Fact Check: સની દેઓલના મોતના સમાચાર થયા વાયરલ
અભિનેતા અને સાંસદ સની દેઓલ જીવીત છે અને કુશળ છે. તેમના નિધનના સમાચાર ખોટા છે.
- By: Sharad Prakash Asthana
- Published: Sep 4, 2022 at 01:40 PM
- Updated: Sep 4, 2022 at 06:07 PM
નવી દિલ્લી: સોશિયલ મીડિયા પર ઘણીવાર મોટા સેલીબ્રિટીઓને લઈને અફવાઓ બહુ ઝડપથી ફેલાય છે. હવે સની દેઓલને લઈને એક પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે. તેમાં એક વીડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, બોલિવૂડ અભિનેતા અને ભાજપ સાંસદ સની દેઓલનું નિધન થયું છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો છે અને અભિનેતા સની દેઓલ પુરી રીતે સ્વસ્થ છે.
શું છે વાયરલ પોસ્ટ
ફેસબૂક યૂઝર Diljeet Kumar Yadav એ 14 સેકન્ડનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં સની દેઓલ,ધર્મેન્દ્ર અને બોબી દેઓલના ફોટો લાગેલા છે. તેમાં લખ્યું છે,
સની દેઓલ હવે આ દુનિયામાં નથી રહ્યા
ભગવાન તેમના આત્માને શાંતિ આપે
તપાસ
વાયરલ દાવાની તપાસ માટે સૌથી પહેલા તેને લગતા કીવર્ડ ગૂગલ પર સર્ચ કરવામાં આવ્યા, પરંતુ કોઈ પણ વિશ્વાસપાત્ર વેબસાઈટ પર તેને લગતા કોઈ સમાચાર ન મળ્યા. જો આવું કઈ બન્યુ હોય તો પ્રિન્ટ અને ડિજિટલમાં સમાચાર જરૂર પ્રકાશિત કરવામાં આવ્યા હોત.
સની દેઓલના વેરિફાઈ એકાઉન્ટ @iamsunnydeol દ્વારા 25 ઓગસ્ટના રોજ ‘ચૂપ’ ફિલ્મનું પોસ્ટર પોસ્ટ કરવામાં આવ્યું છે. વેરિફાઈડ ફેસબૂક પેજ પરથી પણ ફિલ્મના પોસ્ટરને શેર કરવામાં આવ્યું છે.
આના માટે અમે સની દેઓલના પીએ પંકજ જોશી સાથે વાત કરી. તેમણે કહ્યું કે, તેઓ સ્વસ્થ છે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાણી છે. તો બીજી તરફ દૈનિક જાગરણના ગુરદાસપુર રિપોર્ટર સુનીલે પણ આ પોસ્ટને અફવા ગણાવી છે.
ફેક પોસ્ટ કરનાર ફેસબૂક યૂઝર દિલજીત કુમાર યાદવની પ્રોફાઈલ અમે ચેક કરી. જે પ્રમાણે તે મોતિહારીમાં રહે છે. તેમણે જાન્યુઆરી 2016માં ફેસબૂક જોઈન કર્યું હતું.
निष्कर्ष: અભિનેતા અને સાંસદ સની દેઓલ જીવીત છે અને કુશળ છે. તેમના નિધનના સમાચાર ખોટા છે.
- Claim Review : સની દેઓલનું નિધન થઈ ગયું.
- Claimed By : દિલજીત કુમાર યાદવની
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.