નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા વિનાશક ભૂકંપને કારણે હજારો લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. બંને જ દેશોમાં રાહત અને બચાવનું કામ ચાલી રહ્યું છે. મૃત્યુઆંક 50 હજાર સુધી પહોંચી ગયો છે. ભૂકંપ પછીથી જ સોશિયલ મીડિયામાં આને લઈને અનેક પ્રકારના ફેક ન્યૂઝ, તસવીરો અને વીડિયો વાયરલ થવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી. હજુ પણ એક જુનો અને બિનસંબંધિત વીડિયોને વાયરલ કરીને જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં એક બાળકીને એક નાના બાળકને શાંત કરાવતા અને માતાની જેમ તેને સ્નેહ આપતા જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે વીડિયો તુર્કીમાં ભૂકંપ આવ્યા પછીનો છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો સાબિત થયો. વાયરલ વીડિયો ઘણો જૂનો છે. તેનો તુર્કીમાં આવેલા ભૂકંપ સાથે કોઈ સંબંધ નથી. વાયરલ વીડિયો નવેમ્બર 2022થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, જેને હવે તુર્કીના ભૂકંપ સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.
ફેસબુક યુઝર શહીદ બાબાએ 10 ફેબ્રુઆરી 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કર્યો છે. યુઝરે વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, “એક માસૂમ બાળકી તેના ભાઈને માતા હોવાનો દિલાસો આપે છે… માં નથી બચી એટલા માટે નાની બાળકી તેના ભાઈને દૂધ પિવડાવવાની એક્ટિંગ કરી રહી છે જેથી તેનો નાનો ભાઈ શાંત થઈ જાય. યા અલ્લાહ રહમ” #TurkeySyriaEarthquake
ફેસબુક પોસ્ટના કન્ટેટને અહીં જેમ છે તેમ લખવામાં આવ્યું છે. તેના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
સોશિયલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મ પર પણ કેટલાક અન્ય યૂઝર્સએ આ પોસ્ટને સમાન દાવાની સાથે શેર કરી છે.
ટ્વિટર પર પણ યુઝર્સ આ વીડિયોને આ જ દાવાની સાથે શેર કરી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની તપાસ માટે સૌથી પહેલા ઇનવિડ ટૂલની મદદથી ઘણા ગ્રેબ કાઢ્યા. પછી તેને ગૂગલ લેન્સ ટૂલની મદદથી સર્ચ કર્યું. આ દરમિયાન અમને વાયરલ વીડિયો Osa Eric નામના એક ફેસબુક એકાઉન્ટ પર 13 ફેબ્રુઆરી 2023ના રોજ પોસ્ટ થયેલો મળ્યો. કેપ્શનમાં તેને તુર્કીમાં આવેલા ભૂકંપનો જ જણાવવામાં આવ્યું છે, પરંતુ વીડિયો પર Tik Tok એકાઉન્ટ anelya.495નો લોગો લાગેલો છે.
તપાસને આગળ વધારતા અમે ટૂલ્સની મદદથી anelya.495ના Tik Tok એકાઉન્ટને સ્કેન કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન વાયરલ વીડિયો 26 નવેમ્બર 2022ના રોજ શેર કરેલ મળ્યો. અમને આ એકાઉન્ટ પર વાયરલ વીડિયોમાં જોવા મળતી છોકરીના કેટલાક અન્ય વીડિયો પણ પોસ્ટ કરેલા મળ્યા. એકાઉન્ટ પર બાળકીના બાળપણના ઘણા અન્ય વીડિયો શેર કરવામાં આવ્યા છે.
Anelya.495 એકાઉન્ટ સતત Tik Tok પર એક્ટિવ છે. તુર્કિમાં ભૂકંપ આવ્યા પછી પણ બાળકીના ઘણા વીડિયો શેર કરવામાં આવ્યા છે. બાળકીનો ડાન્સ કરતાનો છેલ્લો વીડિયો anelya.495 એકાઉન્ટ પર 20 ફેબ્રુઆરી 2023ના રોજ શેર કરવામાં આવ્યો છે.
વધુ માહિતી માટે અમે મેઇલ દ્વારા તુર્કીના ફોરેન મીડિયા એસોસિએશનનો સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. આ વીડિયોને તુર્કીમાં આવેલા ભૂકંપ સાથે કોઈ સંબંધ નથી.
વિશ્વાસ ન્યૂઝ આ વાતની સ્વતંત્ર રીતે પુષ્ટિ નથી કરતું કે બાળકીનો આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે, પરંતુ તે સ્પષ્ટ છે કે આ વીડિયો તુર્કીમાં આવેલ ભૂકંપ પહેલાનો છે અને ઘણો જૂનો છે.
આ ખોટી પોસ્ટને ઘણા લોકોએ શેર કરી, જેમાંથી એક છે Facebook યુઝર, જેની પોસ્ટની અમે તપાસ કરી. પ્રોફાઇલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, યુઝર હૈદરાબાદમાં રહે છે અને બગહાનો રહેવાસી છે. યુઝરના ફેસબુક પર 4,832 ફ્રેન્ડ્સ છે અને યુઝરને 5700થી વધુ લોકો ફોલો કરે છે.
નિષ્કર્ષ: નાના બાળકને સ્નેહ કરતી બાળકીનો વાયરલ વીડિયો ઘણો જૂનો છે, તેનો તુર્કીમાં આવેલા ભૂકંપ સાથે કોઈ સંબંધ નથી. વાયરલ વીડિયો નવેમ્બર 2022થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, જેને હવે તુર્કીના ભૂકંપ સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923