X
X

Fact Check: અવકાશયાત્રીઓનો આ વીડિયો હોલીવુડ ફિલ્મનો એક સીન છે, ચંદ્રયાન 3 સાથે નથી કોઈ સંબંધ

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી): ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ રવિવારે ચંદ્રયાન-3 દ્વારા લેવામાં આવેલી ચંદ્રની પહેલી તસવીરો શેર કરી હતી. 5 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશી ચૂક્યું છે. 23 ઓગસ્ટ 2023ના રોજ સાંજે 5.47 વાગ્યે ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરે તેવી શક્યતા છે.

આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 10:01 PM 8/8/2023જેમાં 2 અવકાશ યાત્રીઓને એક તૂટેલી સ્પેસ શિપ જેવી દેખાતી વસ્તુની અંદર જતા જોઈ શકાય છે. પોસ્ટની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ચંદ્રયાનમાં ગયેલી વૈજ્ઞાનિક ટીમનો છે, જેણે કંઈક નવું શોધી કાઢ્યું છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં દાવો ખોટો સાબિત થયો. વાસ્તવમાં આ એક ફિલ્મનો સીન છે. ચંદ્રયાન 3 એક માનવરહિત મિશન છે. તેમાં કોઈ અવકાશયાત્રી સવાર નથી. 

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર સેડ બોય (Sãd Bøy)એ વાયરલ વીડિયોને શેર કર્યો, જેમાં ઉપર લખેલું છે, “ચંદ્રયાન 3 લૉન્ચ બાદ વૈજ્ઞાનિક સર્ચ ટાઈમ, આ વખતે ભારતે કંઈક અલગ જ કરી દીધું, છેલ્લા સુધી વીડિયો જુઓ.” આ પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.

તપાસ

તપાસ માટે અમને આ વીડિયોના કીફ્રેમ્સને ગૂગલ રિવર્સ ઈમેજ પર સર્ચ કર્યા. અમને આ વીડિયોનું લાંબુ વર્ઝન moviemaniacsDE નામની YouTube ચેનલ પર 2010માં અપલોડ મળ્યું. અહીં આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ સીન 2011માં આવેલી હોલીવુડ ફિલ્મ ટ્રાન્સફોર્મર્સ 3નો છે. આ ટ્રેલરમાં વાયરલ સીન 1 મિનિટ 10 સેકન્ડ પછી જોઈ શકાય છે.

અમને આ ટ્રેલર 2019માં પણ એક યુટ્યુબ ચેનલ પર અપલોડ મળ્યું. અહીં આપવામાં આવેલી માહિતી અનુસાર પણ આ વીડિયો 2011માં આવેલી ફિલ્મ ટ્રાન્સફોર્મર્સ 3નો પણ એક ભાગ હતો. વીડિયોની સાથે ડિસ્ક્રિપ્શન લખેલું હતું,”ટ્રાન્સફોર્મર્સ ડાર્ક ઓફ ધ મૂન (2011) થિયેટ્રિકલ ટ્રેલર”

અમે આ વિષય પર દૈનિક જાગરણ માટે મનોરંજન સેક્શનને કવર કરતા મુખ્ય સંવાદદાતા સ્મિતા શ્રીવાસ્તવ સાથે પણ સંપર્ક કર્યો. તેમણે પણ પુષ્ટિ કરી કે વાયરલ સીન 2011માં આવેલી હોલીવુડ ફિલ્મ ટ્રાન્સફોર્મર્સ 3નો ભાગ છે.

તમને જણાવી દઈએ કે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી ચંદ્રયાન 3 લૉન્ચ કર્યું હતું. ચંદ્રયાન 3 એક માનવરહિત મિશન છે. તેમાં કોઈ અવકાશયાત્રી સવાર નથી. 6 ઓગસ્ટના રોજ ઈસરોએ ચંદ્રયાન-3 દ્વારા લેવામાં આવેલી ચંદ્રની પ્રથમ તસવીરો શેર કરી હતી, જેમાં ચંદ્રની સપાટીને નજીકથી જોઈ શકાય છે.

આ પોસ્ટને Sãd Bøy નામના ફેસબુક યુઝરે શેર કરી હતી, જેમના ફેસબુક પર લગભગ 10,000 ફોલોઅર્સ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો નીકળ્યો. વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી ક્લિપ એક ફિલ્મનો સીન છે. ચંદ્રયાન 3 માનવરહિત મિશન છે. તેમાં કોઈ અવકાશયાત્રી સવાર નથી.

  • Claim Review : ચંદ્રયાન 3 લૉન્ચ થયા બાદ વૈજ્ઞાનિક સર્ચ ટાઈમ, આ વખતે ભારતે કંઈક અલગ કરી દીધું, વીડિયો છેલ્લે સુધી જુઓ.
  • Claimed By : ફેસબુક યુઝર Sãd Bøy
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later