X
X

Fact Check: કોલકાતામાં એક બિઝનેસમેનના ઘરે પડેલા EDના દરોડાના વીડિયોને AAP નેતાના નામે કરાઈ રહ્યો છે વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): દિલ્હી સરકારની નવી આબકારી નીતિમાં કથિત કૌભાંડને લઈને તપાસ એજન્સીઓની કાર્યવાહી સતત ચાલુ છે. 24 મે, 2023ના રોજ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહના સબંધીઓના નિવાસસ્થાન સહિત ઘણા સ્થળોએ નવેસરથી સર્ચ કરવામાં આવ્યું હતું. સંજય સિંહે વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે ED AAP નેતા અજીત ત્યાગી, સર્વેશ મિશ્રા અને અન્ય સાથીઓના ઘરે દરોડા પાડી રહી છે. આ વચ્ચે એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં કેટલાક લોકોને મશીનથી નોટોના બંડલ ગણતા જોઈ શકાય છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા શેખર અગ્રવાલના ઘરે રેડ પડી છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ભ્રામક હોવાનું સામે આવ્યું. વાયરલ વીડિયો આમ આદમી પાર્ટીના નેતાના ઘર પરના દરોડાનો નથી, પરંતુ કોલકાતાના એક બિઝનેસમેનના ઘરે પડેલા EDના દરોડાનો છે, જ્યાંથી લગભગ 17 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ વીડિયોને આમ આદમી પાર્ટી (AAP)ની સાથે જોડીને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ આ વીડિયો અલગ-અલગ દાવા સાથે વાયરલ થઈ ચૂક્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર આર.કે અગ્રવાલ (RK Agarwal)એ 24 મેના રોજ વીડિયોને શેર કર્યો છે. વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “ગુજરાતના સુરતમાં દેશની સૌથી ઈમાનદાર પાર્ટી આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતા શેખર અગ્રવાલના ઘરે રેડ પડી છે. આટલી રકમ જોઈને તમે તેમની ઈમાનદારી અને ચૂંટણી માટેની તૈયારીનો અંદાજ લગાવી શકશો.”

ફેસબુક પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.

તપાસ

વાયરલ વીડિયોની તપાસ કરવા માટે સૌથી પહેલા વીડિયોની કી ફ્રેમ્સ કાઢી. પછી તેને ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કરી. અમને બિઝનેસ ટુડેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો અપલોડ મળ્યો. 12 સપ્ટેમ્બર, 2022ના રોજ અપલોડ કરાયેલા વીડિયોની સાથે આપવામાં આવેલી માહિતી મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની-લોન્ડરિંગની તપાસના ભાગરૂપે E-Nugges નામની કોલકાતા સ્થિત મોબાઇલ ગેમિંગ એપ કંપનીના પ્રમોટર્સના નિવાસ સ્થાને દરોડા પાડ્યા બાદ 17 કરોડ રૂપિયાથી વધારેની રોકડ જપ્ત કરી. ઈડીના જણાવ્યા અનુસાર, આમિર ખાન નામના વ્યક્તિએ E-Nugges નામથી એક મોબાઇલ ગેમિંગ એપ્લિકેશન લૉન્ચ કરી હતી, જે લોકોને છેતરવાના ઉદ્દેશ્યથી ડિઝાઇન કરવામાં આવી હતી.” વીડિયોમાં વાયરલ વીડિયોના દ્રશ્યને જોઈ શકાય છે.

સર્ચ દરમિયાન અમને NDTV ઇન્ડિયાની વેરિફાઇડ યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો સંબંધિત રિપોર્ટ્સ મળ્યા. 11 સપ્ટેમ્બર 2022ના રોજ અપલોડ કરાયેલા વીડિયોની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, “કોલકાતામાં ઈડીએ એક મોબાઈલ ગેમિંગ એપ સંબંધિત કેસમાં દરોડા પાડ્યા હતા. અત્યાર સુધીમાં 17 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. નોટો ગણવા માટે આઠ મશીન લગાવવામાં આવી.”

આ પહેલા આ વીડિયો શેર કરીને એવો દાવો કરવામાં આવ્યો હતો કે કેરળમાં આતંકી સંગઠન PFIની ઓફિસમાંથી 2000 કરોડ રૂપિયા મળ્યા છે. આ સમયે પણ વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવાની તપાસ કરી હતી. અમારા ફેક્ટ ચેક રિપોર્ટને તમે અહીં વાંચી શકો છો

હવે આ વીડિયોને એવા દાવા સાથે શેર કરવામાં આવ્યો છે કે ગુજરાતના સુરતમાં કાપડના વેપારી શેખર અગ્રવાલના ઘરે EDના દરોડામાં મોટી માત્રામાં ચલણી નોટો મળી આવી. કાપડના વેપારી શેખર અગ્રવાલ પહેલા કોંગ્રેસમાં હતા, ત્યારપછી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

વીડિયો વિશે વધુ જાણકારી મેળવવા માટે અમે ગુજરાતી જાગરણના એસોસિએટ એડિટર જીવન કપુરિયા (Jivan Kapuriya) સાથે સંપર્ક કર્યો. તેઓએ અમને જણાવ્યું કે, ‘આ વીડિયો ગુજરાતનો નથી. વીડિયોને ખોટા દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.’

તપાસના અંતે અમે વાયરલ વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝર આર.કે અગ્રવાલની પ્રોફાઈલને સ્કેન કરી. અમને જાણવા મળ્યું કે યુઝરના ફેસબુક પર 5 હજાર ફ્રેન્ડ્સ છે. પ્રોફાઈલ પર આપેલી માહિતી અનુસાર, યુઝરને 27 લોકો ફોલો કરે છે.

  • Claim Review : ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા શેખર અગ્રવાલના ઘરે રેડ પડી.
  • Claimed By : ફેસબુક યુઝર - RK Agarwal
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later