Fact Check: રામ મંદિરના નામે CM યોગીને લઈને ફેક પોસ્ટ વાયરલ
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં SC, ST અને OBC સમુદાયના નામે વાયરલ થયેલો મેસેજ ફેક સાબિત થયો. તેને જાણી જોઈને કેટલાક લોકો વાયરલ કરીને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવી રહ્યા છે.
- By: Ashish Maharishi
- Published: Feb 7, 2024 at 12:36 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના દર્શન માટે દરરોજ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે. હવે એક પોસ્ટમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીરનો ઉપયોગ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, રામ મંદિરના 14 કિલોમીટરના દાયરામાં SC/ST/OBC સમુદાયના લોકો પગમાં ચપ્પલ પહેરીને નહીં, ઉઘાડા પગે જ ચાલી શકશે. આ પોસ્ટને એવી રીતે શેર કરવામાં આવી રહી છે કે જાણે આ આદેશ યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવ્યો હોય.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું, જેને યોગી આદિત્યનાથ અને રામ મંદિરના નામે દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી શેર કરવામાં આવી રહ્યો છે. વાયરલ પોસ્ટ સંપૂર્ણપણે પાયાવિહોણી છે. આમાં કોઈ સત્ય નથી.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર રંજીત કુમાર યાદવે 30 જાન્યુઆરીએ એક પોસ્ટ શેર કરી. તેના પર યુપીના મુખ્યમંત્રીની તસવીરનો ઉપયોગ કરીને લખવામાં આવ્યું છે કે, ઉત્તર પ્રદેશ અયોધ્યા રામ મંદિરના 14 કિલોમીટરના દાયરામાં SC/ST/OBC સમુદાયના લોકો પગમાં ચપ્પલ પહેરીને નહીં, પરંતુ ઉઘાડા પગે જ ચાલશે.
પોસ્ટને સમાન દાવાની સાથે અન્ય યુઝર્સ પણ શેર કરી રહ્યા છે. પોસ્ટના દાવાને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યો છે. તેના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌથી પહેલા ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. સંબંધિત કીવર્ડ્સથી સર્ચ કરવા પર અમને એક પણ એવા સમાચાર મળ્યા નથી, જે વાયરલ પોસ્ટની પુષ્ટિ કરતા હોય.
તપાસ દરમિયાન અમે મુખ્યમંત્રીના સોશિયલ મીડિયા હેન્ડલને પણ સ્કેન કર્યું. અમને તેમના ફેસબુક પેજ પર અને તેમના એક્સ હેન્ડલ પર વાયરલ પોસ્ટને લગતી કોઈ પોસ્ટ ન મળી.
તપાસને આગળ વધારતા અમે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મીડિયા સલાહકાર મૃત્યુંજય કુમાર સાથે સંપર્ક કર્યો અને તેમની સાથે વાયરલ પોસ્ટને શેર કરી. તેમણે વિશ્વાસ ન્યૂઝ સાથેની વાતચીતમાં તેને ફેક ગણાવી.
આ પહેલા પણ એક વખત આ જાતિના લોકોને લઈને એક પોસ્ટ વાયરલ થઈ હતી. તેની પણ વિશ્વાસ ન્યૂઝે તપાસ કરી હતી. તે પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અયોધ્યાના રામ મંદિરમાં અમુક જાતિના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો છે. અયોધ્યાના રામ મંદિરમાં આવો કોઈ પ્રતિબંધ નથી.
અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. રંજીત કુમાર યાદવ નામના આ ફેસબુક યુઝરને પાંચ હજારથી વધુ લોકો ફોલો કરે છે. આ એકાઉન્ટ જુલાઈ 2023ના રોજ બનાવવામાં આવ્યું હતું. યુઝર યુપીના કાનપુરમાં રહે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં SC, ST અને OBC સમુદાયના નામે વાયરલ થયેલો મેસેજ ફેક સાબિત થયો. તેને જાણી જોઈને કેટલાક લોકો વાયરલ કરીને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવી રહ્યા છે.
- Claim Review : રામ મંદિરના 14 કિલોમીટરના દાયરામાં ઉઘાડા પગે રહેશે આ સમાજના લોકો
- Claimed By : ફેસબુક યુઝર રંજીત કુમાર યાદવ
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.