નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર ઈન્ડિયન ઓઈલની 65મી વર્ષગાંઠ પર ફ્યૂલ સબસિડી ગિફ્ટના નામે એક લિંક શેર કરવામાં આવી રહી છે. તેમાં ઈન્ડિયન ઓઈલનો લોગો લાગેલો છે અને એક લિંક પણ આપવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈન્ડિયન ઓઈલ તેની 65મી વર્ષગાંઠ પર ઈંધણ પર વિશેષ સબસિડી આપી રહી છે. સબસિડી મેળવવા માટે તમારે પોસ્ટમાં આપેલી લિંક પર જઈને કેટલાક પ્રશ્નોના જવાબ આપવા પડશે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ઈન્ડિયન ઓઈલ ફ્યૂલ સબસિડી ગિફ્ટના નામે વાયરલ થઈ રહેલી લિંક ફેક છે. આ એક ફિશિંગ લિંક છે. અમે અમારા વાચકોને કહેવા માંગીએ છીએ કે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરો.
ફેસબુક યુઝર Navaitaએ 18 જાન્યુઆરીએ પોસ્ટ શેર કરી છે. વાયરલ પોસ્ટમાં લખ્યું છે , “Indian Oil 65th Anniversary Fuel Subsidy। Anniversary gifts are only available for collection today. Winners please collect them as soon as possible .” સાથે નીચે એક લિંક પણ આપવામાં આવી છે.
વાયરલ પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે.
એવા જ એક અન્ય યુઝર્સ આશિષ કુમારે સમાન દાવા સાથે મળતી એક તસવીર શેર કરી છે.
વાયરલ પોસ્ટની તપાસ કરવા માટે અમે સૌથી પહેલા તેના પર આપેલી લિંકને ચેક કરી. લિંક ઈન્ડિયન ઓઈલની વેબસાઈટની નથી. આ લિંક પર ક્લિક કરતાં જ એક પેજ ખુલે છે, જેના પર લખેલું છે – Indian Oil 65th Anniversary Fuel Subsidy! Through the questionnaire, you will have a chance to get 6000 Rupee .”(ગુજરાતી અનુવાદ: ઈન્ડિયન ઓઇલની 65મી વર્ષગાંઠ ઇંધણ સબસિડી. તમને પ્રશ્નાવલીના માધ્યમથી રૂ. 6000 મેળવવાની તક મળશે.)
અમે ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર આ ઓફરને તપાસી. ત્યાં અમને આવી કોઈ જાણકારી નથી મળી. અમે ઈન્ડિયન ઓઈલના અધિકારી સોશિયલ મીડિયા હેન્ડલ્સ પણ તપાસ્યા. અમને 18 જાન્યુઆરી 2023ના રોજ ફેસબુક પેજ પર વાયરલ દાવાનો ખંડન કરતી એક પોસ્ટ મળી. પોસ્ટને શેર કરી ઇન્ડિયન ઓઇલ દ્રારા લખવામાં આવ્યું હતું, “ચેતવણી: ઇન્ડિયન ઓઇલના નામે આ દાવો કરતી ફેક સ્પર્ધાઓથી સાવધન રહો. બધી સત્તાવાર સ્પર્ધાઓ/ઘોષણાઓ ફક્ત અમારી સત્તાવાર વેબસાઇટ અને વેરિફાઇડ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરવામાં આવશે. અજાણ્યા સ્ત્રોતોને અંગત માહિતી ન આપો. સાવધાન રહો, સુરક્ષિત રહો.”
સર્ચ કરવા પર અમને રચાકોંડા પોલીસ કમિશનરના ફેસબુક પેજ પર પણ વાયરલ દાવાને લઈને એક પોસ્ટ શેર કરેલી મળી. 21 જાન્યુઆરી, 2023ના રોજ શેર કરવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, “આ લિંક ફેક છે. આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરશો.”
કોલકાતા પોલીસે પણ તેમના વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ પરથી વાયરલ દાવાને લઈને એક પોસ્ટ શેર કરી છે. 18 જાન્યુઆરી, 2023ની વાયરલ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “આ એક ફેક લિંક છે, જે જૂન 2022થી WhatsApp પર વાયરલ થઈ રહી છે. હવે તેને જાન્યુઆરી 2023માં ફરીથી સક્રિય રીતે પ્રસારિત કરવામાં આવી રહી છે. મહેરબાની કરીને સાવધાન રહો.”
વધુ જાણકારી માટે અમે ઈંડિયન સાયબર આર્મીના અધ્યક્ષ અને ભારતીય પોલીસના સાયબર ક્રાઈમ સલાહકાર કિસલે ચૌધરીનો સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ લિંકને શેર કરી. તેમનું કહેવું છે, “વાયરલ દાવો ફેક છે અને આને લગતી આવી કોઈ પણ લિંક પર ક્લિક કરશો નહીં.”
વાયરલ દાવા સાથે મળતી પોસ્ટ પહેલા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે, જેની તપાસ વિશ્વાસ ન્યૂઝે કરી હતી. તમે અમારી ફેક્ટ ચેક સ્ટોરીને અહીં વાંચી શકો છો.
તપાસના અંતે અમે આ પોસ્ટ શેર કરનાર ફેસબુક યુઝરનું સોશિયલ સ્કેનીંગ કર્યું. યુઝરે ફેસબુક પર પોતાની કોઈ પણ જાણકારી શેર નથી કરી.
નિષ્કર્ષ: ઈન્ડિયન ઓઈલના નામે વાયરલ થઈ રહેલો આ મેસેજ ફેક છે. કંપનીએ આવી કોઈ ઓફર કે ગિફ્ટની જાહેરાત નથી કરી. સાયબર એક્સપર્ટએ આ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપી છે.
Claim Review : ઈન્ડિયન ઓઈલ તેની 65મી વર્ષગાંઠ પર ઈંધણ પર વિશેષ સબસિડી આપી રહી છે.
Claimed By : ફેસુબક યુઝર – Navaita
Fact Check : જૂઠ
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923