X
X

Fact Check: ગુજરાતના અદાણી પોર્ટ પરથી ગાયોની નિકાસ કરવાનો દાવો ફેક, વાયરલ વીડિયો ભારતનો નથી

ગુજરાતમાં આવેલા અદાણી પોર્ટથી અરબ દેશોને ગાયોની નિકાસનો દાવો ફેક છે અને તેની સાથે વાયરલ થઈ રહેલો વીડિયો ભારતનો નથી, પરંતુ ઈરાક આવેલા કોઈ પોર્ટ કે બંદરનો છે, જેને ભારતના નામે ફેક દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) લોકસભાની ચૂંટણી માટે ચાલી રહેલા મતદાનની વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં બંદર પર પશુઓથી ભરેલા ટ્રકોની કતાર જોઈ શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ગુજરાતના અદાણી પોર્ટનું દ્રશ્ય છે, જ્યાંથી અરબ દેશોમાં પશુઓની નિકાસ કરવાની તૈયારી ચાલી રહી છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ ખોટું હોવાનું જાણવા મળ્યું. વાયરલ વીડિયોને ગુજરાતના પોર્ટ સાથે કોઈ સંબંધ નથી અને ન તો આ વીડિયો ભારતના કોઈ પોર્ટ કે બંદરનો છે.

શું છે વાયરલ વીડિયોમાં?

સોશિયલ મીડિયા યુઝર  ‘Adnan Hameed’એ વાયરલ વીડિયો (આર્કાઇવ લિંક)ને શેર કરતા લખ્યું છે, “ગુજરાત: – અદાણીના પોર્ટ પર હજારો ગાયો ટ્રકોમાં ઉભી છે. અરબ દેશોમાં જવા માટે… ત્યાં તેમની કેવી પૂજા થશે?”

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઘણા અન્ય યૂઝર્સે આ વીડિયોને સમાન દાવાની સાથે શેર કર્યો છે.

https://twitter.com/Nagvanshi88/status/1783917630145106305

તપાસ

વાયરલ વીડિયોમાં કોઈ બંદર પર ગાયોથી ભરેલી ટ્રકોની લાંબી કતારોને જોઈ શકાય છે અને આ વીડિયોની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ગુજરાતના અદાણી પોર્ટ પરથી ગાયોની નિકાસનો વીડિયો છે, જેને ગાયોના કતલ માટે અરબ દેશોમાં મોકલવામાં આવી રહી છે.

વાયરલ વીડિયોના ક્રી- ફ્રેમ્સને રિવર્સ ઇમેજ સર્ચ કરતા અમને આ વીડિયો‘Hamed ELhagary’ નામના ફેસબુક યુઝરની પ્રોફાઇલ પર જોવા મળ્યો, જેને અરબી ટેક્સ્ટ અથવા કૅપ્શનની સાથે શેર કરવામાં આવ્યો છે.

અરબીમાં લખેલા શબ્દોનું ટ્રાન્સલેટ કરતા અમને એવી કોઈ માહિતી મળી નથી, જેનાથી આ વીડિયોના લોકેશનની પુષ્ટિ થઈ શકે.

સર્ચમાં અમને એક અન્ય યૂઝરની પ્રોફાઈલ પર આ વીડિયો મળ્યો. જો કે, કોઈપણ વીડિયોમાં તેનો ગુજરાત કે ભારત સાથે સંબંધિત હોવાની માહિતી નહોતી. વીડિયોને ધ્યાનથી જોતાં અમને બે વ્યકિત એવા દેખાયા, જેમનો પહેરવેશ સામાન્ય રીતે ખાડી દેશોના લોકો સાથે મળે છે.

વાયરલ વીડિયોમાં અરબી પહેરવેશમાં જોવા મળી રહેલા લોકો.

વીડિયોના લોકેશનની પુષ્ટિ કરવા માટે અમે અન્ય કેટલીક કી ફ્રેમ્સને ફરીથી રિવર્સ દ્વારા ઈમેજ સર્ચ કર્યું. સર્ચ દરમિયાન અમને અલ માયાદીન ચેનલ નામની યુટ્યુબ ચેનલ પર એક વર્ષ પહેલા અપલોડ કરવામાં આવેલ એક વીડિયો મળ્યો, જે ઈરાકની કાસર મસ્જિદનો છે.

અમે વાયરલ વીડિયો અંગે અદાણી ગ્રુપના પ્રવક્તાનો સંપર્ક કર્યો. તેમણે પુષ્ટિ કરતા જણાવ્યું કે, “આ વીડિયોનો અમારા કોઈપણ પોર્ટ સાથે કોઈ સંબંધ નથી,” તેણે પુષ્ટિ કરી.

વાયરલ વીડિયો ક્લિપ શેર કરનાર યુઝરને ફેસબુક પર 25 હજારથી વધુ લોકો ફોલો કરે છે. લોકસભા ચૂંટણી 2024 માટે ચાલી રહેલા મતદાનની વચ્ચે, ચૂંટણીને લગતા અન્ય ભ્રામક અને બનાવટી દાવાઓની તપાસ કરતા ફેક્ટ ચેક રિપોર્ટને વિશ્વાસ ન્યૂઝના ચૂંટણી વિભાગમાં વાંચી શકાય છે.

निष्कर्ष: ગુજરાતમાં આવેલા અદાણી પોર્ટથી અરબ દેશોને ગાયોની નિકાસનો દાવો ફેક છે અને તેની સાથે વાયરલ થઈ રહેલો વીડિયો ભારતનો નથી, પરંતુ ઈરાક આવેલા કોઈ પોર્ટ કે બંદરનો છે, જેને ભારતના નામે ફેક દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

  • Claim Review : ગુજરાત અદાણી પોર્ટ પરથી ગાયો આરબ દેશોમાં મોકલવામાં આવી રહી છે.
  • Claimed By : FB User-Adnan Hameed
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later