Fact Check: 2021માં હરનાઝ કૌર સંધુ બની હતી મિસ યુનિવર્સ, ભ્રામક છે વાયરલ પોસ્ટ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): પંજાબની હરનાઝ કૌર સંધુએ 2021માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. સોશિયલ મીડિયા પર હવે તેની જૂની તસવીરને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે તાજેતરમાં જ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. પોસ્ટ પર લોકો વતી તેને અભિનંદન અને શુભેચ્છાઓ પણ આપવામાં આવી રહી છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ભ્રામક સાબિત થયો. હરનાઝે વર્ષ 2021માં મિસ યુનિવર્સનો તાજ પોતાના નામે કર્યો હતો. જે બાદ 2022માં અમેરિકાની બોની ગેબ્રિયલે મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. હરનાઝ કૌરના મિસ યુનિવર્સ બનવાના જૂના સમાચારને તાજેતર જણાવીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક પેજ ‘ભરકટ્ટા સિટી ન્યૂઝ’એ 23 એપ્રિલ 2023ના રોજ વાયરલ પોસ્ટને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ”દેશની દીકરી, બહેન હરનાઝ કૌર સંધુને વિશ્વ સુંદરી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન, ચંદીગઢની દીકરીએ 21 વર્ષ પછી મિસ યુનિવર્સનો તાજ હાંસલ કરી વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધાર્યું છે અને વિશ્વને એ જણાવ્યું છે કે ભારતીય નારી સ્વરૂપ, ગુણ, બુદ્ધિ અને સંસ્કારનો અનોખો સંગમ છે.”

અન્ય યુઝર્સ પણ આ દાવાને સાચો માનીને શેર કરી રહ્યા છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવાની સત્યતા જાણવા માટે સંબંધિત કીવર્ડ્સથી ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને વાયરલ પોસ્ટ સાથે સંબંધિત સમાચાર ઘણી ન્યૂઝ વેબસાઇટ્સ પર મળ્યા. Jagran.com પર વાયરલ દાવા સાથે સંબંધિત સમાચાર મળ્યા જેને 15 ડિસેમ્બર 2021ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, “મિસ યુનિવર્સ-2021નો ખિતાબ પોતાના નામે કરનાર હરનાઝ કૌર સંધુ માત્ર એક સુંદર ચહેરો નથી, તે દેશનું પ્રતિનિધિત્વ કરતી એક દીકરી પણ છે. દેશના દરેક નાગરિક માટે આ ગર્વની વાત છે. હરનાઝે 79 દેશોના સ્પર્ધકોને હરાવીને ટોપ ત્રણમાં સ્થાન મેળવ્યા બાદ દક્ષિણ આફ્રિકાની લલેલા મસવાને અને પેરાગ્વેની નાદિયા ફરેરાને પાછળ છોડી આ ખિતાબ જીત્યો છે. ઇઝરાયેલના ઇલિયટમાં આયોજિત 70મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતની હરનાઝે આ જીત દેશના નામે કરી છે.”

મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર હરનાઝ સંધુનો વીડિયો મિસ યુનિવર્સની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ જોવા મળ્યો હતો. 13 ડિસેમ્બર 2021ના ​​રોજ અપલોડ કરાયેલા વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ”નવી મિસ યુનિવર્સ હરનાઝ સંધુને અભિનંદન.”

આનાથી સ્પષ્ટ થાય છે કે હરનાઝ સંધુનો અત્યારે મિસ યુનિવર્સ બનવાનો દાવો તદ્દન ખોટો છે. તપાસમાં આગળ અમે હરનાઝ સંધુ પછી મિસ યુનિવર્સ કોણ બન્યું તે વિશે સર્ચ કર્યું. ન્યૂઝ રિપોર્ટ્સમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, “યુએસએની 28 વર્ષની આર બોની ગેબ્રિયલને મિસ યુનિવર્સ 2022નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. હરનાઝ સંધુએ તેને મિસ યુનિવર્સનો તાજ પહેરાવ્યો હતો. તે મિસ યુનિવર્સ સ્પર્ધાની 71મી સ્પર્ધા હતી, જે આર બોની ગેબ્રિયલે જીતી હતી.” આર બોની ગેબ્રિયલના મિસ યુનિવર્સ બનવાના વીડિયોને મિસ યુનિવર્સનાં વેરિફાઈડ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પણ જોઈ શકાય છે.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા દૈનિક જાગરણ, ચંડીગઢના સિનિયર ચીફ રિપોર્ટર ડો. સુમિત સિંહ શ્યોરાણ સાથે સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે, હરનાઝ સંધુને અત્યારે મિસ યુનિવર્સનો ખિતાબ નથી મળ્યો. તે વર્ષ 2021માં મિસ યુનિવર્સ બની હતી.

ત્યાર બાદ અમે ફેસબુક પેજ ‘ભરકટ્ટા સિટી ન્યૂઝ’ સ્કેન કર્યું જેણે ખોટી પોસ્ટ કરી હતી. જે મુજબ, પેજને 867 લોકો ફોલો કરે છે. આ પેજને 31 ડિસેમ્બર 2022ના રોજ બનાવવામાં આવ્યું છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં હરનાઝ સંધુને લઈને વાયરલ કરવામાં આવી રહેલો દાવો ભ્રામક સાબિત થયો. હરનાઝ સંધુએ 2021માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો અને તેના પછી અમેરિકાની આર બોની ગેબ્રિયલ મિસ યુનિવર્સ બની હતી.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ