વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે કન્નૌજની રેલીમાં અખિલેશ યાદવ પર ફૂલો અને ફૂલોના હાર ફેંકવામાં આવ્યા હતા. આ જ વીડિયોને લોકોને ગેરમાર્ગે દોરવાના ઈરાદાથી ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને કન્નૌજ લોકસભાથી ચૂંટણી લડી રહેલા અખિલેશ યાદવની રેલીના એક વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે કન્નૌજમાં યોજાયેલી અખિલેશ યાદવની રેલી પર લોકોએ બૂટ અને ચપ્પલ ફેંક્યા.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાસ્તવમાં અખિલેશ યાદવ પર ફૂલો અને ફૂલોના હાર ફેંકવામાં આવ્યા હતા. આ વીડિયોને લોકોને ગેરમાર્ગે દોરવા અને દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
ફેસબુક યુઝર વિનોદ પટેલે 9 મે 2024ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ”કન્નૌજમાં ટૂ** ચો** અખિલેશનું ચપ્પલ જૂતાથી સ્વાગત, બસ આ જ ઔકાત રહી ગઈ છે ટોટી ચોરની જનતાની વચ્ચે.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું. અમને દાવા સાથે સંબંધિત કોઈપણ ન્યૂઝ રિપોર્ટ મળ્યો નથી. વિચારવા જેવી વાત છે કે અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ છે. જો ખરેખર આવું બન્યું હોત તો તેની સાથે સંબંધિત કોઈને કોઈ રિપોર્ટ જરુર ઉપલબ્ધ હોત.
તપાસને આગળ વધારવા અમે વીડિયોને ધ્યાનથી જોયો. અમને જાણવા મળ્યું કે વીડિયોમાં લોકો બૂટ-ચપ્પલ નહીં, પરંતુ ફૂલો અને ફૂલોના હાર ફેંકી રહ્યા છે.
વીડિયોમાં એક ઈન્સ્ટાગ્રામ યુઝર નામ vikashyadavauraiyawale આપવામાં આવ્યું છે. અમે જ્યારે યુઝરની પ્રોફાઈલને સર્ચ કરી. અમને દાવા સંબંધિત અસલી વીડિયો (આર્કાઇવ લિંક) ત્યાં મળ્યો. ત્યાં બૂટ-ચપ્પલ ફેંકવા જેવી કોઈ માહિતી આપવામાં આવી નથી.
અમને આ રેલી સાથે સંબંધિત દૈનિક ભાસ્કર (આર્કાઇવ લિંક) અને લાઈવ હિન્દુસ્તાન (આર્કાઇવ લિંક)ના રિપોર્ટ મળ્યા. રિપોર્ટ્સને 27 એપ્રિલ 2024ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા છે. રિર્પોટમાં આવી કોઈ માહિતી આપવામાં આવી નથી કે અખિલેશ યાદવની રેલીમાં લોકોએ બૂટ અને ચપ્પલ ફેંક્યા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અખિલેશ યાદવના રોડ શૉમાં ભારે ભીડ જોવા મળી અને તેમણે ભાજપના વિકાસ પર આકરા પ્રહારો કર્યા. દૈનિક જાગરણ પ્રિન્ટમાં પણ અખિલેશની આ રેલી સાથે જોડાયેલા સમાચાર પ્રકાશિત થયા હતા. ત્યાં પણ અમને બૂટ કે ચપ્પલ ફેંકવા સંબંધિત કોઈ માહિતી મળી નથી. ઈ-પેપરના સ્ક્રીનશોટને નીચે જોઈ શકાય છે.
તપાસ દરમિયાન અમને રેલી સાથે જોડાયેલા અન્ય ઘણા વીડિયો મળ્યા, પરંતુ ક્યાંય પણ અમને આવી કોઈ માહિતી મળી નથી. વીડિયો રિપોર્ટ્સમાં એ જ જણાવવામાં આવ્યું છે કે કન્નૌજમાં અખિલેશ યાદવનું જોરદાર સ્વાગત થયું.
વધુ જાણકારી માટે અમે આ રેલીને કવર કરનાર દૈનિક જાગરણના રિપોર્ટર અનુપ બિશ્નોઈ સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. બિધુના વિધાનસભામાં બેલા વિસ્તારની પાસે આ રેલી યોજાઈ હતી. હું આખો સમય આ રેલીમાં હતો. ત્યાં આવું કંઈ થયું ન હતું. ત્યાં લોકોએ ફૂલો ફેંક્યા હતા, બૂટ કે ચપ્પલ નહીં.
છેલ્લે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું છે કે યુઝર એક વિચારધારા સાથે જોડાયેલ પોસ્ટને શેર કરે છે. યુઝરને 4.2 હજાર લોકો ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે કન્નૌજની રેલીમાં અખિલેશ યાદવ પર ફૂલો અને ફૂલોના હાર ફેંકવામાં આવ્યા હતા. આ જ વીડિયોને લોકોને ગેરમાર્ગે દોરવાના ઈરાદાથી ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923