X
X

Fact Check: શેખ મોહમ્મદ બિન રાશિદના નામે રમઝાન કોમ્પિટિશન પર ઇનામ આપતી નકલી વેબસાઇટની લિંક વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર UAEના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદના નામે એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. વાયરલ પોસ્ટમાં એક લિંક પણ આપવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મોહમ્મદ બિન રાશિદે રમઝાન કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. જેમાં વિજેતાને શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ ભેટ આપશે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી અને દાવો નકલી હોવાનું જાણવા મળ્યું. વાયરલ લિંક એક ફિશિંગ લિંક છે, જેને યુઝર્સના ડેટા એકત્રિત કરવા માટે બનાવવામાં આવી છે. યુઝર્સે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરવું જોઈએ. શેખ મોહમ્મદ બિન રાશિદ તરફથી રમઝાન પર આવી કોઈ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું નથી.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક પેજ ‘ખાન જુનૈદ’એ 11 એપ્રિલના રોજ વાયરલ પોસ્ટને શેર કરતા અંગ્રેજીમાં કેપ્શનમાં લખ્યું છે, “મોહમ્મદ બિન રાશિદ રમઝાન કોમ્પિટિશન. હમણાં જ ભાગ લો, પ્રશ્નોના જવાબ આપો અને ઈનામો જીતો. શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ દ્વારા ભેટ આપવામાં આવશે. દરેક વ્યક્તિ વિજેતા છે. જલદી કરો”

સોશિયલ મીડિયા ઘણા યુઝર્સ તેને સમાન દાવા સાથે શેર કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.

તપાસ

વાયરલ દાવા પાછળનું સત્ય જાણવા માટે અમે સંબંધિત કીવર્ડ્સ સાથે ગૂગલ પર સર્ચ કર્યું. અમને દાવાની પુષ્ટિ કરતા કોઈ વિશ્વાસનીય રિર્પોટ નથી મળ્યા.

તપાસને આગળ વધારતા અમે પોસ્ટમાં આપેલી લિંક પર ક્લિક કર્યું. લિંક પર ક્લિક કરવા પર લખેલું આવ્યું કે આ સાઈટ સુરક્ષિત નથી. તમારી વ્યક્તિગત માહિતી (ઉદાહરણ તરીકે પાસવર્ડ, ફોન નંબર અથવા ક્રેડિટ કાર્ડ્સની વિગતો) એકત્રિત કરવા માટે આ લિંક બનાવવામાં આવી છે.

અમને દુબઈ મીડિયા એજન્સી લોવિન દુબઈના વેરિફાઈડ ફેસબુક પેજ પર દાવાનું ખંડન કરતી એક પોસ્ટ મળી, 30 માર્ચે કરવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “વોટ્સએપ પર છેલ્લા કેટલાક દિવસોથી એક નકલી કોમ્પિટિશન ચાલી રહી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હિઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ રમઝાન કોમ્પિટિશનનું આયોજન કરી રહ્યા છે.”

વાયરલ લિંક વિશે જાણવા માટે અમે સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલ સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ પોસ્ટની લિંકને શેર કરી. આ વિશે તેમનું કહેવું છે, આ પ્રકારની લિંક ડેટા એકત્રિત કરવા માટે બનાવવામાં આવે છે. આવી લિંક પર ક્લિક ન કરવું જોઈએ.

ભારતીય સાયબર આર્મીના અધ્યક્ષ અને ભારતીય પોલીસના સાયબર ક્રાઈમ સલાહકાર કિસલય ચૌધરીએ પણ આ લિંકને નકલી ગણાવી છે. તેમણે કહ્યું કે, યુઝર્સે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરવું જોઈએ. તેનાથી તેમની પર્સનલ માહિતી ચોરી થઈ શકે છે.

તપાસના અંતે અમે આ પોસ્ટને શેર કરનાર યુઝરની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે યુઝર પાકિસ્તાનનો રહેવાસી છે. ફેસબુક પર યુઝરના લગભગ પાંચ હજાર ફ્રેન્ડ્સ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો નકલી હોવાનું સામે આવ્યું. વાયરલ પોસ્ટમાં આપવામાં આવેલી લિંક ફિશિંગ લિંક છે. વાંચકોને સલાહ આપવામાં આવે છે કે આવી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં.

  • Claim Review : મોહમ્મદ બિન રશીદે રમઝાન સ્પર્ધાનું આયોજન કર્યું છે
  • Claimed By : Khan Junaid
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later