અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે વાયરલ તસવીર એડિટેડ છે. વાસ્તવમાં ઓવૈસીએ બાબા સાહેબ આંબેડકરની તસવીર પકડી હતી.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી હાથમાં ભગવાન શ્રી રામની તસવીરને જોઈ શકાય છે. પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર અસલી છે અને આ તસવીરના બહાને તેમના પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.
વિશ્વાસ ન્યૂઝે આ પોસ્ટની તપાસ કરી અને જાણવા મળ્યું કે દાવો ખોટો છે. આ તસવીર એડિટેડ છે. વાસ્તવમાં ઓવૈસીએ બાબા સાહેબ આંબેડકરની તસવીર પકડી હતી.
આ વાયરલ પોસ્ટને Abhay Singh Rajput (Archive) નામના યુઝરે 14 મેના રોજ શેર કરી છે. વાયરલ પોસ્ટમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને કેટલાક લોકોની સાથે ઊભેલા જોઈ શકાય છે. આ તસવીરમાં તેમણે હાથમાં ભગવાન રામની તસવીર પકડી છે. પોસ્ટની સાથે ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “જબ લગતા હૈ કી ફટ જાએગી તો અચ્છે અચ્છે લાઈન પર આ જાતે હૈ.”
આ તસવીર એકવાર પહેલા પણ વાયરલ થઈ ચૂકી છે. તે સમયે પણ વિશ્વાસ ન્યૂઝે આ પોસ્ટની તપાસ કરી હતી. તે સમયે તપાસ કરવા માટે અમે આ તસવીરને ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચ કરી હતી અને અમને આ તસવીર અસદુદ્દીન ઓવૈસીના વેરિફાઈડ ફેસબુક એકાઉન્ટ પર મળી હતી. પરંતુ આ તસવીરમાં ઓવૈસીએ ભગવાન શ્રી રામની નહીં પણ બાબા સાહેબ આંબેડકરની તસવીર પકડી હતી. આ પોસ્ટમાં લખ્યું કે છે, ”Dalits from Mochi Colony met #AIMIM President Barrister Asaduddin Owaisi at AIMIM party headquarters #Darussalam & thanked him for taking development activities in their area (Ramnaspura div Bahadurpura Constituency).” ભાષાંતરઃ મોચી કોલોનીના દલિતોએ #AIMIM પાર્ટી હેડક્વાર્ટર દારૂસ્સલામમાં AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સાથે મુલાકાત કરી અને તેમના ક્ષેત્રમાં વિકાસ પ્રવૃતિઓ માટે તેમનો આભાર માન્યો.” આ પોસ્ટ 7 એપ્રિલ, 2018ના રોજ અસદુદ્દીન ઓવૈસીના વેરિફાઈડ ફેસબુક એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી હતી.
બંને તસવીરોમાં અંતર નીચે અપાયેલા કોલાજમાં જોઈ શકાય છે.
તે સમયે અમે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સાથે ફોન પર વાત પણ કરી હતી અને તેમણે અમને કહ્યું હતું કે આ તસવીર એડિટેડ છે.
અમે ઓવૈસીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ સર્ચ કર્યા. ભગવાન રામની તસવીર સાથે અહીં ક્યાંય પણ તેમની તસવીર નહોતી.
આ પોસ્ટને અભય સિંહ રાજપૂત નામના ફેસબુક પેજ દ્વારા શેર કરવામાં આવી હતી. આ યુઝરના લગભગ 6000 ફોલોઅર્સ છે.
निष्कर्ष: અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે વાયરલ તસવીર એડિટેડ છે. વાસ્તવમાં ઓવૈસીએ બાબા સાહેબ આંબેડકરની તસવીર પકડી હતી.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923