Fact Check: કોલ્ડ ડ્રિંકમાં ઈબોલા વાયરસ હોવાનો દાવો કરતી ફેક પોસ્ટ ફરી વાયરલ
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં કોલ્ડ ડ્રિંકમાં ઈબોલા વાયરસ ભેળવવાનો દાવો ખોટો હોવાનું સામે આવ્યું છે.
- By: Pallavi Mishra
- Published: May 9, 2024 at 11:30 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે કોલ્ડ ડ્રિંકનું સેવન ન કરે, કારણ કે કંપનીના એક કર્મચારીએ તેમાં ઈબોલા વાયરસથી સંક્રમિત લોહી ભેળવી દીધું છે. આ પોસ્ટમાં આ દાવો NDTVને ટાંકીને કરવામાં આવી રહ્યો છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. હૈદરાબાદ પોલીસ દ્વારા આવી કોઈ સૂચના આપવામાં આવી નથી અને ન તો NDTV દ્વારા આવા કોઈ સમાચારને પ્રકાશિત કરવામાં આવ્યા છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર “Raunak Raj”એ 5 મે 2024ના રોજ આ પોસ્ટ શેર કરી જેમાં લખ્યું છે કે, ”મહેરબાની કરીને આને તમામ મિત્રોને ફોરવર્ડ કરો, આ માહિતી સમગ્ર ભારતમાં હૈદરાબાદ પોલીસ દ્વારા આપવામાં આવી છે. મહેરબાની કરીને કોઈપણ ઠંડા પીણા જેમ કે- માઝા, ફેન્ટા, 7 અપ, કોકા કોલા, માઉન્ટેન ડીઓ, પેપ્સી વગેરે પીશો નહીં. કારણ કે કંપનીના એક કર્મચારીએ તેમાં ઈબોલા નામના ખતરનાક વાયરસનું દૂષિત લોહી ભેળવી દીધું છે. આ સમાચાર ગઈકાલે એનડીટીવી ચેનલમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા.”
પોસ્ટના આર્કાઈવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
તપાસ
આ પોસ્ટ એક વખત પહેલા પણ વાયરલ થઈ ચૂકી છે. તે સમયે પણ વિશ્વાસ ન્યૂઝે તેની તપાસ કરી હતી. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌથી પહેલા કીવર્ડ દ્વારા ગૂગલ પર સર્ચ કર્યું હતું. સર્ચ દરમિયાન, અમને વાયરલ દાવા સંબંધિત કોઈપણ વિશ્વસનીય મીડિયા રિર્પોટ મળ્યા નથી, પરંતુ અમને હૈદરાબાદ પોલીસ દ્વારા 13 જુલાઈ 2019ના રોજ કરવામાં આવેલું એક ટ્વીટ (આર્કાઇવ) મળ્યું હતું, જેમાં વાયરલ દાવાને ફેક ગણાવવામાં આવ્યો હતો. હૈદરાબાદ પોલીસે તેમના ટ્વીટમાં લખ્યું હતું કે, “Fake news spreading on social media about cool drinks and a warning from Hyderabad city police is fake one and Hyderabad city police never released any message regarding this.”
જરાતી અનુવાદ: કોલ્ડ ડ્રિંક્સ વિશે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચાર ફેક છે. હૈદરાબાદ પોલીસે આ અંગે ક્યારેય કોઈ સંદેશો જારી કર્યો નથી.
તપાસ દરમિયાન અમને ઈબોલા વાયરસ સંબંધિત એક રિર્પોટ 23 ઓક્ટોબર 2019ના રોજ નવભારત ટાઈમ્સ પર પ્રકાશિત મળ્યો હતો. રિપોર્ટ અનુસાર, “ઈબોલા વાયરસ સંક્રમિત જાનવરોના કરડવાથી અથવા તેના સેવનથી લોકોમાં ફેલાય છે. ઈબોલાથી પીડિત દર્દીના શરીરમાંથી નીકળતા પરસેવા, લોહી અથવા અન્ય પ્રવાહી દ્વારા પણ વાયરસ ફેલાય છે.”
ઈબોલા વાયરસ વિશે વધુ માહિતી માટે અમે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ની વેબસાઈટ પર વાયરલ દાવા વિશે શોધ્યું હતું ત્યારે વેબસાઇટ પર પ્રકાશિત એક રિર્પોટ અમને મળ્યો હતો, જે મુજબ, “ઈબોલા વાયરસ ખાદ્ય પદાર્થો દ્વારા ફેલાતો નથી. રિપોર્ટમાં કોલ્ડ ડ્રિંક દ્વારા ઈબોલા વાયરસના ફેલાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ રિર્પોટને અહીં વાંચો.”
વાયરલ દાવામાં NDTVનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેથી અમે આ સંદર્ભે NDTV સાથે પણ સંપર્ક કર્યો હતો. NDTVના વેબ એડિટર દેશબંધુ સિંહના જણાવ્યા અનુસાર, NDTV પર આવો કોઈ રિર્પોટ પ્રકાશિત કરવામાં આવ્યો નથી. તેમણે વાયરલ થયેલા દાવાને ફેક ગણાવ્યો હતો.
પહેલા પણ ઘણી વખત આ પોસ્ટ આવા જ દાવની સાથે વાયરલ થઈ ચૂકી છે, જેની તપાસ વિશ્વાસ ન્યૂઝે કરી હતી. તમે અમારી અગાઉની તપાસને અહીં વાંચી શકો છો.
છેલ્લે અમે આ પોસ્ટને શેર કરનાર પેજનું સોશિયલ સ્કેનિંગ કર્યું. સ્કેનિંગથી જાણવા મળ્યું કે ફેસબુક પર આ પેજને 4 જુલાઈ 2019ના રોજ બનાવવામાં આવ્યું છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં કોલ્ડ ડ્રિંકમાં ઈબોલા વાયરસ ભેળવવાનો દાવો ખોટો હોવાનું સામે આવ્યું છે.
- Claim Review : કોલ્ડ ડ્રિંકનું સેવન ન કરો, કારણ કે કંપનીના એક કર્મચારીએ તેમાં ઈબોલા વાયરસથી સંક્રમિત લોહી મિક્સ કરી દીધું છે.
- Claimed By : ફેસબુક યુઝર - Raunak Raj
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.