નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન અને મુકેશ અંબાણીની તસવીરોનો ઉપયોગ કરીને લકી ડ્રોમાં 25 લાખ જીતવાની વાત કહેવામાં આવી રહી છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી અને અમારી તપાસમાં આ પોસ્ટ ફેક હોવાનું સામે આવ્યું છે વિશ્વાસ ન્યૂઝ વાચકોને વિનંતી કરે છે કે આવી પોસ્ટ પર બિલકુલ વિશ્વાસ ન કરો.
ફેસબુક પેજ Online 8171એ 5 માર્ચે આ પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં લખ્યું છે કે નમસ્કાર તમારા માટે ગુડ ન્યૂઝ છે તમાર નંબર પર લોટરી લાગી છે 25,00,000 /- લાખ રૂપિયાની. અભિનંદન તમને આ લોટરી KBC , JIO ડિપાર્ટમેન્ટ તરફથી લાગી છે. મહેરબાની કરીને કંપનીના ટેક્સ નિયમોને સમજો. જે લોકોએ લકી ડ્રો કરાવ્યો છે તેમના નામ છેઃ અમિતાભ બચ્ચન, મુકેશ અંબાણી અને નરેન્દ્ર મોદી.
પોસ્ટ પર એક મોબાઈલ નંબર અને લોટરી નંબર લખેલો છે. તેના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.
કૌન બનેગા કરોડપતિ સાથે સંબંધિત આ દાવો ભૂતકાળમાં ઘણી વખત સમાન દાવા સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે, જેની તપાસ વિશ્વાસ ન્યૂઝ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે વિશ્વાસ ન્યૂઝની તપાસમાં કેબીસીના નામે વાયરલ થયેલી પોસ્ટ ફેક સાબિત થઈ હતી. તમે અમારી અગાઉની તપાસ અહીં વાંચી શકો છો .
વધુ જાણકારી માટે વિશ્વાસ ન્યૂઝે ઇન્ડિયન સાયબર આર્મીના અધ્યક્ષ અને ભારતીય પોલીસના સાયબર ક્રાઈમ સલાહકાર કિસલય ચૌધરીનો સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ પોસ્ટ શેર કરી. તેમણે કહ્યું કે ”આ દાવો ખોટો છે. વોટ્સએપ પર આ પ્રકારની પોસ્ટ શેર કરીને લોકોને લોટરીની લાલાચ આપીને છેતરવામાં આવે છે. આવી કોઈ પોસ્ટ પર વિશ્વાસ ન કરવો જોઈએ.”
તપાસના અંતે અમે KBC લોટરી સંબંધિત નકલી પોસ્ટ શેર કરતા પેજની તપાસ કરી. તપાસમાં સામે આવ્યું છે કે આ પેજને 11 લોકો ફોલો કરે છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં KBCના નામે વાયરલ થઈ રહેલો 25 લાખ રૂપિયાની લોટરીનો દાવો ફેક હોવાનું સામે આવ્યું છે. આવા મેસેજ પર ભરોસો કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923