવક જોવા મળી રહ્યો છે. વીડિયોને શેર કરતા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ વીડિયો ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2024ના વોટિંગનો છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો પાકિસ્તાનના લાહોરનો છે. આ વીડિયોને ફેક દાવાની સાથે ભારત અને લોકસભા ચૂંટણીની સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝરે વાયરલ પોસ્ટને શેર કરતા લખ્યું કે, ‘સલમા, નગમા વગેરેને બુરખો પહેરાવીને ફેક વોટિંગ કરાવવામાં આવી રહ્યું છે. આ વખતે ચૂસ્ત બંદોબસ્ત છે. ત્યારે આવી કેટલીય ફેક વોટિંગ માટે આવી રહેલી ફેક મહિલાઓ પકડાઈ રહી છે. ફેક મતદાન કરવાની ખૂબ જ આકરી સજા છે.’

પોસ્ટના આર્કાઈવ વર્ઝનને અહીં જુઓ.

આ વીડિયોને ઘણા યુઝર્સ સમાન દાવાની સાથે યુટ્યુબ પર પણ શેર કરી રહ્યા છે.

તપાસ

અમારી તપાસને શરૂ કરતા સૌથી પહેલા વીડિયોના કીફ્રેમ્સને ગૂગલ લેન્સ દ્વારા સર્ચ કર્યા. સર્ચમાં અમને આ વીડિયો સાઈબાન ન્યૂઝ નામના એક્સ હેન્ડલ પર 18 જૂન 2023ના રોજ અપલોડ મળ્યો. અહીં વીડિયોને વધુ સારી ક્વોલિટીમાં જોઈ શકાય છે.

https://twitter.com/SAIBANNEWS5/status/1670390142354223104

વીડિયોને ધ્યાનથી જોતા અમને તેમાં જોવા મળી રહેલા પોલીસકર્મીના યુનિફોર્મ પર પાકિસ્તાનના ધ્વજનો એક પેચ દેખાયો અને તે સિવાય પાછળની દિવાલ પર અંગ્રેજીમાં ‘કેપિટલ સિટી પોલીસ લાહોર’ લખેલું પણ જોવા મળ્યું.

કેપિટલ સિટી પોલીસ લાહોરના એક્સ હેન્ડલ પર અમને તેવો જ લોગો જોવા મળ્યો, જેમ કે- વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલા પોલીસકર્મીના યુનિફોર્મ પર હતો.

અમારી તપાસને આના આધારે આગળ વધારી. તપાસ દરમિયાન અમે PMLN કોહાટ નામના એક ફેસબુક પેજ પર પણ આ વીડિયો 18 જૂન, 2023ના રોજ અપલોડ થયેલો મળ્યો. અહીં આપવામાં આપેલા વીડિયો મુજબ, આ બુરખો પહેરેલો યુવક ઈમરાન ખાનના મકાન જમાન પાર્કમાં ઝડપાયો હતો.

વાયરલ પોસ્ટ સંબંધિત પુષ્ટિ માટે અમે પાકિસ્તાના પત્રકાર આદિલ અલી સાથે સંપર્ક કર્યો અને તેમણે માહિતી આપતા જણાવ્યું કે આ મામલો પાકિસ્તાનના લાહોરનો છે, જ્યાં સિટી પોલીસે એક બુરખો પહેરેલા યુવકને કસ્ટડીમાં લીધો હતો.

ફેક પોસ્ટને શેર કરનારા ફેસબુક યુઝર્સના સોશિયલ સ્કેનિંગમાં અમને જાણવા મળ્યું કે, યુઝર દ્વારા ચોક્કસ વિચારધારા સંબંધિત પોસ્ટ શેર કરવામાં આવે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો પાકિસ્તાનના લાહોરનો છે. આ વીડિયોને ફેક દાવાની સાથે ભારત અને લોકસભા ચૂંટણીની સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.

  • Claim Review : બુરખો પહેરાવીને ફેક વોટિંગ કરાવવામાં આવી રહ્યું છે.
  • Claimed By : FB User- Neeraj Singh
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later