Fact Check: ઋતિક રોશનનો જૂનો વીડિયો એડિટ કરીને ઈમરાન ખાનના સમર્થનના દાવાની સાથે વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પહેલા ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને પછી પાકિસ્તાનની ટોચની અદાલતના આદેશ બાદ જેલ મુક્ત કરવામાં આવ્યા. હવે બોલિવૂડ એક્ટર ઋતિક રોશનની 15 સેકન્ડની એક વીડિયો ક્લિપ વાયરલ કરીને દાવો કરવામાં આવ્યો છે કે તેઓએ ઈમરાન ખાનને સમર્થન આપ્યું છે. આ વીડિયો ક્લિપમાં તેઓને ઈમરાન ખાનના સમર્થનમાં બોલતા સાંભળી શકાય છે. વિશ્વાસ ન્યૂઝે આ અંગે તપાસ કરી. આ વીડિયો ક્લિપ એડિટેડ હોવાનું તપાસમાં સામે આવ્યું. તપાસમાં જાણવા મળ્યું હતું કે ઋતિક રોશનના એક જૂના વીડિયોમાંથી 15 સેકન્ડની ક્લિપને એડિટ કરીને તેમાં અલગ ઓડિયો ઉમેરીને જૂઠ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે ઋતિક રોશનનો એડિટેડ વીડિયો પાકિસ્તાન અને બાંગ્લાદેશથી વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

બાંગ્લાદેશી ફેસબુક યુઝર સોહાગ અલી જમાને 11 મેના રોજ 15 સેકન્ડની એક વીડિયો ક્લિપને પોસ્ટ કરીને લખ્યું કે, Hrithik Roshan Stand for Imran Khan.

ફેસબુક પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને પાકિસ્તાનના યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે ઋતિક રોશનના નામથી વાયરલ વીડિયોની તપાસ કરવા માટે સૌથી પહેલા ઇનવિડ ટૂલનો ઉપયોગ કર્યો. આ ટૂલના માધ્યમથી વીડિયોની કેટલીક કીફ્રેમ્સ કાઢવામાં આવી હતી. પછી તેને ગૂગલ રિવર્સ સર્ચ ઇમેજ અને ગૂગલ લેન્સના મધ્યમથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને અસલી વીડિયો ઋતિક રોશનની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર મળ્યો. આ વીડિયોને 4 મહિના પહેલા 10 જાન્યુઆરી 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. ઋતિક રોશને પોતાના જન્મદિવસના એક દિવસ પહેલા તેમના ચાહકો સાથે વાત કરી હતી. આ વીડિયોમાંથી એક નાનકડો ભાગ એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો.

ઓરિજનલ વીડિયોમાં 37 મિનિટ 35 સેકન્ડ પછી વાયરલ ક્લિપને જોઈ શકાય છે. આમાં ઋતિક રોશનને તેમના ચાહકોનો આભાર માનતા જોઈ શકાય છે. આ વીડિયોમાં ઈમરાન ખાનનો કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નથી. ઓરિજિનલ વીડિયો જોયા પછી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ઋતિક રોશનના વાયરલ વીડિયોમાં અલગથી ઈમરાન ખાનના સમર્થનવાળો ઓડિયો જોડવામાં આવ્યો છે.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા બોલિવૂડના વરિષ્ઠ પત્રકાર પરાગ છાપેકરનો સંપર્ક કર્યો. તેમણે પુષ્ટિ કરતા જણાવ્યું કે, ‘આ વીડિયો ફેક છે, ઋતિક રોશને ક્યારેય આવું નિવેદન આપ્યું નથી.’

ત્યારબાદ વિશ્વાસ ન્યૂઝે ફેક વીડિયોને પોસ્ટ કરનાર યુઝર વિશે જાણવાનો પ્રયાસ કર્યો. તપાસમાં જણવા મળ્યું કે, ફેસબુક યુઝસ સોહાગ અલી જમાન બાંગ્લાદેશના ઢાકાનો રહેવાસી છે. આ એકાઉન્ટને ઓક્ટોબર 2020માં બનાવવામાં આવ્યું હતું. આ એકાઉન્ટને 6 હજારથી વધુ લોકો ફોલો કરે છે.

વિશ્વાસ ન્યૂઝે આ પહેલા પણ ઋતિક રોશનના એડિટેડ વીડિયોની તપાસ કરી હતી, જેના ફેક્ટ ચેક રિપોર્ટને અહીં વાંચી શકાય છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં ઈમરાન ખાનના સમર્થનમાં ઋતિક રોશનનો વાયરલ વીડિયો એડિટેડ હોવાનું સાબિત થયું. તેમના જૂના વીડિયોમાંથી એક ભાગને એડિટ કરીને અને ઓડિયો ઉમેરીને જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે. આ એડિટેડ વીડિયો પાકિસ્તાન અને બાંગ્લાદેશથી વાયરલ કરવામાં આવી રહ્યો છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ