Fact Check: ટાટા મોટર્સ તેની 78મી વર્ષગાંઠ પર નથી આપી રહ્યું કોઈ ભેટ, ફેક છે વાયરલ લિંક

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટાટા મોટર્સ કંપની તેની 78મી વર્ષગાંઠ પર યૂઝર્સને ઈનામ આપી રહી છે. પોસ્ટની સાથે એક લિંક પણ શેર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ આ પોસ્ટને સાચી માનીને શેર કરી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝને તેમના ફેક્ટ ચેકિંગ માટે વોટ્સએપ ચેટબોટ નંબર +91 95992 99372 અને અમારા વોટ્સએપ નંબર 9205270923 પર પણ ફેક્ટ ચેક માટે આ દાવો મળ્યો છે. વિશ્વાસ ન્યૂઝે તપાસ કરી અને જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટ ફેક છે. શંકાસ્પદ લિંક વાચકોના ડેટાની ચોરી કરવા માટે બનાવવામાં આવી છે. વાચકોને સલાહ આપવામાં આવે છે કે આવી કોઈ પણ લિંક પર ક્લિક ન કરો.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યૂઝર “ઉમેશ પેડનેકર દેસાઈ (Umesh Pednekardesai)”એ 27 ફેબ્રુઆરી 2023ના રોજ પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં એક લિંક આપવામાં આવી છે અને લખ્યું છે, “ટાટા મોટર્સ તેની 78મી વર્ષગાંઠ પર યુઝર્સને આપી રહ્યું છે ઇનામ જીતવાની તક.”

પોસ્ટને સાચી માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. તેના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે .

તપાસ

વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા પોસ્ટમાં શેર કરવામાં આવી રહેલ લિંક પર ક્લિક કર્યું. પોસ્ટની ઉપર ટાટા મોટર્સનો લોગો લાગેલ છે પરંતુ લિંકને જોતા જ ખબર પડે છે કે આ ટાટાની કોઈ સત્તાવાર સાઇટની લિંક નથી. વાયરલ લિંક કોઈ ઑટોબાયોગ્રાફીની છે. લિંક પર ક્લિક કરતાં જાણવા મળ્યું કે આ લિંક સુરક્ષિત નથી.

અહીંથી અમે અમારી તપાસને આગળ વધારી અને ટાટા મોટર્સની સત્તાવાર વેબસાઇટને તપાસી. ટાટા કંપનીનું દેશમાં જ નહીં, વિદેશમાં પણ એક નામ છે, આના કારણે ટાટા મોટર્સ સંબંધિત માહિતી તેમની વેબસાઈટ પર ચોક્કસપણે હાજર હશે. પરંતુ અહીં પણ અમને આવી કોઈ માહિતી નથી મળી.

અમે ટાટા મોટર્સના સત્તાવાર ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ્સને તપાસ્યા. અમને અહીં પણ આવી કોઈ પોસ્ટ શેર કરેલી ન મળી, જેનાથી વાયરલ દાવાની પુષ્ટિ થઈ શકે.

અમે ટાટા મોટર્સ કારના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સને પણ તપાસ્યા. અમને 27 ફેબ્રુઆરી, 2023ના રોજ ટાટા મોટર્સ કાર દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટ મળ્યું, જેમાં આવી નકલી લિંક્સથી બચવાની અને તેના પર વિશ્વાસ ન કરવાની અપીલ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે, “આ પ્રકારની કોઈપણ સ્પર્ધા અથવા જાહેરાત હશે, તે ટાટા મોટર્સ દ્વારા તેમની સત્તાવાર વેબસાઇટ અને વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર કરવામાં આવશે.” ટ્વીટને અહીં જોઈ શકાય છે.

વધુ માહિતી માટે વિશ્વાસ ન્યૂઝે ઈન્ડિયન સાયબર આર્મીના પ્રમુખ અને ભારતીય પોલીસના સાયબર ક્રાઈમ સલાહકાર કિસલય ચૌધરી સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ લિંકને શેર કરી. તેમણે કહ્યું કે આ ફેક લિંક છે. આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરો. યુઝર્સના ડેટાની ચોરી કરવા માટે આને બનાવવામાં આવી છે.

આ પહેલીવાર નથી, જ્યારે ટાટા મોટર્સ વિશેના આ પ્રકારના નકલી દાવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યા છે. પહેલા પણ આવા અનેક દાવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે. જેની તપાસ વિશ્વાસ ન્યુઝે કરી હતી. તમે અમારી તપાસને અહીં વાંચી શકો છો .

તપાસના અંતે અમે ફેસબુક પર આ પોસ્ટ શેર કરનાર પ્રોફાઇલ ઉમેશ પેડનેકર દેસાઈ (Umesh Pednekardesai)નું સોશિયલ સ્કેનિંગ કર્યું. સ્કેનિંગમાં જાણવા મળ્યું કે યુઝર મહારાષ્ટ્રના કંકાવલીનો છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો નકલી નીકળ્યો. શંકાસ્પદ લિંક યુઝર્સના ડેટાની ચોરી કરવાના હેતુથી બનાવવામાં આવી છે. સાયબર એક્સપર્ટે સલાહ આપી છે કે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરો.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ