Fact Check: 6 મહિનાના ફ્રી રિચાર્જના નામે ફ્રોડ લિંક થઈ રહી છે શેર, ભૂલથી પણ ન કરતા ક્લિક
- By: Sharad Prakash Asthana
- Published: Feb 24, 2023 at 02:55 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર ફ્રી રિચાર્જના નામે એક લિંક શેર થઈ રહી છે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એક વેબસાઇટ પર 6 મહિનાનું ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું છે. આ ઓફર માત્ર થોડા દિવસો માટે જ છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે 6 મહિનાના ફ્રી રિચાર્જના મેસેજ સાથે ફિશિંગ લિંક શેર કરવામાં આવી રહી છે. તેના પર ક્લિક કરવાથી યુઝરનો ડેટા હેક થઈ શકે છે.
શું છે વાયરલ પોસ્ટ?
વિશ્વાસ ન્યૂઝે ટીપલાઈન નંબર +91 95992 99372 પર અમારા વાચકે આ પોસ્ટ મોકલીને તેની સત્યતા જાણવા કહ્યું. આમાં લખ્યું છે, ‘mene 6 month ka recharge free me is website se kar liya tum bhi karwa lo abhi kuchh time tak hi offer rahega… https://bit.ly/free-6-month-offer’
તપાસ
વાયરલ દાવાની તપાસ માટે અમે સૌથી પહેલા વાયરલ મેસેજને ધ્યાનથી જોયો. આમાં મેસેજ ક્લિયર નથી. કઈ કંપનીનું રિચાર્જ છે, એ પણ નથી જણાવવામાં આવ્યું. મેસેજની સાથે આપવામાં આવેલી લિંક પણ ટૂંકી URL છે. મતલબ આ લિંક શંકાસ્પદ છે.
આ વિશે અમે કીવર્ડ્સ સાથે ગૂગલ પર ઓપન સર્ચ કર્યું, પરંતુ કોઈ ભરોસાપાત્ર મીડિયા વેબસાઇટ પર અમને આવા કોઈ સમાચાર મળ્યા નથી. આ વિશે કોઈપણ સરકારી વેબસાઈટ પર પણ અમને કોઈપણ મોબાઈલ નેટવર્કની વેબસાઈટ પર પણ આવી કોઈ માહિતી નથી મળી.
દૈનિક જાગરણમાં 22 એપ્રિલ 2021ના રોજ પ્રકાશિત સમાચાર અનુસાર, સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશ ઑફ ઈન્ડિયાએ લોકોને ફ્રોડ મેસેજથી સાવચેત રહેવાની સલાહ આપી છે. મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 10 કરોડ લોકોને સરકાર ત્રણ મહિનાનું ફ્રી રિચાર્જ આપશે. તો સરકાર તરફથી આવો કોઈ મેસેજ નથી આપવામાં આવ્યો. આ પ્રકારના મેસેજને ફોરવર્ડ ન કરવાની સલાહ આપવામાં આવી છે. મેસેજ સાથે આપવામાં આવેલી લિંક યુઝર્સને અજાણી વેબસાઈટ પર લઈ જાય છે. ત્યાંથી ફ્રોડને અંજામ આપવામાં આવી શકે છે. આનાથી અંગત માહિતી પણ હેક થઈ શકે છે.
આ વિશે વધુ માહિતી માટે અમે ભારતીય સાયબર આર્મીના સંસ્થાપક કિશ્લય ચૌધરી સાથે વાત કરી. તેમનું કહેવું છે, ‘આ પ્રકારના આકર્ષક મેસેજની સાથે ફિશિંગ લિંક્સ મોકલીને લોકોને ફસાવવામાં આવે છે. તેના પર ક્લિક કરીને યુઝરનો ડેટા હેકર ચોરી કરી લે છે. યૂઝરનું બેંક ખાતું પણ ખાલી થઈ શકે છે. લિંક પર ક્લિક કરતા પહેલા તેને કાળજીપૂર્વક જોઈ લેવી જોઈએ. જો કોઈ કંપની ઑફર કાઢે તો તે તેની સત્તાવાર વેબસાઇટ અથવા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તેની જાણકારી ચોક્કસપણે હોય છે. ‘
આ પહેલા પણ આ પ્રકારના ફેક મેસેજો સાથેની ફિશિંગ લિંક્સ વાયરલ થયેલ છે. વિશ્વાસ ન્યૂઝે તેની તપાસ કરી છે. ફેક્ટ ચેક રિર્પોટને અહીં વાંચી શકાય છે.
નિષ્કર્ષ: સોશિયલ મીડિયા પર ફ્રી રિચાર્જનો મેસેજ ફેક છે. આ સાથે ફિશિંગ લિંક વાયરલ થઈ રહી છે. સાયબર એક્સપર્ટે આ પ્રકારની કોઈપણ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપી છે.
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.