Fact Check : અક્ષય કુમારના જૂના વીડિયોને એડિટ કરી ‘પઠાણ’ના સમર્થનનો જણાવી કરવામા આવી રહ્યો છે વાયરલ
- By: Pragya Shukla
- Published: Feb 8, 2023 at 08:55 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર અક્ષય કુમારનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમની પાછળ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું પોસ્ટર લાગેલું છે. વીડિયોમાં અક્ષય કુમાર બોલતા જોવા મળે છે કે આજકાલ અહીં દરેક વસ્તુનો બહિષ્કાર (Bycott) કરવામાં આવી રહ્યો છે. કોઈકની ચેનલ પર પ્રતિબંધ લગાવી દો, કોઈકની ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દો, કોઈકનું આ પ્રતિબંધિત કરો, આ શું છે, વાસ્તવમાં બહિષ્કાર કરવો હવે એક ફેશન બની ગઈ છે. હાથ જોડીને લોકોને વિનંતી કરવા માંગુ છું કે આવું ન કરો, કારણ કે બહિષ્કાર કરવાથી દેશનું જ નુકસાન છે. એટલા માટે આવું ન કરો. આ વીડિયોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે અક્ષય કુમારે ફિલ્મ ‘પઠાણ’ના સમર્થનમાં આ નિવેદન આપ્યું છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. અક્ષય કુમારનો વાયરલ વીડિયો એડિટેડ છે અને તેમણે આ નિવેદન તેમની ફિલ્મ ‘રક્ષાબંધન’નો બહિષ્કાર થયા બાદ આપ્યું હતું, જેને હવે ફિલ્મ ‘પઠાણ’ સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર શાહરૂખ ખાને 12 જાન્યુઆરી 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કર્યો છે. વીડિયો પર લખવામાં આવ્યું છે, અંધ ભક્તોને જડબાતોડ જવાબ, ‘પઠાણ’ ફિલ્મના સમર્થનમાં આવ્યા અક્ષય કુમાર.
પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ લખવામાં આવ્યું છે. આ પોસ્ટના આર્કાઇવ વર્ઝન અહીં જુઓ. બીજા યુઝર્સ પણ આ દાવાને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
તપાસ
અક્ષય કુમારના વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને અસલ વીડિયો ઈન્ડિયા ટુડેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલો મળ્યો. વીડિયોને 10 ઓગસ્ટ 2022ના રોજ શેર કરવામાં આવ્યો છે. ઓરિજિનલ વીડિયો જોઈને એ સમજી શકાય છે કે અત્યારે વાયરલ કરવામાં આવી રહેલો અક્ષય કુમારનો વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. અક્ષય કુમારની પાછળ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું પોસ્ટર લગાવવામાં આવ્યું નથી અને ન તો તેમની સામે માઇક્સ લાગેલા છે. ઓરિજિનલ વીડિયોમાં અક્ષય કુમારની પાછળ તેમની ફિલ્મ ‘રક્ષાબંધન’નું પોસ્ટર લાગેલું છે, જેને એડિટ કરીને ‘પઠાણ’ ફિલ્મનું પોસ્ટર સાથે લગાવી દેવામાં આવ્યું છે.
ઓરિજિનલ વીડિયોમાં રિપોર્ટર અક્ષય કુમારને પૂછે છે કે આજકાલ બહિષ્કાર (Bycott)નું કલ્ચર ઝડપથી વધી રહ્યું છે. તમે આ સમસ્યાને કેવી રીતે જુઓ છો? આના પર અક્ષય કુમારે જવાબ આપતા કહ્યું , “આપણે ત્યાં તો દરેક વસ્તુને બહિષ્કાર કરી દો. કોઈની ચેનલ પર પ્રતિબંધ લગાવી દો, કોઈની ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દો, કોઈના પર પ્રતિબંધિત લગાવી દો, આ શું છે, હકીકતમાં બાયકોટ હવે એક ફેશન બની ગઈ છે. હું હાથ જોડીને લોકોને વિનંતી કરવા માંગુ છું, પ્રતિબંધ લગાવવાથી કોનું નુકસાન થઈ રહ્યું છે, દેશનું જ નુકસાન થઈ રહ્યું છે. આપણા દેશનું નુકસાન થઈ રહ્યું છે, પછી ભલે તે ફિલ્મ પર પ્રતિબંધ હોય,ચેનલ પર હોય કે કોઈ ઈન્ડસ્ટ્રી પર હોય. આનાથી કોઈ ફાયદો નથી, દેશની અર્થવ્યવસ્થાને રોકો નહીં. આવું કરવું ખુબ ખોટું છે, આવી વાતો ન ફેલાવો, આવું ન કરો, કારણ કે પ્રતિબંધ લગાવવાથી દેશનું જ નુકસાન છે. એટલા માટે આવું ન કરો.”
અક્ષય કુમારનું ફિલ્મ ‘પઠાણ’ વિશે શું કહેવું છે? આ જાણવા માટે અમે ગૂગલ પર અન્ય કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને એવો કોઈ રિપોર્ટ મળ્યો નથી, જેમાં તેમણે ફિલ્મ પઠાણને લઈને હાલમાં કોઈ નિવેદન આપ્યું હોય. જોકે, અમને દૈનિક જાગરણની વેબસાઈટ પર 22 જાન્યુઆરી 2023ના રોજ પ્રકાશિત થયેલ એક રિર્પોટ મળ્યો. રિર્પોટના અનુસાર, પીએમ મોદીએ થોડા દિવસો પહેલા લોકોને ફિલ્મોનો બહિષ્કાર ન કરવાની અપીલ કરી હતી. આ અપીલ અંગે અક્ષય કુમારે કહ્યું છે, “હું સકારાત્મકતાનું સ્વાગત કરું છું જો આપણા વડાપ્રધાન આવું કહી રહ્યા છે તો તેઓ ભારતના સૌથી મોટા ઇન્ફ્લુએન્સર છે અને તેમણે આવું કંઈક કહ્યું છે તો બદલાવ ચોક્કસ આવશે. મને લાગે છે તેમણે કહ્યું છે તો હવે વસ્તુઓ સુધરવી જોઈએ.”
વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા મુંબઈમાં બોલિવૂડને કવર કરતા વરિષ્ઠ પત્રકાર પરાગ છાપેકરનો સંપર્ક કર્યો. તેઓએ અમને જણાવ્યું કે વાયરલ વીડિયો જૂનો છે અને એડિટેડ છે. અક્ષયે આ ઈન્ટરવ્યુ તેમની ફિલ્મ ‘રક્ષાબંધન’ના પ્રમોશન દરમિયાન આપ્યું હતું.
તપાસના આગામી તબક્કામાં ફેક મેસેજ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. અમને જાણવા મળ્યું કે આ શાહરૂખ ખાનના નામે બનાવેલ પૈરોડી એકાઉન્ટ છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં સામે આવ્યું છે કે અક્ષય કુમારનો વીડિયો એડિટેડ છે અને તેમણે આ નિવેદન તેમની ફિલ્મ ‘રક્ષાબંધન’ના બહિષ્કાર થયા પછી આપ્યું હતું, જેને હવે ફિલ્મ ‘પઠાણ’ સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : અંઘભક્તોને જડબાતોડ જવાબ, પઠાણ ફિલ્મના સપોર્ટમાં આવ્યો અક્ષય કુમાર
- Claimed By : ફેસપુક યુઝર શાહરૂખ ખાન
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.