નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): દેશમાં જેમ જેમ ગરમી વધી રહી છે, તેમ-તેમ તેને લગતી નકલી અને ભ્રામક પોસ્ટની સંખ્યા પણ વધવા લાગી છે. હવે ફરી એકવાર ઇન્ડિયન ઓઈલના મેસેજના નામે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આમાં દાવો કરવામાં આવ્યો છે કે તાપમાન વધવાને કારણે મહેરબાની કરીને મહત્તમ મર્યાદા સુધી પેટ્રોલ પુરાવશો નહીં (પેટ્રોલની ફૂલ ટાંકી કરાવશો નહીં). તેનાથી ફ્યુલ ટેન્કમાં બ્લાસ્ટ થઈ શકે છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. આ પોસ્ટ નકલી સાબિત થઈ. ઘણી વખત પહેલા પણ આ મેસેજ વાયરલ થઈ ચૂક્યો છે. ખુદ ઈન્ડિયન ઓઈલ દ્વારા જ આ મેસેજને ફેક જણાવવામાં આવ્યો છે.
ફેસબુક યુઝર પ્રવીણ મર્ચન્ટે 13 એપ્રિલે એક ગ્રુપ પર લખતા અંગ્રેજીમાં દાવો કર્યો, “Warning from Indian Oil !!!Due to increase in temperature in the coming days, please don’t fill petrol to the maximum limit. It may cause explosion in the fuel tank. Please fill the tank about half and allow space for air. This week 5 explosion accidents have happened due to filling petrol to maximum. Don’t just read the message and stop. Let others and your family members who drive also know about it so that they can avoid this mistake…Please DO SHARE THIS MESSAGE…
આ પોસ્ટનું ગુજરાતી અનુવાદ થશે, “ઇન્ડિયન ઓઇલની ચેતવણી… આગામી દિવસોમાં તાપમાન વધવાને કારણે મહેરબાની કરીને મહત્તમ મર્યાદા સુધી પેટ્રોલ પુરાવશો નહીં (પેટ્રોલની ફૂલ ટાંકી કરાવશો નહીં). તેનાથી ફ્યુલ ટેન્કમાં વિસ્ફોટ થઈ શકે છે. મહેરબાની કરીને ટાંકીને લગભગ અડધી ભરો અને હવા માટે જગ્યા રાખો. આ અઠવાડિયે 5 વિસ્ફોટ ફૂલ ટાંકી કરાવવાને કારણે થઈ ચુક્યા છે. માત્ર મેસેજ વાંચીને અટકશો નહીં. અન્ય લોકોને અને તમારા પરિવારના સભ્યો જેઓ વાહન ચલાવે છે તેમને પણ આ વિશે જણાવો, જેથી તેઓ આ ભૂલથી બચી શકે…મહેરબાની કરીને આ મેસેજને શેર કરો….”
પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ ઈન્ડિયન ઓઈલના સત્તાવાર ટ્વિટર હેન્ડલને ચેક કર્યું. સર્ચ કરવા પર 19 એપ્રિલ 2023ના રોજ કરવામાં આવેલું એક ટ્વિટ મળ્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે મહત્તમ મર્યાદા સુધી પેટ્રોલ/ડીઝલ પુરાવવું (ફૂલ ટાંકી કરાવવી) સંપૂર્ણપણે સલામત છે. વાયરલ મેસેજને ફેક ગણાવીને કહેવામાં આવ્યું છે કે ઓટોમોબાઈલ કંપનીઓ તેમના વાહનોની ડિઝાઈન બનાવતી વખતે સુરક્ષાના તમામ માપદંડોનું ધ્યાન રાખે છે.
વિશ્વાસ ન્યૂઝ એકવાર પહેલાં પણ આ અફવાની સત્યતા વાંચકોની સમક્ષ લાવી ચુક્યું છે. ઇન્ડિયન ઓઇલે ટ્વિટર પર મેસેજ દ્વારા 2019ની તેની એક પોસ્ટ વિશ્વાસ ન્યૂઝની સાથે શેર કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડિયન ઓઈલ વાયરલ મેસેજનું ખંડન કરે છે અને સ્પષ્ટ કરે છે કે ઓટોમોબાઇલ ઉત્પાદકો તમામ જરૂરી બાબતોને ધ્યાનમાં રાખીને તેમના વાહનોની ડિઝાઇન કરે છે. આમાં સુરક્ષા સંબંધી ઉપાય પણ સામેલ છે. ફ્યુલ ટાંકીમાં મહત્તમ મર્યાદા સુધી પેટ્રોલ અથવા ડીઝલ પુરાવવું સુરક્ષિત છે.
વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા ઓટો પત્રકાર (ઓટો જર્નાલિસ્ટ) વિશાલ અહલાવત સાથે સંપર્ક કર્યો. તેમણે કહ્યું, “વર્ષ 2019માં પણ આવો જ એક મેસેજ વાયરલ થયો હતો, તે સમયે પણ ઇન્ડિયન ઓઇલે સત્તાવાર રીતે આ દાવાને નકારી કાઢ્યો હતો. વાહન ઉત્પાદક કંપનીઓ પણ આ ટાંકીઓ એવી રીતે ડિઝાઇન કરે છે કે તેને ફૂલ કરાવી શકાય. જોકે, ઉનાળાની ઋતુમાં તમારે આ વાતનું જરુર ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તમે તમારી બાઇકમાં પેટ્રોલ પુરાવી રહ્યા હોવ ત્યારે મોબાઇલનો ઉપયોગ કરવાનું ટાળો. તેનાથી આગ લાગવાનો ભય રહે છે. આ ઉપરાંત ક્યારેય પણ સમજ્યા-વિચાર્યા વિના વાયરલ મેસેજ પર વિશ્વાસ ન કરો. હંમેશા સત્તાવાર વેબસાઇટ અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ચેક કરો.”
વિશાલ અહલાવતે વાયરલ મેસેજ વિશે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ વિગતવાર લખ્યું છે. તેને અહીં વાંચી શકાય છે.
તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ ફેસબુક યુઝર પ્રવીણ મર્ચન્ટનું એકાઉન્ટ લોક હોવાને કારણે તેમના વિશે કોઈ માહિતી મળી શકી નથી.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં ઈન્ડિયન ઓઈલની ચેતવણીના નામે વાયરલ થયેલો મેસેજ ફેક નીકળ્યો. ઈન્ડિયન ઓઈલ દ્વારા ક્યારેય પણ આવો કોઈ મેસેજ આપવામાં આવ્યો નથી.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923