ફેક્ટ ચેકઃ ગુજરાત હાઈકોર્ટના વકીલ યતિન ઓઝાનો પાંચ વર્ષ જૂનો વીડિયો ગુજરાતની ચૂંટણીને જોડી કરવામાં આવી રહ્યો છે

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા તમામ રાજકીય પક્ષોએ મેદાનમાં ઉતરીને એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું અને જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતની ચૂંટણીને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ ભાજપ પર ચૂંટણી જીતવા માટે રમખાણો કરાવવાનો આરોપ લગાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપના ધારાસભ્યએ ગુજરાત ચૂંટણી પહેલા ભાજપનો પર્દાફાશ કર્યો છે.

વિશ્વાસ ન્યુઝની તપાસમાં આ વાઈરલ દાવો ખોટો સાબિત થયો હતો. વાયરલ વીડિયોનો તાજેતરની ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો લગભગ પાંચ વર્ષ જૂનો છે. જેને હવે ભ્રામક દાવો સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

શું છે વાયરલ પોસ્ટમાં ?

આ વીડિયોને શેર કરતા એક ફેસબુક યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, “ભાજપ ચૂંટણી જીતવા માટે મુસ્લિમોના વેશમાં હિન્દુઓને મોકલીને કેવી રીતે રમખાણો કરાવે છે; ખુદ ભાજપના ધારાસભ્યના મુખેથી સાંભળો.

સોશિયલ મીડિયા પર અન્ય યુઝર્સ આ સમાન દાવાઓ સાથે પોસ્ટ શેર કરી રહ્યા છે. પોસ્ટનું આર્કાઇવ કરેલ સંસ્કરણ અહીં જોઈ શકો છે.

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર કીવર્ડ્સથી સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને સ્પર્શ ઉપાધ્યાય નામના પત્રકારના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલા દાવા સાથે સંબંધિત એક ટ્વિટ મળ્યું. સ્પર્શ ઉપાધ્યાયે પ્રશાંત ભૂષણને જવાબ આપતા કહ્યું છે કે આ વીડિયો લગભગ 5 વર્ષ જૂનો છે

આ મામલે અમે વધુ તપાસ કરતા અમને મળેલી માહિતીના આધારે અન્ય કીવર્ડ્સ દ્વારા ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને 17મી ડિસેમ્બર 2017ના રોજ જનચોકની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલો આ વાયરલ વીડિયો મળ્યો.

અમારી અત્યાર સુધીની તપાસમાં એ સાબિત થયું છે કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે તાજેતરની ચૂંટણીનો નથી. આ વીડિયો લગભગ પાંચ વર્ષ જૂનો છે.

વીડિયોમાં દેખાતી વ્યક્તિ વિશે જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને ખબર પડી કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ યતિન ઓઝા છે.

યતિન ઓઝા પરની તપાસમાં અમને 16 જુલાઈ 2016 ના રોજ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પર પ્રકાશિત મળી. રિપોર્ટ અનુસાર યતિન ઓઝા 2016માં ભાજપ છોડીને AAPમાં જોડાયા હતા. એનડીટીવી અને જનસત્તાએ પણ આ અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

વધુ વિગતો માટે અમે ગુજરાત દૈનિક જાગરણના રિપોર્ટિંગ હેડ શત્રુઘ્નનો સંપર્ક કર્યો. અમે તેમની સાથે વાયરલ દાવો શેર કર્યો. તેઓએ અમને કહ્યું કે વાયરલ દાવો ભ્રામક છે. તેઓ પોતાના નિવેદનો અને કાર્યશૈલીને લઈને ઘણી વખત વિવાદોમાં રહ્યા છે. આ વીડિયો ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીનો છે. ત્યારે તેમણે ભાજપ પર ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. આ વીડિયોને વર્તમાન ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી.

અમે ફેસબુક યુઝર આશિષ વર્માની પ્રોફાઈલ સ્કેન કરી જેમણે ભ્રામક દાવા સાથે વીડિયો શેર કર્યો છે. આ પેજને ફેસબુક પર 675 લોકો ફોલો કરે છે અને આ યુઝર ઓક્ટોબર 2014થી એક્ટિવ છે. પ્રોફાઇલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર યુઝર છત્તીસગઢનો રહેવાસી છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાઈરલ દાવો ખોટો સાબિત થયો હતો. વાયરલ વીડિયોનો તાજેતરની ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો લગભગ પાંચ વર્ષ જૂનો છે. જેને હવે ભ્રામક દાવો સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ