નવી દિલ્હી (વિશ્વાસ સમાચાર) | સોશિયલ મીડિયા પર સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની તસવીરોનો એક કોલેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કોલેજમાં સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાને દુલ્હા-દુલ્હનના પોશાકમાં જોઈ શકાય છે. સોશિયલ મીડિયા આ તસવીરોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે સલમાન ખાને સોનાક્ષી સિન્હા સાથે લગ્ન કરી લીધા.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું સાબિત થયું છે. સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાના લગ્નની વાયરલ તસવીર એડિટેડ છે,જેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.
ફેસબુક પેજ ‘દિશા પટની ફેન ક્લબ’એ 20 જાન્યુઆરીના રોજ તસવીરોનો એક કોલેજ શેર કરતી વખતે દાવો કર્યો: ‘દુલ્હા-દુલ્હન બન્યા સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા, લગ્નની ઈનસાઈડ તસવીરો થઈ વાયરલ.’
ફેસબુક પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ લખવામાં આવ્યું છે. તેનું આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ. સોશિયલ મીડિયા પર કેટલાક અન્ય યૂઝર્સ તેને સમાન દાવાઓ સાથે શેર કર્યો છે.
સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની વાયરલ તસવીરોનું સત્ય જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કર્યું. સર્ચ દરમિયાન અમને વાયરલ તસવીરો સાથે સંબંધિત ઘણા સમાચાર મળ્યા, જેમાં આ તસવીરો ફેક હોવાનું કહેવામાં આવ્યું હતું. દૈનિક જાગરણની વેબસાઇટ પર 5 માર્ચ, 2022ના રોજ પ્રકાશિત એક સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે સલમાન અને સોનાક્ષીની વાયરલ તસવીર અને સમાચાર ફેક છે.
સર્ચ દરમિયાન અમને વાયરલ તસવીરોને લઈને સોનાક્ષી સિન્હાની પ્રતિક્રિયા સાથે જોડાયેલા ઘણા સમાચાર પણ મળ્યા. એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટ બોલિવૂડ ટશને તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર 2 માર્ચ, 2022ના રોજ આ તસવીરો શેર કરતાં લખ્યું હતું, ‘‘As per rumour, Salman Khan And Sonakshi Sinha Got Married In A Private Affair।” સોનાક્ષી સિન્હાએ આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું, ‘શું તમે એટલા મૂર્ખ છો કે તમે અસલી અને નકલી તસવીર વચ્ચે તફાવત નથી કરી શકતા.’
અમે સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પણ તપાસ્યા ,પરંતુ અહીં પણ દાવા સાથે જોડાયેલ કોઈ પોસ્ટ નથી મળી.
અમે કોલેજ કરેલ પહેલી તસવીર, જેમાં સલમાન ખાન સોનાક્ષી સિન્હાને રિંગ પહેરાવતા જોવા મળે છે, તેને ગૂગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કર્યુ. અમને જાણવા મળ્યું કે આ તસવીર સાઉથ સિનેમાના એક્ટર આર્ય અને શિવાય ફિલ્મની એક્ટ્રેસ સાયેશા સહગલના રિસેપ્શનની છે .
કોલેજમાં દેખાઈ રહેલી બીજી તસવીર, જેમાં સલમાન અને સોનાક્ષી હાથ જોડતા જોવા મળે છે, વાસ્તવમાં તે અભિનેતા વરુણ અને નતાશાના લગ્નની તસવીર છે, જેને એડિટ કરીને સલમાન અને સોનાક્ષીના ચહેરા લગાડવામાં આવ્યા છે.
વધુ જાણકારી માટે વિશ્વાસ ન્યૂઝે મુંબઈ સ્થિત વરિષ્ઠ ફિલ્મ પત્રકાર પરાગ છાપેકરનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું, “વાઈરલ ન્યૂઝ ફેક છે અને આ તસવીરો પણ એડિટેડ છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ આ તસવીરો સમાન દાવાની સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે, જેની તપાસ વિશ્વાસ ન્યૂઝે કરી હતી. તમે અમારી ફેક્ટ ચેક સ્ટોરી અહીં વાંચી શકો છો.
તપાસના અંતે અમે નકલી તસવીરો શેર કરતા ફેસબુક પેજનું સોશિયલ સ્કેનીંગ કર્યું. સ્કેનિંગમાં જાણવા મળ્યું કે આ પેજને 9,78,085 લોકો ફોલો કરે છે અને ફેસબુક પર આ પેજ 24 ડિસેમ્બર, 2016ના રોજ બનાવવામાં આવ્યું છે.
નિષ્કર્ષઃ સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાના લગ્નના નામે વાયરલ થઈ રહેલી તસવીરો એડિટેડ છે. તસવીરોને નકલી દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923