વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ઋતિક રોશનનો આ વીડિયો લોકડાઉન વખતનો છે. આ જૂના વીડિયોને એલ્વિશ યાદવ સાથે જોડીને ફેક દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) બિગ બોસ OTT 2 જીત્યા પછી એલ્વિશ યાદવ અને અભિનેતા ઋતિક રોશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઋતિક રોશનને એમ કહેતા સાંભળી શકાય છે કે, “મને લાગે છે કે હવે તમે જ કંઈક કરી શકો છો. કેટલાક મોટા છે તેઓ માત્ર નામના જ મોટા હોય છે.” તો આ વીડિયોની બાકીની ફ્રેમ્સમાં બિગ બોસ શૉનું દ્રશ્ય જોઈ શકાય છે. આ વીડિયો શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ઋતિક રોશન એલ્વિશ યાદવ પર ભડક્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ઋતિક રોશનનો આ વીડિયો લોકડાઉન વખતનો છે. આ જૂના વીડિયોને એલ્વિશ યાદવ સાથે જોડીને ફેક દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
વાયરલ પોસ્ટને શેર કરીને એક ફેસબુક યુઝરે લખ્યું, ”Hritik Roshan Angry Elvish Yadav”.
પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.
અમારી તપાસ શરૂ કરીને અમે સૌથી પહેલા ઋતિક રોશનના વીડિયોના સ્ક્રીનગ્રેબ્સ કાઢ્યા અને તેને ગૂગલ લેન્સ દ્વારા સર્ચ કર્યા. સર્ચમાં અમને આ વીડિયો 27 માર્ચ, 2020ના રોજ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ થયેલો મળ્યો અને વીડિયો સાથે આપવામાં આવેલ કેપ્શનમાં લખ્યું છે, “ઈન બડો કો જગાના હૈ. A message from me to all my young friends out there. You can be the hope and the heroes in this fight.” આ વીડિયોમાં ઋતિક રોશન કોરોના સામે લડવાની વાત કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને અહીં જોઈ શકાય છે.
આ વીડિયો અમને ઋતિક રોશનના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 27 માર્ચ 2020ના રોજ શેર થયેલો મળ્યો. જણાવી દઈએ કે તે સમયે ભારતમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું અને ઘણા અભિનેતાઓ પોત-પોતાના સ્તરે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઋતિક રોશન પણ તેમાંથી એક હતા અને આ વીડિયો કોરોના સાથે સંબંધિત છે.
તપાસને આગળ વધારતા અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે શું ઋતિક રોશને એલ્વિશ યાદવને લઈને કોઈ ગુસ્સાવાળું નિવેદન આપ્યું છે? સર્ચમાં અમને આવા કોઈ સમાચાર ન મળ્યા.
વાયરલ વીડિયોની પુષ્ટિ કરવા માટે અમે વરિષ્ઠ પત્રકાર પરાગ છાપેકરનો સંપર્ક કર્યો અને તેમણે અમને જણાવ્યું કે વીડિયો અને તેનો દાવો બંને ખોટા છે.
ફેક પોસ્ટને શેર કરનાર ફેસબુક પેજના સોશિયલ સ્કેનિંગમાં અમને જાણવા મળ્યું કે આ પેજના 155 ફોલોઅર્સ છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923