Fact Check: ઈબોલા વાયરસના નામે ફરી વાયરલ થયો ફેક મેસેજ
- By: Ashish Maharishi
- Published: Apr 26, 2023 at 10:18 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ફરી એકવાર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ઉપયોગ કરવામાં આવેલી તસવીરમાં લોકોની ભીડ જોઈ શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે હૈદરાબાદ પોલીસ દ્વારા સમગ્ર ભારતમાં આ સૂચના આપવામાં આવી છે કે કોલ્ડ ડ્રિંક્સનું સેવન ન કરો, કારણ કે કંપનીના એક કર્મચારીએ તેમાં ઈબોલા વાયરસથી સંક્રમિત લોહી મિક્સ કર્યું છે. વાયરલ મેસેજને NDTVના નામે શેર કરવામાં આવી રહ્યો છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં મેસેજ ફેક હોવાનું સામે આવ્યું. હૈદરાબાદ પોલીસ દ્વારા આ પ્રકારની કોઈ સૂચના જાહેર કરવામાં આવી નથી અને ન તો NDTV દ્વારા તેને સંબંધિત કોઈ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. વાયરલ પોસ્ટ સંપૂર્ણપણે પાયાવિહોણી છે. વાયરલ તસવીર પાકિસ્તાનમાં 2 નવેમ્બર 2014ના રોજ થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક પેજ “દિલશાદ ખાને” 13 એપ્રિલના રોજ આ પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં લખ્યું છે, “મહેરબાની કરીને મિત્રો આ ફોરવર્ડ કરો, હૈદરાબાદ પોલીસ દ્વારા સમગ્ર ભારતમાં સૂચના આપવામાં આવી છે. આગામી થોડા દિવસો સુધી કોઈપણ કોલ્ડ ડ્રિંક જેમ કે Maaza, Fanta, 7 Up, Coca Cola, Mountain Deo, Pepsi વગેરે પીશો નહીં કારણ કે આમાંથી એક કંપનીના કર્મચારીએ તેમાં ઈબોલા નામના ખતરનાક વાયરસથી દૂષિત લોહી ભેળવ્યું છે. આ સમાચાર ગઈકાલે NDTV ચેનલમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. તમે જલ્દીથી આ મેસેજને ફોરવર્ડ કરીને મદદ કરો. આ મેસેજ તમારા પરિવારમાં ફોરવર્ડ કરો. જેટલો બની શકે એટલો શેર કરો… આભાર”
આ પોસ્ટને અન્ય યુઝર્સ દ્વારા પણ શેર કરવામાં આવી રહી છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે .
તપાસ
વાયરલ મેસેજની તપાસ કરવા માટે અમે સંબંધિત કીવર્ડ્સ સાથે Google પર સર્ચ કર્યું. અમને મેસેજમાં કરવામાં આવેલા દાવા સંબંધિત કોઈ સમાચાર મળ્યા નથી, પરંતુ સર્ચ દરમિયાન આ દાવો અમને 2019, 2020, 2021માં પણ શેર કરેલ મળ્યો. અહીંથી અમે અમારી તપાસને આગળ વધારી, કારણ કે વાયરલ મેસેજ હૈદરાબાદ પોલીસ દ્વારા જારી કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે. એટલા માટે અમે હૈદરાબાદ પોલીસના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર સર્ચ કર્યું. અમને હૈદરાબાદ પોલીસના વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ દ્વારા 13 જુલાઈ 2019 ના રોજ શેર કરવામાં આવેલું એક ટ્વિટ મળ્યું. જેમાં વાયરલ થયેલા દાવાને ફેક ગણાવવામાં આવ્યો છે.
તપાસને આગળ વધારતા અમે NDTVની વેબસાઈટ પર વાયરલ મેસેજ સાથે સંબંધિત સમાચારને શોધ્યા. પરંતુ અમને NDTV વેબસાઇટ પર કોલ્ડ ડ્રિંકમાં ઇબોલા દૂષિત લોહી ભેળવવા અંગે કોઈ રિર્પોટ્સ પ્રકાશિત મળ્યા નથી. હકીકતમાં આ દાવો છેલ્લા ઘણા વર્ષોથી સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ પર શેર કરવામાં આવી રહ્યો છે. અમને 17 ઓક્ટોબર 2016ના રોજ ‘ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા પ્રકાશિત સમાચાર મળ્યા. ‘માઝા’માં HIV સંક્રમણ હોવાનું અને NDTVના નામે શેર કરવામાં આવેલા મેસેજ કોલ્ડ ડ્રિંકમાં ઈબોલા વાયરલ મળ્યો હોવાના દાવાને નકારી કાઢવામાં આવ્યો હતો.
સમાચારમાં રોગ નિયંત્રણ કેન્દ્ર (CDC)નું નિવેદન પણ છે. જે મુજબ, HIV લાંબા સમય સુધી શરીરની બહાર નથી રહી શકતો, ભલે જ HIV સંક્રમિત લોહી અથવા વીર્યની થોડી માત્રાનું સેવન કરવામાં આવ્યું હોય, હવાના સંપર્કમાં આવવું, રસોઈ બનાવવાની ગરમી અને પેટનું એસિડ વાયરસને નષ્ટ કરી શકે છે. પછી ભલે તે HIV હોય કે ઇબોલા – બંને જ માઝાની બોટલોમાં રહી શકતા નથી.
હવે અમે વાયરલ તસવીરને ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કરી. અમને આ તસવીર ઘણી ન્યૂઝ વેબસાઇટ્સ પર જૂની તારીખમાં મળી. tribune.com.pk પર 2 નવેમ્બર 2014ના રોજ પ્રકાશિત સમાચારમાં વાયરલ તસવીરની સાથે આ અકસ્માતની અન્ય કેટલીક તસવીરો હાજર છે. સમાચાર અનુસાર, પાકિસ્તાની વાઘા બોર્ડર પર આત્મઘાતી બોમ્બરે પોતાને એક શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દીધો હતો. આ આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 55 લોકો માર્યા ગયા હતા અને 120થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. સંપૂર્ણ સમાચારને અહીં વાંચો.
દૈનિક જાગરણ પર પણ વાઘા બોર્ડર પર થયેલા આ આત્મઘાતી હુમલાના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. 4 નવેમ્બર 2014ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં જણાવાયું હતું કે, “પાકિસ્તાની વાઘા બોર્ડર પર: આત્મઘાતી બોમ્બરે પોતાને એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દીધો. પાકિસ્તાનની સીમામાં 2 નવેમ્બર 2014ના રોજ થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટને કારણે વાઘા બોર્ડર ચર્ચામાં હતી. આ વિસ્ફોટમાં 11 મહિલાઓ અને ત્રણ સુરક્ષા કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા 61 લોકોના મોત થયા હતા અને 200થી વધુ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.”
વાયરલ દાવામાં NDTVનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેથી અમે અંતર્ગત NDTV સાથે પણ સંપર્ક કર્યો. NDTVના અધિકારીએ જણાવ્યું, “NDTV પર આવો કોઈ રિર્પોટ પ્રકાશિત કરવામાં આવ્યો નથી.”
અગાઉ પણ આ મેસેજ ઘણી વખત સમાન દાવાની સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે. જેની તપાસ વિશ્વાસ ન્યુઝે કરી હતી. તમે અમારી તપાસને અહીં વાંચી શકો છો.
અંતે અમે આ પોસ્ટ શેર કરનાર યુઝર દિલશાદ ખાનનું સોશિયલ સ્કેનિંગ કર્યું. સ્કેનિંગમાં જાણવા મળ્યું કે ફેસબુક પર યુઝરને 5000 લોકો ફોલો કરે છે. યુઝર હરિયાણાના નૂહનો રહેવાસી છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં NDTVના નામે શેર કરવામાં આવી રહેલો દાવો નકલી નિકળ્યો. હૈદરાબાદ પોલીસ દ્વારા કોલ્ડ ડ્રિંક્સમાં ઈબોલા વાયરસને લઈને આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી. NDTV પર આવા કોઈ સમાચાર પ્રકાશિત થયા નથી.
- Claim Review : ઠંડા પીણાનું સેવન ન કરો, કારણ કે કંપનીના એક કર્મચારીએ તેમાં ઈબોલા વાયરસથી સંક્રમિત લોહી ભેળવ્યું છે.
- Claimed By : દિલશાદ ખાન
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.