Fact Check: મુકેશ અંબાણી પરિવારની સાથે નથી ગયા બાગેશ્વર ધામ, એડિટેડ વીડિયો થઈ રહ્યો છે વાયરલ
- By: Jyoti Kumari
- Published: Aug 14, 2023 at 11:29 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને લઈને એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં મુકેશ અંબાણીને તેમના પરિવારની સાથે જોઈ શકાય છે. કેટલાક યુઝર્સ વીડિયોને શેર કરી દાવો કરી રહ્યા છે કે મુકેશ અંબાણી તેમના પરિવારની સાથે બાગેશ્વર ધામ પહોંચ્યા છે અને તેમણે અહીં એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
વિશ્વાસ ન્યૂઝે આ દાવાની તપાસ કરી. વાયરલ દાવો પાયાવિહોણો અને ખોટો સાબિત થયો. વાયરલ વીડિયો વર્ષ 2023નો છે, જ્યારે મુકેશ અંબાણી તેમના પૌત્ર પૃથ્વી અને પુત્રવધૂ શ્લોકાની સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. તો બીજો વીડિયો તે સમયનો છે જ્યારે મુકેશ અંબાણી IPLમાં મુંબઈ ઈન્ડિયન્સના ક્વોલિફાયર થયા પહેલા તેમના પુત્ર આકાશ અંબાણી, પુત્રવધૂ શ્લોકા મહેતા અને પૌત્ર પૃથ્વી અંબાણીની સાથે ગણપતિ બાપાના આશીર્વાદ લેવા મંદિર પહોંચ્યા હતા. અલગ-અલગ વીડિયોને જોડીને તૈયાર કરાયેલો વીડિયો હવે ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર ‘JSB Gaming’એ (આર્કાઇવ લિંક) 23 જુલાઈના રોડ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, “બાગેશ્વર ધામ પહોંચ્યા મુકેશ અંબાણી. 1 કરોડ રુપિયાનું દાન આપ્યું. #bageswardamsarkar
આવા જ અન્ય એક ફેસબુક પેજ ‘બાગેશ્વર બાલાજી ધામ’એ પણ આ વીડિયોને શેર કર્યો છે અને લખ્યું છે, “મુકેશ અંબાણી પહોંચ્યા બાગેશ્વર ધામ, બાલાજી હનુમાનજીના લીધા આશીર્વાદ. #BageshwerdhamSarkar”
તપાસ
વાયરલ દાવાની તપાસ માટે સૌથી પહેલા અમે Google પર મુકેશ અંબાણીના તેમના પરિવારની સાથે બાગેશ્વર ધામ જવા અને એક કરોડ રૂપિયા દાન કરવા વિશે સર્ચ કર્યું. મુકેશ અંબાણી એક મોટું નામ છે, જો તેમના સંબંધિત આવા કોઈપણ સમાચાર હશે, તો તે કોઈ ન કોઈ મીડિયા સંસ્થાએ કવર કર્યા જ હશે. જોકે, સર્ચ દરમિયાન અમને એવા કોઈ સમાચાર નથી મળ્યા, જેનાથી વાયરલ દાવાની પુષ્ટિ થઈ શકે.
અહીંથી અમે અમારી તપાસને આગળ વધારી અને વીડિયો વિશે સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કર્યું. સર્ચ દરમિયાન અમને વાયરલ વીડિયોમાં ઉપયોગ કરવામાં આવેલા બંને વીડિયો સાથે સંબંધિત ઘણા ન્યૂઝ રિર્પોટ મળ્યા. સૌથી પહેલા વાયરલ વીડિયોની શરૂઆતમાં મુકેશ અંબાણીના તેમના પૌત્ર પૃથ્વી અને પુત્રવધૂ શ્લોકા મહેતા સાથે જોવા મળતા વીડિયોને સર્ચ કર્યો. અમને ‘Viral Bhayani’ની વેરિફાઈડ યુટ્યુબ ચેનલ પર 24 મે 2023ના રોજ વીડિયો અપલોડ મળ્યો. વીડિયોની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, “મુકેશ અંબાણી તેમના પૌત્ર પૃથ્વી અને પુત્રવધૂ શ્લોકા મહેતાની સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા, આ દરમિયાન ત્રણેયએ બાપાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા.”
દૈનિક જાગરણની વેરિફાઈડ યુટ્યુબ ચેનલ પર પણ વાયરલ વીડિયો સંબંધિત રિપોર્ટને જોઈ શકાય છે.
તપાસને આગળ વધારતા અમને વીડિયોમાં રહેલા બીજા વીડિયો જેમાં મુકેશ અંબાણીને પૌત્ર પૃથ્વી, પુત્રવધૂ શ્લોકા મહેતા અને પુત્ર આકાશ અંબાણીની સાથે જોઈ શકાય છે તેને સર્ચ કર્યો. અમને ‘બોલીવુડ બાઈ’ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર વીડિયોનું લાંબુ વર્ઝન મળ્યું. 26 મે 2023ના રોજ અપલોડ કરાયેલા વીડિયોની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, “મુકેશ અંબાણીએ આકાશ, શ્લોકા અને પૌત્ર પૃથ્વીની સાથે સિદ્ધિવિનાયકના દર્શન કર્યા.”
ABPની વેબસાઈટ પર 26મે 2023ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં વાયરલ વીડિયો સંબંધિત સમાચારને વાંચી શકાય છે. આપવામાં આવેલી માહિતી મુજબ, “IPLમાં મુંબઈ ઈન્ડિયન્સના ક્વોલિફાયર થયા પહેલા મુકેશ અંબાણી તેમના મોટા પુત્ર આકાશ અંબાણી, પુત્રવધૂ શ્લોકા મહેતા અને પૌત્ર પૃથ્વી અંબાણીની સાથે ગણપતિ બાપાના આશીર્વાદ લેવા સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચ્યા હતા.”
વધુ માહિતી માટે અમે નઈદુનિયાના છતરપુરના બ્યુરો ચીફ ભરત શર્મા સાથે સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું, “મુકેશ અંબાણી બાગેશ્વર ધામમાં આવ્યા નથી. આ દાવો ખોટો છે.”
અગાઉ પણ બાગેશ્વર ધામ જવાને લઈને અનેક સેલિબ્રિટીઓના એડિટ કરેલા વીડિયો ખોટા દાવાની સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી ચૂક્યા છે. જેની તપાસ વિશ્વાસ ન્યુઝે કરી હતી. તમે અમારી તે ફેક્ટ ચેક સ્ટોરીને અહીં વાંચી શકો છો.
તપાસના અંતે અમે એડિટેડ વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે ફેસબુક પર યુઝર 10 નવેમ્બર 2022થી એક્ટિવ છે.
નિષ્કર્ષ: મુકેશ અંબાણીના બાગેશ્વર ધામ જવાનો અને 1 કરોડ રૂપિયાનું દાન કરવાનો વાયરલ દાવો વિશ્વાસ ન્યૂઝની તપાસમાં ખોટો સાબિત થયો છે. વાયરલ વીડિયો અલગ-અલગ વીડિયોને જોડીને બનાવવામાં આવ્યા છે, જેને હવે ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : બાગેશ્વર ધામ પહોંચ્યા મુકેશ અંબાણી.
- Claimed By : ફેસબુક યુઝર - JSB Gaming
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.