X
X

Fact Check: ઋતિક રોશનના લોકડાઉન વખતના વીડિયોને એલ્વિશ યાદવ સાથે જોડીને કરાઈ રહ્યો છે વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ઋતિક રોશનનો આ વીડિયો લોકડાઉન વખતનો છે. આ જૂના વીડિયોને એલ્વિશ યાદવ સાથે જોડીને ફેક દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

  • By: Umam Noor
  • Published: Sep 14, 2023 at 10:05 AM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) બિગ બોસ OTT 2 જીત્યા પછી એલ્વિશ યાદવ અને અભિનેતા ઋતિક રોશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઋતિક રોશનને એમ કહેતા સાંભળી શકાય છે કે, “મને લાગે છે કે હવે તમે જ કંઈક કરી શકો છો. કેટલાક મોટા છે તેઓ માત્ર નામના જ મોટા હોય છે.” તો આ વીડિયોની બાકીની ફ્રેમ્સમાં બિગ બોસ શૉનું દ્રશ્ય જોઈ શકાય છે. આ વીડિયો શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ઋતિક રોશન એલ્વિશ યાદવ પર ભડક્યા છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ઋતિક રોશનનો આ વીડિયો લોકડાઉન વખતનો છે. આ જૂના વીડિયોને એલ્વિશ યાદવ સાથે જોડીને ફેક દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

વાયરલ પોસ્ટને શેર કરીને એક ફેસબુક યુઝરે લખ્યું, ”Hritik Roshan Angry Elvish Yadav”.

પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

અમારી તપાસ શરૂ કરીને અમે સૌથી પહેલા ઋતિક રોશનના વીડિયોના સ્ક્રીનગ્રેબ્સ કાઢ્યા અને તેને ગૂગલ લેન્સ દ્વારા સર્ચ કર્યા. સર્ચમાં અમને આ વીડિયો 27 માર્ચ, 2020ના રોજ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ થયેલો મળ્યો અને વીડિયો સાથે આપવામાં આવેલ કેપ્શનમાં લખ્યું છે, “ઈન બડો કો જગાના હૈ. A message from me to all my young friends out there. You can be the hope and the heroes in this fight.” આ વીડિયોમાં ઋતિક રોશન કોરોના સામે લડવાની વાત કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને અહીં જોઈ શકાય છે.

આ વીડિયો અમને ઋતિક રોશનના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 27 માર્ચ 2020ના રોજ શેર થયેલો મળ્યો. જણાવી દઈએ કે તે સમયે ભારતમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું અને ઘણા અભિનેતાઓ પોત-પોતાના સ્તરે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઋતિક રોશન પણ તેમાંથી એક હતા અને આ વીડિયો કોરોના સાથે સંબંધિત છે.

તપાસને આગળ વધારતા અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે શું ઋતિક રોશને એલ્વિશ યાદવને લઈને કોઈ ગુસ્સાવાળું નિવેદન આપ્યું છે? સર્ચમાં અમને આવા કોઈ સમાચાર ન મળ્યા.

વાયરલ વીડિયોની પુષ્ટિ કરવા માટે અમે વરિષ્ઠ પત્રકાર પરાગ છાપેકરનો સંપર્ક કર્યો અને તેમણે અમને જણાવ્યું કે વીડિયો અને તેનો દાવો બંને ખોટા છે.

ફેક પોસ્ટને શેર કરનાર ફેસબુક પેજના સોશિયલ સ્કેનિંગમાં અમને જાણવા મળ્યું કે આ પેજના 155 ફોલોઅર્સ છે.

  • Claim Review : ઋતિક રોશન એલ્વિશ યાદવ પર ગુસ્સે થયા.
  • Claimed By : FB Page: Movie Treasure
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later