Fact Check: જો બાયડનના સ્વાગતમાં વગાડવામાં નથી આવ્યું ફિલ્મી ગીત, વાયરલ વીડિયો ફેક અને એડિટેડ છે

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનના સ્વાગતનો વાયરલ વીડિયો એડિટેડ છે. એરપોર્ટ પર જો બાયડનનું સ્વાગત બોલિવૂડ ગીતથી નહીં, પરંતુ ભારતીય ક્લાસિકલ અને અંગ્રેજી ગીત શેપ ઓફ યુના રિમિક્સની સાથે કરવામાં આવ્યું હતું. જેના વીડિયોને એડિટ કરીને હવે ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી) G-20 સમિટ પૂરી થઈ ગઈ છે, પરંતુ તેની સાથે જોડાયેલા ફેક વીડિયો અને ફોટા સતત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન G-20માં સામેલ થવા માટે ભારત આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે એરપોર્ટ પર તેમનું સ્વાગત ફિલ્મી ગીત ‘સાત સમુંદર’ની સાથે કરવામાં આવ્યું હતું.

વિશ્વાસ ન્યૂઝે જ્યારે વાયરલ દાવાની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ વીડિયો એડિટેડ છે. એરપોર્ટ પર જો બાયડનનું સ્વાગત બોલિવૂડ ગીતની સાથે નહીં, પરંતુ ભારતીય ક્લાસિકલ અને અંગ્રેજી ગીત શેપ ઓફ યુના રિમિક્સની સાથે કરવામાં આવ્યું હતું, જેના વીડિયોને એડિટ કરીને હવે ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ટ્વિટર યુઝર ‘તન્મય’એ 9 સપ્ટેમ્બર 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા અંગ્રેજીમાં લખ્યું છે, “આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ સ્વાગત ગીત છે. તમે આ વાતને નકારી શકશો નહીં. તમે તમારા સૂચનો પણ આપી શકો છો.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને અસલી વીડિયો ઈન્ડિયા ટુડેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર મળ્યો. વીડિયોને 8 સપ્ટેમ્બર 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે. અસલી વીડિયોમાં ભારતીય ક્લાસિક ગીતને વાગતું સાંભળી શકાય છે.

અન્ય વીડિયોને અહીં જુઓ.

તપાસ દરમિયાન અમે દાવા સાથે સંબંધિત એક રિર્પોટ ઝી ન્યૂઝની વેબસાઈટ પર મળ્યો. રિર્પોટને 9 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, “રાષ્ટ્રપતિ બાયડનના સ્વાગત માટે એરપોર્ટ પર ક્લાસિકલ ડાન્સર્સને બોલાવવામાં આવ્યા હતા. ડાન્સરોએ એરપોર્ટ પર ભારતીય ક્લાસિક સોન્ગ અને અંગ્રેજી સોન્ગ શેપ ઓફ યુના એક રિમિક્સ પર ડાન્સ કર્યો હતો.”

વધુ માહિતી માટે અમે  G20ને કવર કરનાર દૈનિક જાગરણના નેશનલ બ્યુરોના પત્રકાર નીલુ રંજન સાથે સંપર્ક કર્યો, તેમણે અમને જણાવ્યું, “વાયરલ વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે અને તેમાં એક બોલિવૂડ ગીતને ઉમેરવામાં આવ્યું છે. ખરેખર આ સમયે ભારતીય ક્લાસિક સોન્ગ વગાડવામાં આવ્યું હતું.”

અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરના 7,105 ફોલોઅર્સ છે. યુઝર ઓક્ટોબર 2020થી ટ્વિટર પર એક્ટિવ છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનના સ્વાગતનો વાયરલ વીડિયો એડિટેડ છે. એરપોર્ટ પર જો બાયડનનું સ્વાગત બોલિવૂડ ગીતથી નહીં, પરંતુ ભારતીય ક્લાસિકલ અને અંગ્રેજી ગીત શેપ ઓફ યુના રિમિક્સની સાથે કરવામાં આવ્યું હતું. જેના વીડિયોને એડિટ કરીને હવે ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ