ફેક્ટ ચેકઃ હાર્દિક પટેલના 5 વર્ષ જૂના વીડિયોને ગુજરાત ચૂંટણી સાથે જોડીને ખોટા સંદર્ભમાં શેર કરવામાં આવ્યો
- By: Pragya Shukla
- Published: Dec 7, 2022 at 03:33 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હાલમાં ગુજરાત ચૂંટણીને લગતા સોશિયલ મીડિયા પર દરરોજ હજારો ફોટો અને વીડિયો વાયરલ થાય છે. ત્યારે કેટલાક એવા પણ ફોટો અને વીડિયો હોય છે કે જેને ખોટી રીતે અને ખોટા દાવા સાથે શેર કરવામાં આવે છે. તો કેટલીક વખત તો ફોટાને એડિટ કરીને ભ્રામક માહિતી સાથે શેર કરવામાં આવે છે. ત્યારે હાલમાં આ દરમિયાન હાર્દિક પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે લોકોને બીજેપીને વોટ ન આપવા કહ્યું છે.
વિશ્વાસ ન્યૂઝે આ વીડિયોની હકીકત તપાસી અને જાણવા મળ્યું કે તે વર્ષ 2017નો છે. હાર્દિક પટેલે આ નિવેદન 5 વર્ષ પહેલા ગુજરાતની ચૂંટણીમાં આપ્યું હતું. તે સમયે તેઓ ભાજપનો ભાગ ન હતા. સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલનો જુનો વીડિયો ખોટા સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યો છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
વાયરલ વીડિયોને શેર કરતા ફેસબુક યુઝર બેબી મફલરમેને કેપ્શનમાં લખ્યું છે કે, ગુજરાત ચૂંટણી પહેલા ભાજપમાં મોટો હંગામો. હાર્દિક પટેલે તેના કુળદેવતાના સમ ખાઈને કહ્યું હતું કે ભાજપને મત ન આપવો જોઈએ. તેઓએ આપણા લોકોને ત્રાસ આપ્યો છે. હત્યાઓ કરી છે.
આ વીડિયોને સમાન દાવા સાથે અને કેટલાક લોકો દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે. પોસ્ટની આર્કાઇવ કરેલી લિંક અહીં જોઈ શકો છો.
તપાસ
વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ તપાસમાં અમને યુટ્યુબ ચેનલ પટેલ ગ્રુપ પર 7 ડિસેમ્બર, 2017 ના રોજ અપલોડ કરવામાં આવેલો એક વીડિયો મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ વીડિયો ગુજરાતના ભાવનગરમાં યોજાયેલી જાહેર સંકલ્પ સભાનો છે.
ત્યારબાદ અમને હાર્દિક પટેલના અધિકૃત ફેસબુક એકાઉન્ટ પર તેનો ઓરિજીનલ વીડિયો પણ મળી આવ્યો હતો. આ વીડિયો 7 ડિસેમ્બર, 2017ના રોજ શેર કરવામાં આવ્યો હતો. અહી પણ વીડિયો ભાવનગરમાં યોજાયેલ જાહેર સભાનો હોવાનું જણાવવામાં આવ્યું છે. વીડિયોમાં એક કલાકથી વાયરલ વીડિયોનો ભાગ જોઈ શકાય છે.
હાર્દિક પટેલ 2015 માં ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે ગુજરાતમાં પાટીદાર અનામત માટે વિરોધનું નેતૃત્વ કર્યું હતું. NTV પર 12 માર્ચ 2019 ના રોજ પ્રકાશિત અહેવાલ મુજબ હાર્દિક પટેલ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો. ઇન્ડિયન એક્સપ્રેસ પર 3 જૂન 2022ના રોજ પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ વર્ષ 2020માં હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે 18 મે, 2022ના રોજ રાજીનામું આપી દીધું અને 2 જૂન, 2022ના રોજ ભાજપમાં જોડાયો હતો.
અમારી અત્યાર સુધીની તપાસ પરથી સ્પષ્ટ થાય છે કે હાર્દિક પટેલનો વાયરલ થયેલો વીડિયો લગભગ પાંચ વર્ષ જૂનો છે. જેને સોશિયલ મીડિયા પર પ્રચારના ઈરાદાથી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
આ વીડિયોની સત્યતા જાણવા માટે અને વધુ માહિતી માટે અમે ગુજરાતના દૈનિક જાગરણના એસોસિયેટ એડિટર જીવન કપુરિયા સાથે વાત કરી. અમે તેની સાથે વાયરલ વીડિયો શેર કર્યો. તેમણે અમને કહ્યું કે, વાઈરલ વીડિયો લગભગ પાંચ વર્ષ જૂનો છે અને તેને તાજેતરની ચૂંટણીઓ સાથે કોઈ લેવાદેવા નથી. હાર્દિક પટેલ ભાજપ વતી વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે.આ જુના વીડિયોને હાલ ખોટા સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યો છે.
તપાસના અંતે અમે વીડિયો શેર કરનાર ફેસબુક યુઝરની તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે યુઝરના ફેસબુક પર 4,000 થી વધુ ફ્રેન્ડ્સ છે અને 2,000 થી વધુ ફોલોઅર્સ છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે ગુજરાત ચૂંટણીને લઈને હાર્દિક પટેલના વાયરલ વીડિયોની હકીકત તપાસી અને જાણવા મળ્યું કે આ વીડિયો વર્ષ 2017નો છે. હાર્દિક પટેલે આ નિવેદન 5 વર્ષ પહેલા ગુજરાતની ચૂંટણીમાં આપ્યું હતું. તે સમયે તેઓ ભાજપનો ભાગ ન હતા. સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલનો જુનો વીડિયો ખોટા સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : હાર્દિક પટેલ ગુજરાતની ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલે ગુજરાતીઓને ભાજપને મત ન આપવાની અપીલ કરી છે.!!
- Claimed By : ફેસબુક યુઝર બેબી
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.