ફેક્ટ ચેકઃ ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે એબીપી ન્યૂઝના નામે નકલી એક્ઝિટ પોલનો સ્ક્રીનશૉટ વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): આ ઈન્ટરનેટના જમાનામાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આ સોશિયલ મીડિયા પર દરરોજ હજારો ફોટો અને વીડિયો વાયરલ થાય છે. જેમાં કેટલાક ફોટો અને વીડિયો ખોટા અને ભ્રામક દાવા સાથે પણ શેર કરવામાં આવતા હોય છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર પ્રચારથી ભરપૂર વિવિધ પ્રકારની ખોટી અને નકલી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હવે એક ન્યૂઝ ચેનલની ગ્રાફિક પ્લેટ ગુજરાત ચૂંટણીના એક્ઝિટ પોલના નામે વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નવા સર્વેમાં આમ આદમી પાર્ટીને 125, ભાજપને 42 અને કોંગ્રેસને 14 બેઠકો મળશે. જ્યારે એબીપી ન્યૂઝના નામે વાયરલ થયેલા આ ગ્રાફિકની તપાસ કરવામાં આવી ત્યારે તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું. પોસ્ટમાં દાવો કર્યા મુજબ ચેનલ દ્વારા કંઈપણ પ્રસારિત કરવામાં આવ્યું નથી.

શું છે વાયરલ પોસ્ટમાં ?

ફેસબુક યુઝર Bharat Thakut એ 12 નવેમ્બરે એક ન્યૂઝ ચેનલના ગ્રાફિક સાથે પોસ્ટ શેર કરી હતી. તેના પર લખ્યું હતું કે,’ગુજરાત ચૂંટણી એક્ઝિટ પોલમાં અચાનક ફેરફાર. ભાજપને 42 બેઠકો, કોંગ્રેસને 14 બેઠકો અને આપને 125 બેઠકો. નવા સર્વેમાં ભાજપને ઝટકો લાગ્યો છે. કેજરીવાલ સરકાર ?

ફેસબુકની વાયરલ કરવામાં આવેલી પોસ્ટને તમે અહીં જોઈ શકો છો. આ પોસ્ટને સાચી માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે.

પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.

તપાસ

આ વાયરલ થઈ રહેલા રહેલા દાવાની સત્યતા જાણવા માટે વિશ્વાસ ન્યુઝે સૌ પ્રથમ પોસ્ટને ધ્યાનથી જોઈ. જેમાં એબીપી ન્યૂઝનો લોગો જોવા મળ્યો હતો. તેના આધારે યુટ્યુબ પર સંબંધિત કીવર્ડ સાથે સર્ચ કરવામાં આવ્યું અને એબીપી ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર ઘણા વીડિયો જોવા મળ્યા. જેમાં અમને ચેનલનો ઓપિનિયન પોલ મળી આવ્યો હતો. જેમાં ભાજપને 131-139, કોંગ્રેસને 31-39 અને AAPને 07-15 બેઠકો બતાવવામાં આવી હતી. એબીપી અને સી વોર્ટેક્સના ઓપિનિયન પોલ નીચે વિગતવાર જોઈ શકાય છે.

એબીપી ન્યૂઝના લોગો સિવાય તેની એન્કર રૂબિકા લિયાકત પણ વાયરલ પોસ્ટમાં જોવા મળી રહી છે. ત્યારબાદ વધુ તપાસ માટે અલગ-અલગ કીવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 8 ઑક્ટોબર 2021 ના ​​રોજ અપલોડ કરેલ અમને એક વીડિઓ મળી આવ્યો હતો. તે એબીપી ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં પણ એન્કર રૂબિકાને જોવા મળી રહી છે. વાયરલ પોસ્ટ અને આ વીડિયોમાં ગ્રાફિકનું બેકગ્રાઉન્ડ અને એન્કરના કપડાં સરખા દેખાતા હતા.

નોંધનીય છે કે એક વર્ષ પહેલા યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ વીડિયો તે સમયનો છે. તપાસ દરમિયાન અમે એક વધુ હકીકત ધ્યાનમાં લીધી કે વાયરલ પોસ્ટમાં એક્ઝિટ પોલ લખવામાં આવ્યા છે. પરંતુ એક્ઝિટ પોલ હંમેશા મતદાન પછી થાય છે. ગુજરાતમાં હજુ સુધી મતદાન થયું નથી. ત્યારે એક્ઝિટ પોલની વાતો ફેક છે.

વધુ તપાસ કરતા વિશ્વાસ ન્યૂઝે એબીપી ન્યૂઝના વરિષ્ઠ સંપાદકનો સંપર્ક કર્યો. તેની સાથે વાયરલ પોસ્ટ શેર કરી. તેણે કહ્યું કે તે સંપૂર્ણપણે નકલી છે. આ પોસ્ટમાં કોઈ સત્ય નથી.

તપાસના અંતે ફેક પોસ્ટ શેર કરનાર યુઝરની તપાસ કરવામાં આવી હતી. જાણવા મળ્યું કે ફેસબુક યુઝર ભરત ઠાકુટ હિમાચલ પ્રદેશના શિમલાનો રહેવાસી છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે તપાસ કરી અને વાયરલ પોસ્ટ નકલી હોવાનું જણાયું. એબીપી ન્યૂઝનો જૂનો એક્ઝિટ પોલ એડિટ કરીને ગુજરાત ચૂંટણી સાથે જોડીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ