વિશ્વાસ ન્યૂઝની તપાસમાં બ્રાહ્મણોને અપશબ્દ કહેવા પર એટ્રોસિટી એક્ટ લાગુ થવાનો દાવો ખોટો સાબિત થયો. સુપ્રીમ કોર્ટે આવો કોઈ નિર્ણય સંભળાવ્યો છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર ફરી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સુપ્રીમ કોર્ટે એ નિર્ણય સંભળાવ્યો છે કે બ્રાહ્મણોને અપશબ્દ કહેવા પર હવે એટ્રોસિટી એક્ટ લાગુ થશે, વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો સાબિત થયો. સુપ્રીમ કોર્ટે આવો કોઈ નિર્ણય સંભળાવ્યો નથી.
ફેસબુક યુઝર Sudhir Vyas (આર્કાઇવ)એ વાયરલ દાવાને શેર કરતા લખ્યું છે કે, ”બ્રાહ્મણ જાતિ માટે અપશબ્દ બોલવા પર હવે લાગુ થશે એટ્રોસિટી એક્ટ……………સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાએ આપ્યો મોટો નિર્ણય. બ્રાહ્મણ જાતિ માટે અપશબ્દ બોલવા પર હવે લાગુ થશે એટ્રોસિટી એક્ટ. એડવોકેટ મુકેશ ભટ્ટજીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પિટીશનને આજે સુપ્રીમ કોર્ટે માન્યતા આપી. બધા બ્રાહ્મણોને આ મેસેજ જરુર મોકલો, જય પરશુરામ.”
પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
વાયરલ દાવો એકવાર પહેલા પણ વાયરલ થયો હતો. તે સમયે પણ વિશ્વાસ ન્યૂઝે આ અંગે તપાસ કરી હતી. તે સમયે દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર ઘણા કીવર્ડ્સ દ્વારા સર્ચ કર્યું હતું, પરંતુ અમને વાયરલ દાવા સંબંધિત કોઈ વિશ્વસનીય મીડિયા રિપોર્ટ મળ્યા ન હતા. અમે એકવાર ફરી કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું પરંતુ અમને એવો કોઈ રિપોર્ટ મળ્યો નથી.
તપાસને આગળ વધારતા અમે કાયદાકીય મુદ્દાઓ પર લેખ પ્રકાશિત કરતી વેબસાઈટ ‘Live Law’ અને ‘BarandBench’ પર પણ સર્ચ કર્યું, પરંતુ અમને અહીં પણ આવી કોઈ માહિતી મળી નથી.
અમે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર પણ સર્ચ કર્યું, પરંતુ અમને અહીં પણ આવો કોઈ ચુકાદો મળ્યો નથી, જેવો વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે.
વધુ જાણકારી માટે અમે સુપ્રીમ કોર્ટના વકીલ મોહિત ત્યાગી સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. સુપ્રીમ કોર્ટે આવો કોઈ નિર્ણય સંભળાવ્યો નથી અને ન તો આવી કોઈ અરજી દાખલ કરવામાં આવી છે. બ્રાહ્મણો વિરુદ્ધ અપશબ્દ કહેવા પર હવે એટ્રોસિટી એક્ટ લાગુ થઈ શકશે નહીં. SC/ST એટ્રોસિટી એક્ટને 1989માં પસાર કરવામાં આવી હતી. આ એક ખાસ પ્રકારનો કાયદો છે, જે બંધારણની કલમ 15(4) હેઠળ બનાવવામાં આવ્યો હતો. તે સમાજના દલિત વર્ગ માટે વિશેષ જોગવાઈઓ કરવાની મંજૂરી આપે છે.
તપાસના અંતે અમે દાવાને શેર કરનાર ફેસબુક યુઝર સુધીર વ્યાસના એકાઉન્ટને સ્કેન કર્યું. સ્કેનિંગ પરથી અમને જાણવા મળ્યું કે યુઝરને અંદાજીત 10000 લોકો ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં બ્રાહ્મણોને અપશબ્દ કહેવા પર એટ્રોસિટી એક્ટ લાગુ થવાનો દાવો ખોટો સાબિત થયો. સુપ્રીમ કોર્ટે આવો કોઈ નિર્ણય સંભળાવ્યો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923