નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે જોડાયેલી એક તસવીર વાયરલ થઈ રહી છે. તસવીરમાં કેટલાક લોકોને એક લીલા રંગનું બેનર પકડીને જોઈ શકાય છે. જેમાં લખ્યું છે કે અમને કાશ્મીર નહીં, વિરાટ કોહલી જોઈએ. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો નીકળ્યો. તપાસમાં આ બેનર એડિટેડ હોવાનું સામે આવ્યું. ઓરિજનલ બેનરમાં લખ્યું છે ‘અમને સ્વતંત્રતા જોઈએ.’જેને એડિટ કરીને હવે ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
ફેસબુક યુઝર ‘Santanu Gayan‘એ 6 ફેબ્રુઆરીએ બેનરની તસવીરને શેર કરી છે. બેનર પર લખ્યું છે: We Don’t Want Kashmir. Give Us Virat Kohli.(ગુજરાતી અનુવાદ: અમને કાશ્મીર નથી જોઈતું. અમને વિરાટ કોહલી આપો.)
કેટલાક યૂઝર્સ આ પોસ્ટને સમાન દાવાઓની સાથે શેર કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે .
વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે અમે ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા તસવીર વિશે સર્ચ કર્યું. આ દરમિયાન અમને જાણવા મળ્યું કે આ તસવીર ઘણા વર્ષોથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. માત્ર વિરાટ કોહલી જ નહીં, પરંતુ હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને ચેમ્પિયન ટ્રોફીના નામથી પણ વાયરલ થઈ ચૂકી છે.
સર્ચ દરમિયાન અમને વાયરલ તસવીર ‘ધ હંસ ઈન્ડિયા.કોમ’ ની વેબસાઈટ પર પણ મળી. 12 એપ્રિલ 2022ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં વાયરલ તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહીં પણ બેનર ઉપર ‘We Want Azaadi.’લખેલું હતું.
પહેલા પણ આ પોસ્ટ સમાન દાવાની સાથે વાયરલ થઈ ચૂકી છે, જેની તપાસ વિશ્વાસ ન્યૂઝે કરી હતી. તમે અમારી પહેલાની તપાસને અહીં વાંચી શકો છો.
અમે કાશ્મીરમાં હાજર દૈનિક જાગરણના બ્યુરો ચીફ નવીન નવાઝની સાથે વાયરલ પોસ્ટ શેર કરી. તેઓએ અમને જણાવ્યું કે ઓરિજનલ તસવીરને એડિટ કરીને ખોટા દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
તપાસના અંતે અમે આ પોસ્ટ શેર કરનાર યૂઝરની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે યુઝર કોલકાતાનો રહેવાસી છે અને ફેસબુક પર યૂઝરના 1000થી વધુ ફ્રેન્ડ્સ છે.
નિષ્કર્ષ: કાશ્મીરના બદલામાં વિરાટ કોહલીની માંગ કરતી વાયરલ પોસ્ટ વિશ્વાસ ન્યૂઝની તપાસમાં ફેક નીકળી. અસલ બેનરમાં, ‘We Want Azadi‘ લખેલું છે, જેને એડિટ કરીને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યું છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923