Fact Check: PM મોદીના નામે ફ્રી મોબાઈલ રિચાર્જ યોજનાનો વાયરલ દાવો છે નકલી
- By: Jyoti Kumari
- Published: Apr 11, 2023 at 09:59 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક દાવો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફ્રી રિચાર્જના નામે એક લિંક શેર કરવામાં આવી રહી છે. પોસ્ટને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે PM મોદી દ્વારા ફ્રી મોબાઈલ રિચાર્જ યોજના હેઠળ તમામ ભારતીય યુઝર્સને 239 રૂપિયાનું 28 દિવસનું રિચાર્જ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે.
વિશ્વાસ ન્યૂઝને તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. સરકાર દ્વારા આવી કોઈ પણ યોજના ચલાવવામાં આવી રહી નથી, જેમાં તમામ ભારતીય યુઝર્સને ફ્રી રિચાર્જ આપવાનું વચન આપવામાં આવ્યું હોય. પોસ્ટની સાથે ફિશિંગ લિંક શેર કરવામાં આવી રહી છે. તેના પર ક્લિક કરવાથી યુઝરનો ડેટા હેક થઈ શકે છે. આ લિંક પર ભૂલથી પણ ક્લિક ન કરતા.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર “Allcontent”એ 16 માર્ચે પોસ્ટ શેર કરી છે અને લખ્યું છે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીદ્વારા ફ્રી મોબાઈલ રિચાર્જ યોજના હેઠળ તમામ ભારતીય યુઝર્સને ₹239નું 28 દિવસનું રિચાર્જ ફ્રી આપવાનું વચન આપવામાં આવ્યું છે તો અત્યારે નીચે વાદળી રંગની લિંક પર ક્લિક કરીને તમારા નંબર પર રિચાર્જ કરો.
મેં પણ આનાથી મારું 28 દિવસનું ફ્રી રિચાર્જ કર્યું છે, તમે પણ અત્યારે નીચે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરીને 28 દિવસનું ફ્રી રિચાર્જ મેળવો (છેલ્લી તારીખ – 30 માર્ચ 2023) https://bit.ly/3YRNXq1″
સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ તેને સમાન દાવાની સાથે શેર કરી રહ્યાં છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.
તપાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રી રિચાર્જ યોજના વિશે જાણવા માટે અમે કીવર્ડ સાથે Google પર ઓપન સર્ચ કર્યું, પરંતુ અમને દાવા સંબંધિત આવા કોઈ પણ સમાચાર ભરોસાપાત્ર મીડિયા વેબસાઇટ પર નથી મળ્યા.
તપાસને આગળ વધારતા અમે વાયરલ પોસ્ટમાં આપવામાં આવેલી લિંકને ચેક કરી. લિંક પર ક્લિક કરવાથી એક બ્લોગસ્પોટની લિંક ખુલે છે. જેમાં તમને ફ્રી રિચાર્જ મેળવવા માટે તમારો ફોન નંબર એન્ટર કરવાનું કહેવામાં આવશે અને તે પછી રિચાર્જ ઑફર મેળવવા માટે તેને આગળ WhatsApp ગ્રુપ અથવા 10 લોકો સાથે શેર કરવાનું કહેવામાં આવશે. અમે અમારા વાંચકોને કહેવા માંગીએ છીએ કે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરો.
વધુ માહિતી માટે અમે ભારતીય સાયબર આર્મીના અધ્યક્ષ અને ભારતીય પોલીસના સાયબર ક્રાઈમ સલાહકાર કિસલય ચૌધરી સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ લિંકને શેર કરી. તેમણે કહ્યું, વાયરલ દાવો ફેક છે. આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરો. જેના કારણે યુઝરનો ડેટા હેક થઈ શકે છે અને તેમની અંગત માહિતી ચોરી થઈ શકે છે.
પહેલા પણ આવી અનેક પોસ્ટ વાયરલ થઈ ચૂકી છે, જેની તપાસ સમયાંતરે વિશ્વાસ ન્યૂઝ દ્વારા કરવામાં આવી છે. આના જેવી લિંક્સ છેતરવા અને તમારી અંગત માહિતી જેમ કે ફોન નંબર, ઈમેલ આઈડી અને અન્ય માહિતીને એકત્રિત કરવા માટે બનાવવામાં આવે છે. અમે અમારા યુઝર્સને કહેવા માંગીએ છીએ કે તેઓ આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરે.
તપાસના અંતે અમે આ પોસ્ટ શેર કરનાર યુઝરની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે યુઝરના ફેસબુક પર 1 જ ફોલોઅર્સ છે. આ ફેસબુક પેજને ફેબ્રુઆરી 2023ના રોજ બનાવવામાં આવ્યું છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ફેક નીકળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફ્રી રિચાર્જ જેવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. વાંચકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આવી કોઈ પણ લિંક પર ક્લિક ન કરે.
- Claim Review : પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મફત મોબાઇલ રિચાર્જ યોજના હેઠળ તમામ ભારતીય દરેક* માટે *₹239 કા 28 દિવસવાળો રિચાર્જ ફ્રીમાં આપે છે.
- Claimed By : Allcontent
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.