Fact Check: ફ્રી લેપટોપ યોજનાના નામે વાયરલ થઈ ક્લિકબેટ લિંક

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ફેક નીકળ્યો. સરકાર તરફથી આ પ્રકારની કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. ક્લિકબેટ URL ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહી છે. આવી લિંક્સ પર ક્લિક ન કરો.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર એક પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર ફ્રી લેપટોપ સ્કીમ 2022-23 અંતર્ગત ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ફ્રીમાં લેપટોપ આપી રહી છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ફેક નીકળ્યો. સરકાર તરફથી આ પ્રકારની કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. ક્લિકબેટ યુઆરએલ ખોટી જાણકારી સાથે વાયરલ કરવામાં આવી રહી છે. આ પ્રકારની લિક્સ પર ક્લિક ન કરો. 

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘સરકારી યોજના’એ 25 ઓગસ્ટ 2023ના રોજ વાયરલ પોસ્ટને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે,  “Free Laptop Yojana 2022-23 : દસમા અને બરમાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ, જેમણે બોર્ડની પરીક્ષામાં 45%થી વધુ માર્ક્સ મેળવ્યા છે, તેઓને લેપટોપ આપવામાં આવશે. ફ્રી લેપટોપ મળી રહ્યા છે, હમણાં જ ઘરે બેઠા કરો અરજી.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

સંબંધિત કીવર્ડ્સ સાથે ગૂગલ પર સર્ચ કરવા પર અમને જાણવા મળ્યું કે ગૂગલ પર ઘણી ફેક વેબસાઇટ્સ છે, જે આવા દાવા કરે છે અને યુઝરના ડેટાની ચોરી કરે છે. ઘણા યુઝર્સે ફેસબુક પર પણ સમાન દાવા સાથે આ પ્રકારની ફેક લિંક શેર કરેલી છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે લેપટોપ યોજના હેઠળ દેશના તમામ વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ આપવામાં આવશે.

તપાસને આગળ વધારતા અમે સરકારી વેબસાઇટને શોધવાનું શરૂ કર્યું. અમને ત્યાં આવી કોઈ યોજના વિશે માહિતી ન મળી.

તપાસ દરમિયાન અમને દાવા સાથે સંબંધિત એક રિપોર્ટ દૈનિક જાગરણની વેબસાઇટ પર 3 જૂન, 2023ના રોજ પ્રકાશિત થયેલો જોવા મળ્યો. રિપોર્ટ મુજબ, “ભારત સરકારના નામે ઇન્ટરનેટ પર એક નવું કૌભાંડ ચાલી રહ્યું છે. સ્કેમર્સ યુઝર્સને કહી રહ્યા છે કે ભારત સરકાર વિદ્યાર્થીઓને ફ્રીમાં લેપટોપ આપી રહી છે અને લોકો સત્તાવાર વેબસાઇટ પર ચોક્કસ વિગતોની સાથે રજિસ્ટ્રેશન કરીને તેનો લાભ ઉઠાવી શકે છે. સરકારે આ દાવાને નકારી કાઢ્યો છે.”

તપાસ દરમિયાન અમને એવા ઘણા રિપોર્ટ્સ મળ્યા, જે મુજબ ઘણી રાજ્ય સરકારો જેમ કે યુપી અને રાજસ્થાન પોત-પોતાના સ્તર પર આર્થિક રીતે નબળા અને બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓને લેપટોપ અથવા ટેબલેટ આપી રહી છે. જોકે, આ યોજના તમામ વિદ્યાર્થીઓ માટે નથી.

વધુ માહિતી માટે અમે સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલ સાથે સંપર્ક કર્યો. તેઓએ અમને જણાવ્યું કે “આ એક ક્લિકબેટ લિંક છે, આવી લિંક્સનો ઉપયોગ ટ્રાફિક અને વ્યૂઝ લાવવા માટે કરવામાં આવે છે. આ લિંક્સ પર ક્લિક કરવાથી તમે બીજી કોઈ વેબસાઈટ પર પહોંચી જશો, જેથી તે વેબસાઈટ પર વ્યૂ આવી શકે. ઘણી વખત આવી લિંક્સનો ઉપયોગ સિસ્ટમમાં મેલવેર નાખવા માટે પણ કરવામાં આવે છે. મેલવેર દ્વારા સિસ્ટમ પર કંટ્રોલ મેળવીને છેતરપિંડી ખૂબ જ સરળતાથી કરી શકાય છે.”

પહેલા પણ આ પ્રકારના દાવા વાયરલ થઈ ચૂક્યા છે, જેને રિપોર્ટને તમે અહીં વાંચી શકો છો.

તપાસના અંતે અમે યુઝરનું એકાઉન્ટ સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર આ પ્રકારના દાવા શેર કરે છે. યુઝરને 268 લોકો ફોલો કરે છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ