નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): બંધન બેંકમાં નોકરીના નામે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ વાયરલ થઈ રહી છે. એમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંધન બેંકમાં વગર પરીક્ષાએ સીધી ભરતી થશે. એમાં 5500 પુરૂષો અને મહિલાઓ અરજી કરી શકે છે. ભરતી ટેકનિશિયન, એન્જિનિયર, ક્લાર્ક, આસિસ્ટન્ટ અને સુપરવાઈઝરના પદ માટે થશે. અરજી માટે પોસ્ટમાં એક લિંક આપવામાં આવી છે. યૂઝર્સને આ લિંક પર ક્લિક કરીને અરજી કરવા માટે કહેવામાં આવ્યું છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ફેક છે. બંધન બેંકે આ પ્રકારની કોઈ ભરતી બહાર પાડી નથી. પોસ્ટની સાથે ફિશિંગ લિંક આપવામાં આવી છે. બેંકના કોર્પોરેટ કોમ્યુનિકેશન હેડે પણ તેનાથી બચવાની સલાહ આપી છે.
ફેસબુક યુઝર Bharti Koli (આર્કાઇવ લિંક)એ 30 જાન્યુઆરીએ ગ્રાફિક્સ શેર કરતી વખતે લખ્યું,
બંધન બેંક ભરતી 2023
લાયકાત : – 12th / Graduation Pass
પગાર : – 26,000 / –
અહીંથી ફોર્મ ભરો => https://bit.ly/3ClUz84
ગ્રાફિક્સમાં પદોના નામ, પગાર અને લાયકાતની જાણકારી આપવામાં આવી છે. સાથે લખ્યું છે કે વગર પરીક્ષાએ સીધી ભરતી થશે. 5500 પુરૂષો અને મહિલાઓને આ તક મળશે.
ફેસબુક યુઝર Sheetal Malviya (આર્કાઇવ લિંક)એ 23 જાન્યુઆરીએ તેના જેવો સમાન દાવો કરતી પોસ્ટ શેર કરી હતી.
વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે સૌ પ્રથમ પોસ્ટને ધ્યાનથી જોઈ. તેમાં આપેલી લિંક શોર્ટ URL છે. આનાથી અમને તેના પર શંકા ગઈ, કારણ કે જો કોઈ બેંક અથવા મોટી સંસ્થા ભરતી બહાર પાડે છે તો આ પ્રકારની ટૂકી URl નહીં, તેની સત્તાવાર વેબસાઇટની લિંક આપવામાં આવે છે.
આ વિશે વધુ માહિતી માટે અમે બંધન બેંકની વેબસાઇટ પર સર્ચ કર્યું. આમાં કરિયર સેક્શનમાં શરૂઆત જ એક વિંડો ખુલે છે. તેના પર લખ્યું છે કે, આ અમારી જાણકારીમાં લાવવામાં આવ્યું છે કે કેટલીક વ્યક્તિઓ/એજન્સી બંધન બેંકમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો સાથે ફેક રોજગાર ઓફર સાથે સંપર્ક કરી રહ્યા છે. આ વ્યક્તિઓ/એજન્સીઓ નોકરી માટે અરજી કરવા માટે અંગત માહિતી અથવા પૈસા માંગી શકે છે. જોકે, અમને વેબસાઈટ પર આવી કોઈ ભરતી વિશે કોઈ માહિતી નથી મળી.
બંધન બેંકના વેરિફાઈડ ફેસબુક પેજ પર 25 ઓગસ્ટ 2022ના રોજ એક વીડિયો (આર્કાઈવ લિંક) પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં ફેક ભરતીના નામ પર કરવામાં આવી રહેલી છેતરપિંડીથી સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. ફેસબુક પેજ પર અમને વાયરલ ભરતી સંબંધિત કોઈ પોસ્ટ નથી મળી. બેંકના ટ્વિટર એકાઉન્ટ પર પણ આવી કોઈ ભરતીની માહિતી ટ્વીટ નથી કરવામાં આવી.
આની વધુ પુષ્ટિ માટે અમે બંધન બેંકના કોર્પોરેટ કોમ્યુનિકેશન હેડ રિતેશ મહેતાનો મેઇલ દ્વારા સંપર્ક કર્યો અને તેમને વાયરલ પોસ્ટની લિંક મોકલી. તેમનું કહેવું છે, ‘આ ભરતીઓ અમારી બેંકની નથી. આ નોકરી શોધનારાઓને છેતરવાના ઈરાદાથી પોસ્ટ કરવામાં આવી છે.’
આ અંગે સાયબર એક્સપર્ટ અતુલ અગ્રવાલે કહ્યું, ‘આ ફિશિંગ લિક છે. આના પર ક્લિક કરવાથી યુઝરનો ડેટા હેક થઈ શકે છે. એના પર ક્લિક ન કરવું જોઈએ.’
ફેક પોસ્ટ કરનાર ફેસબુક યુઝર ‘Bharti Koli’ની પ્રોફાઈલને અમે સ્કેન કરી. તે મુજબ, યૂઝર ભોપાલમાં રહે છે. તેના લગભગ 1100 ફ્રેન્ડ્સ છે.
નિષ્કર્ષ: બંધન બેંકમાં નોકરીના નામ પર વાયરલ પોસ્ટ ફેક છે. તેમાં ફિશિંગ લિંક આપવામાં આવી છે, જેના પર ક્લિક કરવાથી યુઝરનો ડેટા હેક થઈ શકે છે. બેંકના કોમ્યુનિકેશન હેડે પણ આનાથી બચવાની સલાહ આપી છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923